Ahmedabad News: નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઇ શાળા સંચાલક મંડળની સરકાર સામે નારાજગી!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા બાબતે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય ગઈ કાલે લેવામાં આવ્યો હતો. આ નિર્ણયમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, ધો.1થી 12માં શિક્ષકોની ઘટ નિવારવા માટે વચગાળાની વ્યવસ્થા રૂપે 62 વર્ષથી વધુ ઉંમરના હોય તેવા નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઇ શાળા સંચાલક મંડળે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાતમાં એક તરફ શિક્ષકોની ભરતી મુદ્દે સરકાર સામે ઉમેદવારો આંદોલનો કરી રહ્યાં છે. અને સરકાર નિવૃત શિક્ષકોની ભરતીની વાત કરે છે. આથી શાળા સંચાલક મંડળે બેરોજગાર શિક્ષકોની ભરતી કરવા પત્ર લખી માંગ કરી હતી.
નિવૃત્ત શિક્ષકની ભારતી અંગે સામે આવી નારાજગી
શાળા સંચાલક મંડળે સરકાર સામે નારાજગી દર્શાવી છે. શાળા સંચાલક મંડળે સરકારને પત્ર લખી રજૂઆત કરી છે કે, નિવૃત્ત શિક્ષકના સ્થાને બેરોજગાર શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરી છે. 2011 પછી કાયમી શિક્ષકોની ભરતી થઈ જ નથી અને સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકો અને જ્ઞાન સહાયકો ભરતી કરવામાં આવે છે. પરંતુ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. નિવૃત્ત શિક્ષક આવે તે આનંદની વાત છે પણ બેરોજગાર શિક્ષકોની ભરતી થવી જોઈએ. રાજ્યમાં ભરતી કરવા માટે ફોર્મ ભરવામાં આવે છે, પરંતુ રાજ્યમાં જેટલી ઘટ છે તેટલા શિક્ષકોની ભરતી કરવામાં ન આવતા બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે.
શાળા સંચાલક મંડળ પ્રમુખ ભાસ્કર પટેલનું નિવેદન
શાળા સંચાલક મંડળ પ્રમુખ ભાસ્કર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લા વાઈસ બેરોજગાર શિક્ષકોનું લિસ્ટ બનાવી ભરતી કરવામાં આવે, જ્ઞાન સહાયક તરીકે જે તે જિલ્લાના શિક્ષકને પોતાના જિલ્લામાં જ નોકરી આપવામાં આવે, 11 મહિના માટે કોઈ શિક્ષક દૂરના જિલ્લામાં જવા માટે તૈયાર થતા નથી માટે જિલ્લામાં જ ભારતી થાય તો શિક્ષકો નોકરી જવા તૈયાર છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી બાબતે બેરોજગાર શિક્ષકો, વાલીઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર માંગણી કરવામાં આવી રહી છે આથી ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા કથળી રહી છે.
What's Your Reaction?






