Ahmedabad News: સપ્તનદીના પવિત્ર સંગમસ્થાને વૌઠાના મેળાની રોનક જામી, મનોરંજનની રાઇડ્સો અને બજારોમાં ધમધમાટ

Nov 23, 2026 - 16:30
Ahmedabad News: સપ્તનદીના પવિત્ર સંગમસ્થાને વૌઠાના મેળાની રોનક જામી, મનોરંજનની રાઇડ્સો અને બજારોમાં ધમધમાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ગત 20 નવેમ્બરથી વૌઠાના મેળાનો પ્રારંભ થયો છે. આ મેળો 25 નવેમ્બર સુધી ચાલવાનો છે. તેમાં પશુ વેપાર, ધાર્મિક આસ્થા, લોક સંસ્કૃતિ અને મનોરંજન પણ સામેલ છે. આ મેળો ખાસ કરીને ગધેડા અને ઊંટના વેપાર માટે પણ દેશભરમાં જાણીતો છે. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને વૌઠાના મેળાનું ઉદ્ઘાટન થયું હતું. આ મેળામાં ઉભા કરવામાં આવેલા તંબુ, વિવિધ રાઈડ્સ, લોકડાયરા, ભજન મંડળી અને રંગબેરંગી રોશની સહિત પરંપરાગત ખાણીપીણી પણ મોટું આકર્ષણ છે. 

ઐતિહાસિક લોકમેળામાં અદભુત આકર્ષણ જોવા મળી રહ્યું છે

ધોળકા તાલુકાના વૌઠા ખાતે ભરાતા સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક લોકમેળામાં અદભુત આકર્ષણ જોવા મળી રહ્યું છે.સપ્તનદીના પવિત્ર સંગમસ્થાને આયોજિત આ મેળામાં આસપાસના વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે.ચકલેશ્વર મહાદેવના વિશાળ પટાંગણમાં ભક્તો અને મુલાકાતીઓની ભારે ભીડ એકત્ર થઈ છે.પવિત્ર સંગમ સ્થળની આધ્યાત્મિક મહત્તા વચ્ચે ભક્તિ,શ્રદ્ધા અને ઉત્સવપ્રિયતાનો ત્રિવેણી સંગમ રચાયો છે.લોકો શ્રદ્ધાપૂર્વક દર્શન કરીને મેળો માણવાનો અનેરો આનંદ મેળવી રહ્યા છે.આ ઐતિહાસિક લોકમેળામાં શ્રદ્ધાની સાથે સાથે મનોરંજનનું પણ સુંદર વાતાવરણ નિર્માણ થયું છે જેના કારણે સમસ્ત મેળો હર્ષોલ્લાસ સાથે જીવંત બન્યો છે.મેળાના સમગ્ર પરિસરમાં મનોરંજનની અનેક નાનીમોટી રાઇડ્સો ધમધમી રહી છે.

વૌઠા પરિસર રાત્રિના સમયે ઝળહળતું જોવા મળ્યું 

રાઇડ્સની રંગબેરંગી લાઈટોથી સમગ્ર વૌઠા પરિસર રાત્રિના સમયે ઝળહળતું જોવા મળ્યું હતું.આકાશમાંથી ડ્રોન કેમેરા દ્વારા લેવાયેલા નજારામાં મેળાનું દ્રશ્ય અત્યંત મનમોહક અને નયનરમ્ય ભાસતું હતું.ઝગમગતી રોશની વચ્ચે ફરતી વિવિધ રાઇડ્સોમાં બેસીને બાળકો અને યુવાનો ભારે રોમાંચનો અનુભવ કરી રહ્યા છે.પરિવારજનો સાથે મેળાની મોજ માણવા આવેલા લોકો મનોરંજનના સાધનોનો ભરપૂર આનંદ ઉઠાવી રહ્યા છે.રાઇડ્સની ચકડોળ અને લાઇટોના પ્રકાશથી મેળાની રોનકમાં અનેકગણો વધારો થયો છે.ડ્રોન કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યો મેળાની ભવ્યતા અને લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે.આ ઉપરાંત મેળામાં રચાયેલા વિવિધ બજારોમાં પણ ભારે ધમધમાટ અને ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે.સ્વાદિષ્ટ ખાણીપીણીના સ્ટોલ્સ અને રમકડાંના બજારોમાં લોકોની ભારે ચહલપહલ જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ Sabarkantha: સાબર ડેરીમાં કરોડોની ગેરરીતિના આક્ષેપ, પશુપાલકો પહોંચ્યા સચિવાલય, વહીવટદાર નીમવાની માંગ



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0