Ahmedabad Rathyatra 2024 : ભગવાનના મોસાળમાં ભકતો પ્રસાદ લેવા ઉમટયા

સરસપુરમાં વર્ષોથી હજારો લોકો માટે પ્રસાદની કરાય છે વ્યવસ્થા 10થી વધારે પોળોમાં ભકતો માટે પ્રસાદ થયો છે તૈયાર ફૂલવડી અને મોહનથાળનો પ્રસાદ ભકતોને પિરસાસે સરસપુરમાં ટ્રક આવી પહોંચતા તેમાં અનેક ભક્તો પણ જોડાયા હોય છે તે સાથે જ લાખો ભક્તોને ભીડ સરસપુર ખાતે ઉમટી છે. આથી કોઈ ભક્ત સરસપુર ભગવાનના મોસાળથી ભૂખ્યા ન જાય તે માટે દરેક પોળના સ્વયંસેવકો સેવામાં જોડાયા છે અને ભોજન ગ્રહણ કરાવી રહ્યા છે. અંદાજે 2.5 લાખ ભાવિક ભકતો લેશે ભોજન પ્રસાદ 30 હજાર કિલો મોહનથાળ તૈયાર કરાયો 40 હજાર કિલો ફૂલવાડી તૈયાર કરાઈ 50 હજાર કિલો પૂરી તૈયાર કરાઈ 15 હજાર કિલો બટેકાનું શાક તૈયાર કરાયું 5 હાજર કિલો ખીચડી તૈયાર કરાઈ 5 હજાર લિટર કઢી તૈયાર કરાઈભકતોમાં અનેરો માહોલ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ ખુદ સામે ચાલીને તેમના ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નિકળે છે. ભગવાન વર્ષમાં એકવાર તેમના ભક્તોને દર્શન આપવા માટે આવે છે ત્યારે ભાવિ ભક્તોમાં ભગવાનને આવકારવા અનેરો થનગનાટ જોવા મળે છે. જગતના નાથ જ્યારે નગરચર્યાએ આવતા હોય ત્યારે તેમના ભક્તોનો આનંદ પણ ક્યાંય સમાતો નથી અને એક અનેરો ઉત્સાહ ભક્તોના ચહેરા પર જોવા મળે છે. સરસપુરમાં લુહાર શેરીમાં 46 વર્ષથી કાર્યરત છે મોટુ રસોડુ ભાવિ ભક્તોને પુરતી પ્રસાદી મળી રહે તે માટે રસોડાની શરૂઆત કરી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી રહી છે. તેમાં પણ મોસાળના મંદિર પાસે આવેલ લુહાર શેરીમાં સરસપુરનું સૌથી મોટું રસોડું છેલ્લા 46 વર્ષથી કાર્યરત છે. જ્યાં વિવિધ વાનગીઓ બનાવાઈ રહી છે. જે પ્રસાદી સ્વરૂપે રથયાત્રાના દિવસે લોકોને આપવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે સરસપુર ખાતે દોઢ લાખની આસપાસ હરિભક્તો ઉમટતા હોય છે. એટલે સ્વાભાવિક છે કે તેમના માટે તેટલી પ્રસાદી બનાવી થોડું અઘરું બને, પરંતુ સરસપુર વિસ્તારમાં વિવિધ પોળના લોકો એક સંપ થઈને આ કાર્ય ઉપાડે છે. વિવિધ પોળમાં વિવિધ રસોડાઓ શરૂ કરીને અલગ અલગ રસોડા ઉપર વિવિધ વાનગીઓ બનાવીને હરી ભક્તોને પ્રસાદી પૂરી પડી રહે તે માટેનું આયોજન કરાય છે. 14 પોળોમાં ધમધમે છે રસોડા સરસપુર ખાતે 14 થી પણ વધારે પોળોમાં રસોડા શરૂ કરાયા છે. જેમાં ક્યાંક પૂરી, ક્યાંક શાક, ક્યાંક ખીચડી, કઢી, ફૂલવડી, બુંદી, મોહનથાળ જેવી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી રહી છે. આ કાર્ય લોકો આજકાલના નહીં પરંતુ વર્ષોથી કરતા આવ્યા છે. જ્યાં પોળના લોકો એક સંપ થઈને આ કાર્યમાં જોડાય છે અને જરૂર પડે ત્યાં બહારથી મજૂરો બોલાવીને પણ તેમના કાર્યને પૂર્ણ કરાય છે. જેથી કરીને મોસાળમાં ઉમટનારી હરિભક્તોની સંખ્યાને પ્રસાદીમાં કોઈપણ પ્રકારની ઉણપ ન રહે. 

