Ahmedabad: દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ : ગોવિંદ શેખાવતને વીસ વર્ષની જેલની સજા
અમરાઈવાડીમાં માનસિક અને શારિરીક રીતે અસમર્થ યુવતી સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવનાર આરોપી ગોવિંદસિંહ નારાયણસિંહ શેખાવતને એડીશનલ સેશન્સ જજ જયેશકુમાર આઈ. પટેલએ ગુનેગાર ઠરાવીને વીસ વર્ષની કેદ અને રૂ.50 હજાર દંડ ભરવા હુકમ કર્યો છે.કોર્ટે નોંધ્યુ હતુ કે, આરોપીએ ભોગ બનનાર બનાવ સમયે જન્મજાત બહેરા-મુંગા તેમજ અંપગ માનસિક શારિરીક અસમર્થ હતા અને તેનીની માનસિક અવસ્થાનો ગેરલાભ લઈને યુવતી સાથે જુદા જુદા સમયે દુષ્કર્મ આચર્યુ છે. જેના લીધે માનસિક અને શારિરીક અસમર્થ યુવતીને વીસ સપ્તાહનો ગર્ભપાત કરાવવો પડયો હતો. આરોપીનું આ કૃત્ય સુસંસ્કૃત સમાજ માટે લાંછનરૂપ છે. જે કોઈપણ સંજોગોમાં સાંખી શકાય તેમ નથી. આરોપીને કાયદામાં મુકરર કરેલી સજાથી ઓછી સજા કરવામાં આવે તો સમાજમાં તેની વિપરીત અસર પડે અને આવું કૃત્ય કરનારાઓને પ્રોત્સાહન મળી રહે. આરોપીનું કૃત્ય ધ્યાને લેતા ઓછામાં ઓછી કેદની સજાની ફરમાવી શકાય તેમ નથી. જેથી આવા ખાસ સંજોગોમાં આરોપીને કાયદામાં મુકરર કરેલ મહત્તમ સજા ફરમાવવી ન્યાયના હિતમાં વ્યાજબી જણાય છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતી જન્મજાત દિવ્યાંગ યુવતીને ત્યાં રહેતા ગોવિંદસિંહ શેખાવત જુદા જુદા સમયે ઘરે બોલાવીને દુષ્કર્મ આચર્યુ હતુ. બીજી તરફ યુવતીનો પેટનો ભોગ વધતા પરિવારએ ડોકટર પાસે જઈને તપાસ કરાવતા ગર્ભવતી હોવાનું માલુમ પડયુ હતુ. આ પછી પરિવારના સભ્યોએ યુવતીને ઈશારાથી પુછપરછ કરતા ત્યાં જ રહેતા ગોવિંદસિંહ શેખાવત દુષ્કર્મ આચરતા હોવાનું જણાવતા પોલીસમાં ફરિયાદ કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરાઈવાડીમાં માનસિક અને શારિરીક રીતે અસમર્થ યુવતી સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવનાર આરોપી ગોવિંદસિંહ નારાયણસિંહ શેખાવતને એડીશનલ સેશન્સ જજ જયેશકુમાર આઈ. પટેલએ ગુનેગાર ઠરાવીને વીસ વર્ષની કેદ અને રૂ.50 હજાર દંડ ભરવા હુકમ કર્યો છે.
કોર્ટે નોંધ્યુ હતુ કે, આરોપીએ ભોગ બનનાર બનાવ સમયે જન્મજાત બહેરા-મુંગા તેમજ અંપગ માનસિક શારિરીક અસમર્થ હતા અને તેનીની માનસિક અવસ્થાનો ગેરલાભ લઈને યુવતી સાથે જુદા જુદા સમયે દુષ્કર્મ આચર્યુ છે. જેના લીધે માનસિક અને શારિરીક અસમર્થ યુવતીને વીસ સપ્તાહનો ગર્ભપાત કરાવવો પડયો હતો. આરોપીનું આ કૃત્ય સુસંસ્કૃત સમાજ માટે લાંછનરૂપ છે. જે કોઈપણ સંજોગોમાં સાંખી શકાય તેમ નથી. આરોપીને કાયદામાં મુકરર કરેલી સજાથી ઓછી સજા કરવામાં આવે તો સમાજમાં તેની વિપરીત અસર પડે અને આવું કૃત્ય કરનારાઓને પ્રોત્સાહન મળી રહે. આરોપીનું કૃત્ય ધ્યાને લેતા ઓછામાં ઓછી કેદની સજાની ફરમાવી શકાય તેમ નથી. જેથી આવા ખાસ સંજોગોમાં આરોપીને કાયદામાં મુકરર કરેલ મહત્તમ સજા ફરમાવવી ન્યાયના હિતમાં વ્યાજબી જણાય છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતી જન્મજાત દિવ્યાંગ યુવતીને ત્યાં રહેતા ગોવિંદસિંહ શેખાવત જુદા જુદા સમયે ઘરે બોલાવીને દુષ્કર્મ આચર્યુ હતુ. બીજી તરફ યુવતીનો પેટનો ભોગ વધતા પરિવારએ ડોકટર પાસે જઈને તપાસ કરાવતા ગર્ભવતી હોવાનું માલુમ પડયુ હતુ. આ પછી પરિવારના સભ્યોએ યુવતીને ઈશારાથી પુછપરછ કરતા ત્યાં જ રહેતા ગોવિંદસિંહ શેખાવત દુષ્કર્મ આચરતા હોવાનું જણાવતા પોલીસમાં ફરિયાદ કરી હતી.