Ahmedabad News: ટિકિટ નિરીક્ષકે ટ્રેનમાં રહી ગયેલી લેપટોપવાળી બેગ મુસાફરને પરત આપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પશ્ચિમ રેલ્વે પર અમદાવાદ મંડળના સમર્પિત કર્મચારીઓ તેમના માનનીય ગ્રાહકોને સુખદ અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે હંમેશા આગળ રહે છે. અમદાવાદ મંડળમાં કાર્યરત શકીલ અહમદ ઉપ મુખ્ય ટિકિટ નિરીક્ષકે ઈમાનદારીનું ઉદાહરણ આપીને એક મુસાફર દ્વારા ટ્રેનમાં ભૂલથી મૂકાયેલ કિંમતી બેગ જેમાં એક લેપટોપ તથા અન્ય કિંમતી વસ્તુઓ હતી. જેની અંદાજિત કિંમત લગભગ 2 લાખ હતી. તે શોધીને સલામત રીતે મુસાફરને પરત આપી હતી.
બેગ સુરક્ષિત રીતે મુસાફરને પરત આપી
ગાડી સંખ્યા 09208માં કોચ નંબર A/1, બર્થ નંબર 30 પર મુસાફરી કરતા મુસાફર સંદીપ પંડ્યા જે અમદાવાદથી બોરીવલી જઈ રહ્યા હતા. પોતાની કાળી બેગ ટ્રેનમાં ભૂલી ગયા હતા.આ બેગ ફરજ પર કાર્યરત ઉપ મુખ્ય ટિકિટ નિરીક્ષક શકીલ અહમદને તપાસ દરમિયાન મળી હતી.તેમણે તાત્કાલિક કાર્યવાહી કરીને બેગ સુરક્ષિત રીતે મુસાફરને પરત આપી હતી. આ સરાહનીય કાર્ય બદલ મુસાફરે જણાવ્યું કે, હું શકીલ અહમદ Dy CTIનો દિલથી આભાર માનવા ઈચ્છું છું.
મુસાફરે ટીકિટ નિરીક્ષકનો આભાર માન્યો
મુસાફરે જણાવ્યું કે, તેમણે મારી હાલની ટ્રેન મુસાફરી દરમિયાન મારું લેપટોપ બેગ પરત આપવામાં જે મદદ કરી તે ખરેખર સરાહનીય છે.તેમના ઝડપી પ્રયત્નો માત્ર મારો કિંમતી સમય જ બચાવ્યો નથી.પરંતુ મને એક મોટી અસુવિધા અને ખર્ચથી પણ બચાવ્યો છે.હું તેમના મુસાફરો પ્રત્યેની જવાબદારીની ભાવના અને સમર્પણની સાચી પ્રશંસા કરું છું. તેમની સહાયતાથી ખરેખર મને ખૂબ મોટી મદદ કરી છે અને હું તેમના આ સહયોગ માટે હૃદયપૂર્વક આભારી છું.
What's Your Reaction?






