Ahmedabad:દહેગામ મોડાસા રોડ પર ઢોરોના જમાવડાથી વાહનચાલકોને મુશ્કેલી:અકસ્માતની ભીતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દહેગામ શહેર ક્યારેય રખડતા ઢોરોના ત્રાસથી મુક્ત થશે કે નહી એ સવાલો ઉભા થઇ રહ્યા છે. કેમ કે રખડતા પશુઓનો ત્રાસ યથાવત જ રહે છે. રસ્તાઓ પર ઠેરની ઠેર સ્થિતી જોવા મળી રહી છે. રખડતા પશુઓ હટવાનું નામ નથી લઇ રહ્યા. દહેગામ મોડાસા રોડ પર રોજેરોજ પશુઓ અડ્ડો જમાવે છે અને બેરીકેટ પાસે બેસી રહે છે. જેને પગલે હજારો વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. રાત્રે આવા ઢોરોથી જીવલેણ અકસ્માત થવાની સંભાવના વધી જતી હોવાથી વાહન ચાલકોમાં ભય વ્યાપ્યો છે.
દહેગામ પાલિકા દ્વારા અવાર નવાર રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરાઈ છે. જેમાં પકડવામાં આવેલા તમામ ઢોરોને પાંજરાપોળમાં મુકી આવવામાં આવ્યા છે. ગત વર્ષ દરમિયાન એક અંદાજ મુજબ 300થી પણ વધુ રખઢતા ઢોરોને ખાસ ડ્રાઇવ અંતર્ગત પકડવામાં આવ્યા હતા અને અમદાવાદ તેમજ દહેગામ શહેરમાં આવેલી પાંજરાપોળમાં મુકી આવવામાં આવ્યા હોવાની વાત છે. જોકે હાલ પણ સ્થિતી તો ઠેરની ઠેર જોવા મળી રહી છે. દહેગામની ગલીથી લઈ મુખ્યમાર્ગો ઉપર ઢોર ન જોવા મળે તો નવાય. શહેરમાં રખડતા ઢોરો ક્યાંથી આવી રહ્યા છે એ મુદ્દાની ભારે ચર્ચાઓ ચાલે છે. હાલ શહેરના શાકમાર્કેટ, દહેગામ મોડાસા રોડ, આઇટીઆઇ, રેલવેના ગરનાળા, સ્ટેશન રોડ, સરદાર માર્કેટ સહીતના વિસ્તારોમાં પશુઓના ટોળેટોળા બેસેલા જોવા મળે છે. આ સમસ્યાનો હલ લાવવામાં આવે એવી પ્રબળ માંગ ઉઠી રહી છે.
What's Your Reaction?






