Ahmedabad: 2050 એકમોને નોટિસ, હવે દંડ થશે
શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) હસ્તકના સરદાર પટેલ રીંગરોડ ની સફાઇ અંગેની કામગીરી હાથધરી છે. રીંગરોડ અમદાવાદ પેરી અર્બન વિકાસ અંગેનુ મહત્વ પૂર્ણ અંગ પણ છે. જેથી રીંગરોડની સફાઇ નિયમિત થાય તે માટે વારંવાર ગંદકી કરતાં એકમો સામે કાર્યવાહી કરી દંડ વસુલવાનો બોર્ડ મિટિંગમાં નિર્ણય કરાયો છે.રૂપિયા 500થી લઇ 25 હજાર સુધીના દંડની જોગવાઇ કરાઇ છે. તાજેતરની બોર્ડ મિટીંગમાં નિર્ણય કરાયા બાદ દિવાળી પછી અમલ કરવાના બદલે ત્વરિત અમલ કરીને રીંગરોડની ફરતે ગંદકી ફેલાવતા અંદાજે 20250 એકમોને નોટિસ ફટકારાઇ છે. નોટિસ બાદ બોર્ડ દ્વારા હવે અલગ અલગ દંડ વસુલાશે. સુત્રો કહ્યું કે, ઔડાના રીંગરોડની ફરતે ગંદકી રહેતી હોવાની વ્યાપક ફરિયાદો મળતી હતી. પરંતુ ઔડા દ્વારા પગલાં જ ભરાતા નહતાં. રાજકીય દબાણ બાદ ઔડાની બોર્ડ મિટીંગમાં ત્વરિત નિર્ણય કરીને દંડનો અમલ દિવાળી પછી કરવાનો મૌખિક નિર્ણય કરાયો હતો. પરંતુ વર્તમાન ગંદકીને ધ્યાનમાં રાખી ત્વરિત કાર્યવાહી કરી નોટિસ ફટકારવાની શરુઆત કરી દેવાઇ છે. હાલ ઔડા પાસે મેન પાવર નથી. દંડ કેવી રીતે લેવો અને દંડ લીધા બાદ પહોંચ આપવા માટે પણ આયોજન નથી. આમ છતાં દંડની કાર્યવાહી શરુ કરી દેવાતા ઔડાના કેટલાક અધિકારીઓ મૂંઝવણમાં મુકાઇ ગયા છે. બીજીબાજુ નોટિસ આપવામાં આવતાં ગંદકી કરનાર વેપારીઓમાં પણ ફફડાટની લાગણી પ્રસરી ગઇ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -