Ahmedabad News: નરોડા સબ-રજિસ્ટ્રાર કચેરીમાં રૂ. 2.50 લાખની લાંચ લેતા 4 ઝડપાયા, વોટ્સએપ કોલથી કર્યું હતું સેટિંગ!

May 5, 2026 - 01:30
Ahmedabad News: નરોડા સબ-રજિસ્ટ્રાર કચેરીમાં રૂ. 2.50 લાખની લાંચ લેતા 4 ઝડપાયા, વોટ્સએપ કોલથી કર્યું હતું સેટિંગ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ અમદાવાદમાં વધુ એક સફળ ટ્રેપ ગોઠવીને લાંચિયા સરકારી બાબુઓની ઊંઘ હરામ કરી દીધી છે. અમદાવાદની નરોડા-6 સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજના કામ અર્થે લાંચની માંગણી કરનાર સબ રજિસ્ટ્રાર સહિત ચાર શખ્સોને ACB એ રૂ. 2.50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

સમગ્ર ઘટનાક્રમ

મળતી માહિતી મુજબ, દસ્તાવેજ સંબંધિત કામકાજ માટે આરોપીઓએ કુલ રૂ. 2.50 લાખની લાંચની માંગણી કરી હતી. આ સોદો નક્કી કરવા માટે આરોપીઓએ વોટ્સએપ કોલનો ઉપયોગ કર્યો હતો, જેથી પકડાઈ ન જવાય. અગાઉ ટોકન અનલોક કરવાના બહાને પણ આરોપીઓએ રૂ. 35,000 પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.

કોણ કોણ ઝડપાયું?

ACB ના છટકામાં આકાશ અમૃતભાઇ દેસાઇ – સબ રજીસ્ટ્રાર, નરોડા-6 (વર્ગ-2 અધિકારી), જય બળદેવભાઇ આદિવાસી – સિક્કા ઓપરેટર, રહીલ શૈખ – સર્ચ ઓપરેટર અને નરેન્દ્ર ઉર્ફે સોનુ રામકરણ બોહરા – ખાનગી વ્યક્તિ (વચેટિયો) સકંજામાં આવ્યા છે.

ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા જ ACB ની ટીમે ત્રાટકીને તમામની ધરપકડ કરી હતી. ACB એ ઘટના સ્થળેથી લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી છે અને તમામ વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઓપરેશનથી સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો - DA Hike: સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0