Ahmedabad: મકાન-દુકાનના ભાડુઆતોનું વેરિફિકેશન ન કરાવનાર 2515 માલિકો સામે ગુના
જો તમે તમારી મકાન-દુકાન કે કોમર્શિયલ મિલકત ભાડે આપી હોય અને પોલીસને જાણ ના કરી હોય તો કરી દેજો, નહીં તો પોલીસ ગુનો નોંધી તમારી ધરપકડ કરશે. રાજ્ય પોલીસ વડાના હુકમથી ગત તા.13 થી 27 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં ભાડે આપેલી મિલકતો અંગે તપાસ કરવાની ડ્રાઈવ ચાલી રહી છે.ડ્રાઈવ દરમિયાન પોલીસે છ દિવસમાં 30,305 ભાડુઆતોને ચેક કર્યા. જેમાંથી પોલીસને જાણ ના કરનાર 2,515 લોકો સામે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. ઘરે બેઠા સિટિઝન ફર્સ્ટ એપથી ભાડે આપેલી મિલકતની જાણ પોલીસને કરો નાગરિકોએ ભાડુઆત નોંધણી માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. ઘરે બેઠા તમે સિટીઝન ફર્સ્ટ એપ પર પોલીસને ભાડુઆત અંગે જાણ કરી શકો છે. ગુગલ પર પ્લે સ્ટોરમાં જઈને ગુજરાત પોલીસની સિટીઝન ફર્સ્ટ એપ ડાઉનલોડ કરવાની છે. આ એપ ઓપન કરતા રજિસ્ટ્રેશનનો ઓપ્શન દેખાય તેના પર કલીક કરતા ટેનન્ટ રજિસ્ટ્રેશનનો ઓપ્શન આવશે. આ ઓપ્શનમાં જઈ વિગતો ભરીને પોલીસને જાણ કરી શકો છે. આ વિગતોની ઓનલાઈન કોપી કાઢીને તમારી પાસે રાખી શકો છો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -