Ahmedabad News : નિતિન નવીનની નવી ટીમની પ્રથમ બેઠક, ગુજરાતથી ડેપ્યુટી CM હર્ષ સંઘવી રહેશે ઉપસ્થિત

Aug 21, 2026 - 21:00
Ahmedabad News : નિતિન નવીનની નવી ટીમની પ્રથમ બેઠક, ગુજરાતથી ડેપ્યુટી CM હર્ષ સંઘવી રહેશે ઉપસ્થિત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાજપના રાષ્ટ્રીય હોદ્દેદાર નીતિન નવીનની નવી ટીમની રચના બાદ આવતીકાલે પ્રથમ મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ભાજપ સંગઠનના તમામ નવનિયુક્ત હોદ્દેદારો અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે. આ પ્રથમ બેઠક મુખ્યત્વે નવનિયુક્ત પદાધિકારીઓની પરસ્પર પરિચય બેઠક તરીકે યોજવામાં આવશે, જેમાં સંગઠનની આગામી કાર્યશૈલી અને દેશભરમાં સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવા માટે પ્રાથમિક ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રહેશે ઉપસ્થિત

આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશના દરેક રાજ્યના પ્રદેશ પ્રમુખો (અધ્યક્ષો) તેમજ સંગઠન મહામંત્રીઓ ખાસ હાજર રહેશે. આ ઉપરાંત, જે રાજ્યોમાં ભાજપની સરકાર છે તે તમામ રાજ્યોમાંથી સરકારના એક ખાસ પ્રતિનિધિને હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. ગુજરાત સરકાર તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ ખાસ બેઠકમાં ઉપસ્થિત રહીને રાજ્ય સરકાર અને સંગઠન વચ્ચેના સમન્વય અંગે પ્રતિનિધિત્વ કરશે.

પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી અંગે મંથન

પરિચય બેઠક પૂર્ણ થયા બાદ દેશભરમાં યોજાનારા વિશેષ કાર્યક્રમો સંદર્ભે વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવશે. PM નરેન્દ્ર મોદીના આગામી જન્મદિવસ તેમજ તેમના જાહેર જીવનમાં સફળતાપૂર્વક 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દેશભરમાં વ્યાપક સ્તરે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે દેશના તમામ રાજ્યો અને જિલ્લાઓમાં વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કેવી રીતે કરવું તે અંગે આ બેઠકમાં વિસ્તૃત રોડમેપ તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો : Gandhinagar News : ચોમાસામાં ગાંધીનગરના 6.5 કિમી રસ્તા બિસ્માર, રૂ.66 લાખના રિપેરિંગ કામને મંજૂરી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0