Ahmedabad News: છેલ્લા ત્રણ દિવસથી સર્વર ખોટકાતા RTOમાં વાહનોની દોઢ લાખ અરજી અટવાઈ

May 14, 2026 - 13:00
Ahmedabad News: છેલ્લા ત્રણ દિવસથી સર્વર ખોટકાતા RTOમાં વાહનોની દોઢ લાખ અરજી અટવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ સહિત રાજ્યભરની RTO કચેરીઓમાં છેલ્લા ત્રણ દિવસથી સર્વર ખોટકવાના લીધે જૂના-નવા વાહનોની દોઢ લાખ અરજીઓ અટકી પડી છે.રાજ્યની 39 RTOમાં જૂના વાહન ટ્રાન્સફર, વાહન પર લોન દાખલ, લોન કેન્સલ, અન્ય રાજ્યના વાહનો સહિત નવા વાહનોની રોજની સરેરાશ 1500 અરજીઓ આવે છે. સર્વર વારંવાર ચાલુ-બંધ થવાને કારણે વાહન ડીલરો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.NIC, વાહનવ્યવહાર વિભાગ અને RTOના વાંકે જનતા પરેશાન હોવા છતાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ ચૂપકિદી સેવી રહ્યા છે.

ટુ-વ્હીલર કે કારનું રજિસ્ટ્રેશન થઈ શકતું નથી

નવી કારનું રજિસ્ટ્રેશન અને RTO પ્રક્રિયા અટકી પડતા કરોડોનું ટર્નઓવર પણ ખોરવાતા અમદાવાદ સહિત ગુજરાતના 4000 ડીલરોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યના વાહન ડીલરોએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, અમદાવાદના નાના-મોટા 400 મળી રાજ્યના 4000થી વધુ વાહન ડીલરો હાલ લાચારી અનુભવી રહ્યા છે. ગ્રાહકો પાસેથી એડવાન્સ પેમેન્ટ લીધા હોવા છતાં સર્વર ઠપ્પ હોવાથી ઓનલાઈન ફી ભરી શકાતી નથી કે નવા ટુ-વ્હીલર કે કારનું રજિસ્ટ્રેશન થઈ શકતું નથી. હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) વગર વાહન રસ્તા પર ઉતારી શકાતું નથી જેના કારણે વાહનોનો ખડકલો થઈ રહ્યો છે.

પોકળ આશ્વાસનો આપવામાં આવે છે

ડીલર એસોસિએશનના સભ્યોના જણાવ્યા મુજબ,એક વાર ડેટા એન્ટ્રી કર્યા બાદ સર્વર હેંગ થઈ જતા ઘણાં ડીલરોના કર્મચારીઓએ મોડી રાત સુધી ફરીથી એ જ મહેનત કરવી પડે છે.RTO કચેરીઓમાં વારંવાર રજૂઆત કરવા છતાં માત્ર 'ટૂંક સમયમાં સુધારો થશે' તેવા પોકળ આશ્વાસનો આપવામાં આવે છે.NIC (નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર) ના સર્વરમાં ખામી છે કે સ્થાનિક લેવલે, તે સ્પષ્ટ થતું નથી.સર્વરની સમસ્યાને લઈને વાહન ડીલરો હોય કે RTOના અધિકારીઓ, કોઈ સહન કરી શકતા નથી અને જાહેરમાં બોલી શકતા પણ નથી.

કર્મચારીઓ પણ આ ટેકનિકલ ખામીથી કંટાળ્યા

RTOના કર્મચારીઓ પણ આ ટેકનિકલ ખામીથી કંટાળી ગયા છે.સર્વરમાં લોગઈન કરવા માટે 10 વખત OTP નાખવા પડે છે ત્યારે માંડ લોગઈન થાય છે.એક તરફ કામનું ભારણ અને બીજી તરફ અરજદારોનો ગુસ્સો, આ બંને વચ્ચે કર્મચારીઓ સેન્ડવીચ બની રહ્યા છે. બુધવારે સવારે અમદાવાદ RTOમાં વાહન ટ્રાન્સફરની અરજી બાબતે અરજદાર અને કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલીના દૃશ્યો પણ સર્જાયા હતા. ઉનાળાની વેકેશન સીઝન ચાલતી હોવાથી ટૂરિસ્ટ વાહનોની માંગ વધુ છે. જોકે, સર્વર ખોટકાયેલું હોવાથી ટ્રાન્સપોર્ટરો નવી પરમિટ કઢાવી શકતા નથી. પરિણામે, પ્રવાસીઓ અન્ય વિકલ્પો પસંદ કરી રહ્યા છે, જેનાથી સ્થાનિક ટ્રાન્સપોર્ટ વ્યવસાયને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.


આ પણ વાંચોઃ Gandhinagar: સરિતા ઉદ્યાન પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, ક્રિકેટ રમી પરત ફરતા 4 યુવકો લોહીલુહાણ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0