Ahmedabad News : CCTV અને AI ટેકનોલોજીથી કેવી રીતે રખડતા ઢોરના માલિકની ઓળખ કરાશે, જાણો શું છે આખી પ્રક્રિયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના શહેરોને સ્માર્ટ બનાવવા માટે રાજ્ય સરકાર આધુનિક ટેક્નોલોજી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ઉપયોગને પ્રાથમિકતા આપી રહી છે.ગાંધીનગરમાં AI સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કર્યા બાદ આ ટેક્નોલોજીને રાજ્યના શાસનમાં સમાવિષ્ટ કરીને નાગરિક સેવા વિતરણને સમૃદ્ધ બનાવવના પ્રસાયો કરવામાં આવી રહ્યા છે.આ દિશામાં આગળ વધતા અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારને આવરી લેતી સમસ્યા માટે એક મહત્વપૂર્ણ પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેના લીધે આવનારા દિવસોમાં રખડતા પશુઓના લીધે પેદા થતી સમસ્યાઓનું સમાધાન લાવવામાં વધુ સરળતા રહેશે.
સ્કેન થયેલી ઈમેજ સાથે પશુના માલિકની વિગતો જોડાશે
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા રખડતા ઢોર પર અંકુશ મેળવવા માટે AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં AMC દ્વારા સ્માર્ટ સિટી કંટ્રોલ રૂમના 130 કેમેરાના માધ્યમથી રખડતા ઢોરનું મોનિટરિંગ કરવામાં આવે છે. આ તમામ કેમેરામાં ટૂંક સમયમાં સેન્સર લગાવામાં આવશે. જેના આધારે રોડ પર કોઈ પશુ દેખાશે તો તે સ્કેનરમાં સ્કેન થશે અને તેનો ડેટા જનરેટ કરશે. AMC પાસે હાલમાં નોંધાયેલા પશુઓનો ડેટા અને ઈમેજ છે. જેના આધારે પશુના નાકની ઈમેજ અને સ્કેન થયેલી ઈમેજ સાથે પશુના માલિકની વિગતો જોડાશે.
ઢોરમાં નાકની ઈમેજ યુનિક હોય છે
સામાન્ય રીતે માણસોમાં જેમ ફિંગર પ્રિન્ટ યુનિક હોય તે રીતે ઢોરમાં નાકની ઈમેજ યુનિક હોય છે. જેથી આ ઈમેજનો ડેટા એકત્ર કરી તેની સાથે પશુ માલિકની વિગતો જોડી દેવામાં આવશે. ત્યાર બાદ જો પશુ રોડ પર દેખાશે તો તરત જ તેનું નોટિફિકેશન અને ઈમેજ પશુ માલિકના ડેટાનો મેસેજ મળશે. જેથી AMC સીએનસીડી વિભાગના કર્મચારીઓ સીધા જ પશુ માલિક પાસે જઈ તેની સામે કાર્યવાહી કરશે. શહેરમાં અત્યાર સુધીમાં સીસીટીવી ઈમેજના આધારે જે તે વિસ્તારમાં જઈને પશુને શોધવાની કામગીરી થાય છે. જો પશુ મળે તો તેના માલિક સુધી પહોંચી કાર્યવાહી કરવામાં આવે છે. જેથી હવે આ ટેક્નોલોજીથી તત્કાલ કાર્યવાહી થઈ શકશે.
આ પણ વાંચોઃ Daman: ભરચક બજારમાં દીપડાની લટાર, ત્રીજા માળે ઘૂસી જતાં અફરાતફરી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

