Ahmedabad News: ગોતામાં AMCના પ્લોટનું ભાડું ચૂકવ્યા વિના જ ચાર દિવસ ગરબા યોજાયા, આખરે સીલ મારી દેવાયુ

Oct 16, 2026 - 08:00
Ahmedabad News: ગોતામાં AMCના પ્લોટનું ભાડું ચૂકવ્યા વિના જ ચાર દિવસ ગરબા યોજાયા, આખરે સીલ મારી દેવાયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના ગોતા વોર્ડમાં જગતપુર-ગોતા રોડ પર આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં રૂ.41.84 લાખ ભર્યા વિના નિયમોનું ઉલ્લંઘન કરીને 4 દિવસ ગરબા રમાયા હોવાનું સામે આવતાં 15 ઓક્ટોબરના રોજ કોર્પોરેશન દ્વારા પ્લોટ સીલ કરી દેવામાં આવ્યો છે.ભાડું અને ડિપોઝિટ ચૂકવ્યા વગર આયોજન ચાલુ રહેતાં સંબંધિત મ્યુનિસિપલ અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી છે.ફાયર એનઓસીમાં ભાડાની પહોંચ જોવાતી નથી.એટલે એસ્ટેટ વિભાગની લાપરવાહી બહાર આવી છે.એસ્ટેટ વિભાગને બચાવવા ફાયર વિભાગ પર દોષનો ટોપલો નાંખી દેવાનો પ્રયાસ કરાઇ રહ્યો હોવાનું મનાય છે.પોલીસ ફરિયાદની પણ શક્યતા છે.

પ્લોટને સીલ કરવાની કામગીરી હાથ ધરી 

નવરાત્રિ દરમિયાન આ ગરબાના આયોજન માટે નક્કી કરાયેલું રૂપિયા 21 લાખનું ભાડું અને રૂપિયા 19 લાખની ડિપોઝિટ અને અન્ય ખર્ચ મળીને અંદાજે કુલ રૂપિયા 41.84 લાખની રકમ જમા કરાવવાની થતી હતી.જોકે, આયોજકો દ્વારા એક પણ રૂપિયો જમા કરાવવામાં આવ્યો ન હોવા છતાં સતત ચાર દિવસ સુધી ધામધૂમથી ગરબા ચાલુ રહ્યા હતા. 14 ઓક્ટોબરે આ ગેરરીતિ ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના ધ્યાને આવતાં જ, 15 ઓક્ટોબરે સવારે કોર્પોરેશનની ટીમે સ્થળ પર પહોંચીને પ્લોટને સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી.

આયોજકોને સ્થળનો ઉપયોગ કરવા કેવી રીતે દેવાયો

આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે,ગરબા પ્લોટની ફાળવણી ઓનલાઇન પ્રક્રિયા દ્વારા થાય છે અને નક્કી કરેલી નિયત રકમ ભર્યા બાદ જ મંજૂરી આપવાનો સ્પષ્ટ નિયમ છે.આ ઘટનાને પગલે એએમસીના એસ્ટેટ વિભાગની મધ્યસ્થ કચેરી, ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર અને ગોતા વોર્ડના ઇન્સ્પેક્ટરની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.નાણાં ચૂકવ્યા વગર આયોજકોને સ્થળનો ઉપયોગ કરવા કેવી રીતે દેવાયો અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરનાં કડક પગલાં લેવામાં આવશે?આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.પ્લોટના વપરાશ બદલ દંડ સહિતની રકમ વસૂલ કરવા અથવા પ્રોપર્ટી ટેક્સમાં બોજો દાખલ કરવાની પ્રક્રિયા હાથધરવામાં આવી છે.

આયોજક સામે પોલીસ ફરિયાદ થઈ શકે

આયોજકો દ્વારા ગરબાના પાસનું એડવાન્સ વેચાણ કરી દેવાયું હતું.મ્યુનિસિપલ પ્લોટની કાયદેસર મંજૂરી મેળવ્યા વિના જ જાહેર જનતાને ટિકિટ-પાસ વેચી દેવા એ ગંભીર છેતરપિંડી અને બેદરકારી છે.ગુરુવારે પ્લોટ સીલ થવાને કારણે જો ગરબાનું આયોજન નહીં થાય અને લોકોના નાણાં ફસાશે, તો સંબંધિત આયોજકો સામે છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ શકે છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: નવરાત્રિમાં ડીજેના ઘોંઘાટ સામે હાઈકોર્ટનો સરકારને સરપ્રાઈઝ ચેકિંગ કરવા કડક આદેશ




What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0