Ahmedabad: ED એ SAGA ગ્રુપ પોન્ઝી સ્કીમ કેસમાં રૂ. 36 કરોડથી વધુની મિલકત જપ્ત કરી; 1 ની ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
SAGA ગ્રુપ દ્વારા ચલાવવામાં આવતા રાષ્ટ્રવ્યાપી પોન્ઝી સ્કીમમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મુંબઈ અને ભોપાલ સ્થિત વિવિધ ઠેકાણાઓ પર દરોડા પાડીને મોટા પાયે ગુનાહિત દસ્તાવેજો અને અસ્કયામતો જપ્ત કરી છે. ED ના જણાવ્યા અનુસાર, SAGA ગ્રુપે સામાન્ય રોકાણકારોને ટૂંકા સમયમાં પૈસા બમણા કે ત્રણ ગણા કરી આપવાની ગેરંટી આપીને રૂ. 10,000 કરોડથી વધુ રકમ એકત્ર કરી હતી.
ED દ્વારા મુંબઈ અને ભોપાલમાં SAGA ગ્રુપના ઠેકાણાઓ પર સર્ચ
રોકાણકારો પાસેથી ઉઘરાવેલા આ નાણાંનો ઉપયોગ કોઈ કાયદેસરના વ્યવસાયમાં કરવાના બદલે મુખ્ય સૂત્રધાર સમીર અગ્રવાલ અને તેના સહયોગીઓએ પોતાની વ્યક્તિગત સંપત્તિઓ ખરીદવામાં અને એજન્ટોને ઊંચું કમિશન ચૂકવવામાં કર્યો હતો. ED ની તપાસમાં અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, રોકાણકારોની આ રકમને ભારતમાં રાખવાના બદલે શેલ કંપનીઓનું જાળું ઊભું કરીને તથા હવાલા મારફતે દેશ અને વિદેશના વિવિધ ખાતાઓમાં ડાયવર્ટ કરવામાં આવી હતી.
રવિ શંકર તિવારીની ધરપકડ, સમીર અગ્રવાલ ફરાર
સર્ચ દરમિયાન રૂ. 1.53 કરોડની રોકડ, રૂ. 35 લાખનું વિદેશી ચલણ અને રૂ. 5.25 કરોડની કિંમતના સોનાના દાગીના તથા ચાંદીનો બુલિયન કબ્જે કરાયો છે. શેર, સિક્યુરિટીઝ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને LIC પોલિસીઓ મળીને રૂ. 30 કરોડથી વધુનું રોકાણ સીઝ કરાયું છે. આ ઉપરાંત 9 લક્ઝુરિયસ કારો પણ જપ્ત કરાઈ છે. આ કેસના મુખ્ય નિયંત્રક સમીર અગ્રવાલ દેશ છોડીને ફરાર થઈ ગયાનું સામે આવ્યું છે, જ્યારે તેના સહયોગી રવિ શંકર તિવારીની ED એ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: Bharuch: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મદદનીશ કમિશ્નર અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર 40 હજારની લાંચ લેતા ઝડપાયા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

