Ahmedabad News: કોમનવેલ્થ ગેમ્સના યજમાન અમદાવાદમાં કરોડોના આંધણ પછી પણ સાયકલ ટ્રેક ગાયબ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દીર્ઘદૃષ્ટિ વગર કરવામાં આવેલા આયોજનના કારણે વર્ષ 2030ના કોમનવેલ્થ ગેમ્સના યજમાન શહેરમાં બે દાયકામાં રૂપિયા 22 કરોડથી વધુના આંધણ પછી પણ સાયકલ ટ્રેક અદૃશ્ય થઈ ગયેલા જોવા મળે છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના માય બાઈક થીમ હેઠળના પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં અર્બજન મંડળ ક્રોસરોડ અને મ્યુનિ.ની દાણાપીઠ કચેરી જેવા એકાદ-બે સ્થળે ગણીગાંઠી સંખ્યામાં ક્યાંક સાયકલો દેખાય છે.
લાંબા સાયકલ કોરિડોરને હટાવી દેવામાં આવ્યો
સેવ પેટ્રોલની સુફિયાણી સલાહ આપતા ભાજપ અને કોંગ્રેસના કોઈ કોર્પોરેટર સાયકલનો ઉપયોગ કરતા જોવા મળ્યા નથી.વર્ષ 2014થી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિકની સમસ્યા,બ્રિજ અને મેટ્રોના બાંધકામ તથા દબાણોના નામે બી.આર.ટી.એસ.ટ્રેક સાથેના લાંબા સાયકલ કોરિડોરને હટાવી દેવામાં આવ્યો છે.સેવ પેટ્રોલની સુફિયાણી સલાહ આપતા ભાજપ અને કોંગ્રેસના કોઈ કોર્પોરેટર સાયકલ લઈને કોર્પોરેશનની મુખ્ય કચેરી સુધી પહોંચતા હોવાનું જોવા મળ્યું નથી.
સાયકલ ટ્રેક બનાવવા ક્યારે કેટલો ખર્ચ કરાયો?
132 ફૂટ રિંગ રોડ ઉપર કેશવબાગથી જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ થઈ આઈ.આઈ.એમ. ચાર રસ્તા સુધી અંદાજે 10 કરોડથી વધુના ખર્ચથી સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત બોડકદેવ, આનંદનગર, જજીસ બંગલો રોડ, પ્રહલાદનગર જેવા વિસ્તારોમાં અલગથી અંદાજે રૂપિયા 5.50 કરોડના ખર્ચથી સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યા હતા.કેન્દ્ર સરકારની અમૃત યોજના હેઠળ પાંચ અલગ-અલગ રૂટ કે જેમાં ઉસ્માનપુરાથી ગુજરાત યુનિવર્સિટી,શ્યામલ જંક્શનથી પ્રહલાદનગર ગાર્ડન, વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગથી સ્ટારબજાર બી.આર.ટી.એસ. ક્રોસિંગ વગેરે રૂટ ઉપર આશરે 17 કિલોમીટરનો લાંબો સાયકલ ટ્રેક બનાવવા રૂ.6.99 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ Panchmahal : શહેરા કેશવ ગ્રાઉન્ડ ખાતે જનજાતિય ગૌરવ દિવસની આજે ઉજવણી થશે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

