Ahmedabad News : હોટલની આડમાં ચાલતું ગેરકાયદે કાળું નેટવર્ક બેનકાબ, બાંગ્લાદેશી અને પશ્ચિમ બંગાળની મહિલાઓ પકડાઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચે કડક રૂખ અપનાવ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચાલતી ગેરકાયદે અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે મોટો સપાટો બોલાવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમો દ્વારા એકસાથે 35 થી વધુ હોટલો અને ગેસ્ટ હાઉસ પર તપાસ અને દરોડા નું વિશાળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસની આ અણધારી અને વ્યાપક કાર્યવાહીથી હોટલ સંચાલકો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.
50 થી વધુ શંકાસ્પદ મહિલાઓની અટકાયત
આ સઘન સર્ચ ઓપરેશન દરમિયાન હોટલોમાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી 50 થી વધુ શંકાસ્પદ મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આ નેટવર્કમાં પશ્ચિમ બંગાળ તેમજ સરહદ પારથી ગેરકાયદે રીતે આવેલી બાંગ્લાદેશી મહિલાઓ પણ મોટા પ્રમાણમાં સામેલ છે. ખાસ કરીને જશોદાનગર, નરોડા અને CTM-બાપુનગર વિસ્તાર ની હોટલો પોલીસના મુખ્ય રડાર પર હતી, જ્યાં લાંબા સમયથી આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમી મળી હતી.
હોટલ સંચાલકો ફરાર, દસ્તાવેજોની ચકાસણી અને કાનૂની કાર્યવાહી શરૂ
પોલીસ દરોડાની ભનક લાગતા જ મોટાભાગના હોટલ સંચાલકો અને મેનેજરો પોલીસના હાથમાં ન આવવા માટે સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અટકાયતમાં લેવાયેલી મહિલાઓના પાસપોર્ટ, આધાર કાર્ડ અને અન્ય ઓળખ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે જેથી તેઓ કઈ રીતે શહેરમાં આવ્યા અને આ માનવ તસ્કરી (Human Trafficking) પાછળ કોણ સંડોવાયેલું છે તેની કડીઓ મેળવી શકાય. ફરાર સંચાલકોને ઝડપી પાડવા માટે પણ પોલીસે વિશેષ ટીમો કામે લગાડી છે.
આ પણ વાંચો : Ahmedabad ડ્રગ્સ કેસમાં EDનો સપાટો, ગુજરાત અને મુંબઈમાં એકસાથે 11 સ્થળોએ ભવ્ય સર્ચ ઓપરેશન!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