Ahmedabad Rathyatra 2024 : ભગવાનના મોસાળમાં ભકતો પ્રસાદ લેવા ઉમટયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સરસપુરમાં વર્ષોથી હજારો લોકો માટે પ્રસાદની કરાય છે વ્યવસ્થા
  • 10થી વધારે પોળોમાં ભકતો માટે પ્રસાદ થયો છે તૈયાર
  • ફૂલવડી અને મોહનથાળનો પ્રસાદ ભકતોને પિરસાસે

સરસપુરમાં ટ્રક આવી પહોંચતા તેમાં અનેક ભક્તો પણ જોડાયા હોય છે તે સાથે જ લાખો ભક્તોને ભીડ સરસપુર ખાતે ઉમટી છે. આથી કોઈ ભક્ત સરસપુર ભગવાનના મોસાળથી ભૂખ્યા ન જાય તે માટે દરેક પોળના સ્વયંસેવકો સેવામાં જોડાયા છે અને ભોજન ગ્રહણ કરાવી રહ્યા છે.

અંદાજે 2.5 લાખ ભાવિક ભકતો લેશે ભોજન પ્રસાદ

30 હજાર કિલો મોહનથાળ તૈયાર કરાયો

40 હજાર કિલો ફૂલવાડી તૈયાર કરાઈ

50 હજાર કિલો પૂરી તૈયાર કરાઈ

15 હજાર કિલો બટેકાનું શાક તૈયાર કરાયું

5 હાજર કિલો ખીચડી તૈયાર કરાઈ

5 હજાર લિટર કઢી તૈયાર કરાઈ

ભકતોમાં અનેરો માહોલ

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ ખુદ સામે ચાલીને તેમના ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નિકળે છે. ભગવાન વર્ષમાં એકવાર તેમના ભક્તોને દર્શન આપવા માટે આવે છે ત્યારે ભાવિ ભક્તોમાં ભગવાનને આવકારવા અનેરો થનગનાટ જોવા મળે છે. જગતના નાથ જ્યારે નગરચર્યાએ આવતા હોય ત્યારે તેમના ભક્તોનો આનંદ પણ ક્યાંય સમાતો નથી અને એક અનેરો ઉત્સાહ ભક્તોના ચહેરા પર જોવા મળે છે.

સરસપુરમાં લુહાર શેરીમાં 46 વર્ષથી કાર્યરત છે મોટુ રસોડુ

ભાવિ ભક્તોને પુરતી પ્રસાદી મળી રહે તે માટે રસોડાની શરૂઆત કરી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી રહી છે. તેમાં પણ મોસાળના મંદિર પાસે આવેલ લુહાર શેરીમાં સરસપુરનું સૌથી મોટું રસોડું છેલ્લા 46 વર્ષથી કાર્યરત છે. જ્યાં વિવિધ વાનગીઓ બનાવાઈ રહી છે. જે પ્રસાદી સ્વરૂપે રથયાત્રાના દિવસે લોકોને આપવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે સરસપુર ખાતે દોઢ લાખની આસપાસ હરિભક્તો ઉમટતા હોય છે. એટલે સ્વાભાવિક છે કે તેમના માટે તેટલી પ્રસાદી બનાવી થોડું અઘરું બને, પરંતુ સરસપુર વિસ્તારમાં વિવિધ પોળના લોકો એક સંપ થઈને આ કાર્ય ઉપાડે છે. વિવિધ પોળમાં વિવિધ રસોડાઓ શરૂ કરીને અલગ અલગ રસોડા ઉપર વિવિધ વાનગીઓ બનાવીને હરી ભક્તોને પ્રસાદી પૂરી પડી રહે તે માટેનું આયોજન કરાય છે.

14 પોળોમાં ધમધમે છે રસોડા

સરસપુર ખાતે 14 થી પણ વધારે પોળોમાં રસોડા શરૂ કરાયા છે. જેમાં ક્યાંક પૂરી, ક્યાંક શાક, ક્યાંક ખીચડી, કઢી, ફૂલવડી, બુંદી, મોહનથાળ જેવી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી રહી છે. આ કાર્ય લોકો આજકાલના નહીં પરંતુ વર્ષોથી કરતા આવ્યા છે. જ્યાં પોળના લોકો એક સંપ થઈને આ કાર્યમાં જોડાય છે અને જરૂર પડે ત્યાં બહારથી મજૂરો બોલાવીને પણ તેમના કાર્યને પૂર્ણ કરાય છે. જેથી કરીને મોસાળમાં ઉમટનારી હરિભક્તોની સંખ્યાને પ્રસાદીમાં કોઈપણ પ્રકારની ઉણપ ન રહે.