Ahmedabad: કાલુપુર અને સારંગપુરમાં ટ્રાફિક સમસ્યા હળવી થશે! બે બ્રિજ તૈયાર થશે

અમદાવાદમાં કાલુપુર અને સારંગપુર બ્રિજ નવા બનાવવા AMC દ્વારા નિર્ણય કરવામાં આવ્યો. 39 કરોડનાં ખર્ચે બંને બ્રિજ તૈયાર થશે. કાલુપુર બ્રિજ પર રહેલી 110 દુકાન અને બ્રિજ નીચેની વૈકલ્પિક દુકાનો તૂટશે. 2 વર્ષમાં બંને બ્રિજ તૈયાર થશે. રેલવે અને AMC સંયુક્ત રીતે બ્રિજ બનાવશે. કાલુપુર બ્રિજ 1940 અને સારંગપુર 1915માં બનાવવામાં આવ્યો હતો. કાલુપુર રેલવે સ્ટેશન નવીનીકરણ ચાલી રહ્યું છે. ત્યારે આસપાસ રહેલા આસપાસનાં બંને બ્રિજ પણ નવા બનાવવામાં આવશે.400 કરોડના ખર્ચે તૈયાર થશે ફોર લેન બ્રિજ અમદાવાદમાં રેલવે વિભાગ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સારંગપુર બ્રિજને 400 કરોડ રૂપિયા ખર્ચે ફોર લેન બનાવવાનો નિર્ણય લીધો છે. વર્તમાન સમયમાં જો કોઈ શહેરની મોટામાં મોટી સમસ્યા પૈકીની જો એક ગણીએ તો તે છે ટ્રાફિકની છે. વધતા વાહનો સામે સાંકડા બનતા રસ્તાઓના કારણે અમદાવાદ જેવા મેટ્રો શહેરની હાલત ટ્રાફિકના કારણે કથળી રહી છે. જ્યાં લોકો વાહન લઈને નીકળતા પહેલા ટ્રાફિકનો વિચાર કરે છે. ત્યારે કેટલાક અંશે વહીવટી તંત્ર પણ આ સમસ્યાને હલ કરવા પ્રયત્ન પણ કરે છે. ત્યારે અમદાવાદના કાલુપુર અને સારંગપુર વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. સારંગપુર બ્રિજને ફોર લેન બનાવવાનો નિર્ણય લેવાયો રેલવે વિભાગ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સારંગપુર બ્રિજને ફોર લેન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 400 કરોડ રૂપિયા ખર્ચે સારંગપુર બ્રિજ ફોર લેન બનાવવામાં આવશે. જે માટે રેલવે વિભાગ અને અને AMC 50-50% ખર્ચે ભોગવશે. જે અનુસંધાને AMC રાજ્ય સરકાર પાસેથી બ્રિજની ગ્રાન્ટ પણ માગશે.

Ahmedabad: કાલુપુર અને સારંગપુરમાં ટ્રાફિક સમસ્યા હળવી થશે! બે બ્રિજ તૈયાર થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં કાલુપુર અને સારંગપુર બ્રિજ નવા બનાવવા AMC દ્વારા નિર્ણય કરવામાં આવ્યો. 39 કરોડનાં ખર્ચે બંને બ્રિજ તૈયાર થશે. કાલુપુર બ્રિજ પર રહેલી 110 દુકાન અને બ્રિજ નીચેની વૈકલ્પિક દુકાનો તૂટશે. 2 વર્ષમાં બંને બ્રિજ તૈયાર થશે. રેલવે અને AMC સંયુક્ત રીતે બ્રિજ બનાવશે. કાલુપુર બ્રિજ 1940 અને સારંગપુર 1915માં બનાવવામાં આવ્યો હતો. કાલુપુર રેલવે સ્ટેશન નવીનીકરણ ચાલી રહ્યું છે. ત્યારે આસપાસ રહેલા આસપાસનાં બંને બ્રિજ પણ નવા બનાવવામાં આવશે.

400 કરોડના ખર્ચે તૈયાર થશે ફોર લેન બ્રિજ

અમદાવાદમાં રેલવે વિભાગ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સારંગપુર બ્રિજને 400 કરોડ રૂપિયા ખર્ચે ફોર લેન બનાવવાનો નિર્ણય લીધો છે. વર્તમાન સમયમાં જો કોઈ શહેરની મોટામાં મોટી સમસ્યા પૈકીની જો એક ગણીએ તો તે છે ટ્રાફિકની છે. વધતા વાહનો સામે સાંકડા બનતા રસ્તાઓના કારણે અમદાવાદ જેવા મેટ્રો શહેરની હાલત ટ્રાફિકના કારણે કથળી રહી છે. જ્યાં લોકો વાહન લઈને નીકળતા પહેલા ટ્રાફિકનો વિચાર કરે છે. ત્યારે કેટલાક અંશે વહીવટી તંત્ર પણ આ સમસ્યાને હલ કરવા પ્રયત્ન પણ કરે છે. ત્યારે અમદાવાદના કાલુપુર અને સારંગપુર વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

સારંગપુર બ્રિજને ફોર લેન બનાવવાનો નિર્ણય લેવાયો

રેલવે વિભાગ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સારંગપુર બ્રિજને ફોર લેન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 400 કરોડ રૂપિયા ખર્ચે સારંગપુર બ્રિજ ફોર લેન બનાવવામાં આવશે. જે માટે રેલવે વિભાગ અને અને AMC 50-50% ખર્ચે ભોગવશે. જે અનુસંધાને AMC રાજ્ય સરકાર પાસેથી બ્રિજની ગ્રાન્ટ પણ માગશે.