Ahmedabad News: અમદાવાદમાં કેટલો વરસાદ પડશે તેની આગાહી AMC કરશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુમાં અતિભારે વરસાદના કારણે ઊભી થતી પાણી ભરાવાની સમસ્યા અને ટ્રાફિક જામની સ્થિતિને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે.AMC દ્વારા શહેરમાં ટેકનોલોજીના માધ્યમથી પૂર્વ તૈયારીઓ કરવા માટે એક અત્યંત અદ્યતન રેઇન ફોરકાસ્ટિંગ સિસ્ટમનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે.આ સિસ્ટમની મદદથી ચોમાસા દરમિયાન ઇમરજન્સી મેનેજમેન્ટ વધુ સુદ્રઢ બનશે.
HPC ડેટાથી વરસાદનું અનુમાન
આ અદ્યતન સિસ્ટમ હેઠળ C-DAC એટલે કે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ પુણેના હાઈ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. આ ડેટાના આધારે પ્રિસિઝન વેધર ફોરકાસ્ટિંગ માટે જાણીતા વેધર રિસર્ચ એન્ડ ફોરકાસ્ટિંગ મોડલ આધારિત વરસાદની ચોક્કસ સ્થિતિ દર્શાવવામાં આવશે.આ સુવિધાના કારણે અમદાવાદ શહેરના દરેક વોર્ડ માટે અલગ-અલગ અને સચોટ વરસાદી આગાહી મેળવી શકાશે જે અત્યાર સુધી સમગ્ર શહેર માટે કોમન મળતી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

