Ahmedabad:આખા વિશ્વને ભારત પર ભરોસો છે : વડાપ્રધાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ટ્રમ્પ ટેરિફ સામે ભારતીય ઈકોનોમી દ્વારા હાંસલ કરવામાં આવેલા ઊંચા ગ્રોથથી પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી હતી. ટેરિફ અને અન્ય પ્રતિકૂળતાઓ વચ્ચે ભારતનો GDP ગ્રોથ FY 26 નાં પહેલા ક્વાર્ટરમાં 7.8 ટકા નોંધાયો હતો. મોદીએ ટ્રમ્પને ટાર્ગેટ બનાવતા કહ્યું હતું કે, આર્થિક સ્વાર્થને કારણે સર્જાયેલી સમસ્યાઓ વચ્ચે દેશ દ્વારા આર્થિક મોરચે પ્રગતિ સધાઈ છે. મંગળવારે નવી દિલ્હીમાં સેમિકોન ઈન્ડિયા 2025 નું ઉદ્ઘાટન કરતા મોદીએ આર્થિક વિકાસનાં ઊંચા દર અંગે ખુશી દર્શાવી હતી. તેમણે ટ્રમ્પ દ્વારા ભારતીય ચીજવસ્તુઓ પર લગાવેલા ઊંચા ટેરિફ છતાં હાંસલ કરાયેલા આ ગ્રોથ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. મોદીએ કહ્યું કે ભારતની ઈકોનોમી એ દરેક આશાઓ અને અનુમાનથી વધારે સારો દેખાવ કર્યો છે. આખી દુનિયામાં આર્થિક ચિંતાઓ અને આર્થિક સ્વાર્થથી જે પડકારો સર્જાયા છે તેની સામે ભારતે 7.8 ટકાનો ઊંચો વિકાસ દર હાંસલ કર્યો છે. દરેક દેશવાસીઓમાં નવી ઊર્જાનો સંચાર થયો છે.
પહેલા ત્રિમાસિક ગાળામાં 6.5 ટકાની ધારણા સામે 7.8 ટકાનો વિકાસ સધાયો છે. જે ગયા વર્ષ કરતા 1.3 ટકા વધારે છે. દરેક સેક્ટરમાં જીડીપી વૃદ્ધિ હાંસલ કરાઈ છે. જેમાં મેન્યુફેક્ચરિંગ, સર્વિસ અને એગ્રી તેમજ બાંધકામ સેક્ટર સામેલ છે. ભારત ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે જે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનવાનો સંકેત આપે છે.
નાની ચિપ મોટો બદલાવ
મોદીએ કહ્યું કે સમગ્ર વિશ્વ ભારત સાથે સેમિકન્ડક્ટરમાં ભવિષ્ય બનાવવા તૈયાર છે. ભારત મહત્ત્વનાં ખનિજ મિશન પર કામ કરી રહ્યું છે અને દુર્લભ ખનિજોની માંગ પૂરી કરવા પ્રતિબદ્ધ છે. આ સંમેલનમાં પીએમએ દેશમાં બનેલી પહેલી સેમિકન્ટડક્ટર ચિપને લૉન્ચ કરી હતી.મોદીએ કહ્યું કે ભારત સેમિકન્ડક્ટર મિશન માટે પ્રોત્સાહન યોજના (DIL) યોજનાનાં હવે પછીનાં તબક્કા પર કામ કરી રહ્યું છે. ભારતમાં બનેલી સૌથી નાની ચિપ દુનિયામાં મોટામાં મોટો બદલાવ લાવશે.
કાર્યક્રમમાં મોદીએ મજાકમાં કહ્યું કે ગયો હતો એટલે તાળીઓ પાડો છો કે પાછો આવ્યો એટલે? મોદીએ કાર્યક્રમમાં જ્યારે તેમનાં ભાષણ દરમિયાન એવું કહ્યું કે હું ગઈકાલે રાત્રે જ જાપાન અને ચીનનાં પ્રવાસેથી પાછો આવ્યો છું ત્યારે હૉલમાં તાળીઓ પડી હતી. મોદીએ આ તબક્કે શ્રોતાઓને મજાકમાં કહ્યું હતું કે હું વિદેશ ગયો હતો એટલે તાળીઓ પાડો છો તે હું પાછો આવ્યો એટલે તાળીઓ પાડો છો ? તેમની આ મજાક સાંભળીને આખા હોલમાં હાસ્યની છોળો ઊડી હતી.
What's Your Reaction?






