Ahmedabad: 2025-26ના AMCના બજેટનું કદ રૂ.13,500 કરોડ જેટલું રહેવાની શક્યતા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 2025-26ના વર્ષનું ડ્રાફ્ટ બજેટ આવતીકાલે રજૂ કરવામાં આવશે. 2025ના વર્ષના અંતે AMCની ચૂંટણી યોજાનાર હોવાથી નવા કરવેરા લાદવામાં આવે તેવી શક્યતા નહિવત છે.AMC કમિશનર એમ. થેન્નારસન દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવનાર ડ્રાફ્ટ બજેટનું કદ રૂ. 13,500 કરોડ જેટલું રહેવાની શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2,070ના વર્ષ સુધી 'નેટ ઝીરો એમીશન'ના વિઝનને સાકાર કરવાની નેમ સાથે AMC દ્વારા 2025-26ના વર્ષના બજેટમાં પર્યાવરણલક્ષી પ્રોજેક્ટસ પર ભાર મૂકવાની શક્યતા છે. AMCના આવતીકાલે રજૂ થનારા ડ્રાફ્ટ બજેટમાં ક્લાઈમેટ ચેઈન્જ, રીન્યુએબલ અનર્જી પર ભાર મૂકવા, શહેરમાં વ્હાઈટ ટોપીંગ રોડ અને આઈકોનિક રોડમાં વધારો કરવા, શહેરમાં વધુ સ્થળે રેલવે અન્ડરપાસ અને ઓવરબ્રિજ બનાવવા સહિત શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા સુદ્રઢ બનાવવા પર ભાર મૂકવામાં આવે તેવી શક્યતા છે.સૂત્રોના જણાવ્યાનુસાર, શહેરના સાતેય ઝોનમાં અર્બન પ્લાઝા બનાવવામાં આવશે, હયાત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કેપેસિટી વધારવામાં આવશે, શહેરીજનોને પૂરતા પ્રેશરથી પાણી પૂરૂં પાડી શકાય તે માટે પાણીના પંપ અને લાઈનો સુધારવામાં આવશે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવાની નેમ સાથે ટ્રાફિક જંક્શનને અપગ્રેડ કરાશે, અદ્યતન બનાવાશે. નાગરિકોને અવરજવર કરવા માટે પબ્લીક ટ્રાન્સપોર્ટની સુવિધા મળી રહે તે માટે AMTSમાં વધુ 100 નવી બસોનો કાફલો ઉમેરાશે. શહેરીજનોને એક સ્થળેથી અન્ય સ્થળે જવા માટે AMTS, BRTS, મેટ્રોની સુવિધાનો લાભ મળે તે હેતુસર શહેરમાં ત્રણ જગ્યાએ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ ડેપવલ કરવામાં આવશે. નાગરિકોને વધુ સારી આરોગ્ય સુવિધા પૂરી પાડવા હેલ્થ સેન્ટરોને સુદ્રઢ બનાવવામાં આવશે તેમજ શારદાબેન અને LG હોસ્પિટલમાં અદ્યતન મેડિકલ સાધનો વસાવવામાં આવશે.

Ahmedabad: 2025-26ના AMCના બજેટનું કદ રૂ.13,500 કરોડ જેટલું રહેવાની શક્યતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 2025-26ના વર્ષનું ડ્રાફ્ટ બજેટ આવતીકાલે રજૂ કરવામાં આવશે. 2025ના વર્ષના અંતે AMCની ચૂંટણી યોજાનાર હોવાથી નવા કરવેરા લાદવામાં આવે તેવી શક્યતા નહિવત છે.AMC કમિશનર એમ. થેન્નારસન દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવનાર ડ્રાફ્ટ બજેટનું કદ રૂ. 13,500 કરોડ જેટલું રહેવાની શક્યતા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2,070ના વર્ષ સુધી 'નેટ ઝીરો એમીશન'ના વિઝનને સાકાર કરવાની નેમ સાથે AMC દ્વારા 2025-26ના વર્ષના બજેટમાં પર્યાવરણલક્ષી પ્રોજેક્ટસ પર ભાર મૂકવાની શક્યતા છે. AMCના આવતીકાલે રજૂ થનારા ડ્રાફ્ટ બજેટમાં ક્લાઈમેટ ચેઈન્જ, રીન્યુએબલ અનર્જી પર ભાર મૂકવા, શહેરમાં વ્હાઈટ ટોપીંગ રોડ અને આઈકોનિક રોડમાં વધારો કરવા, શહેરમાં વધુ સ્થળે રેલવે અન્ડરપાસ અને ઓવરબ્રિજ બનાવવા સહિત શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા સુદ્રઢ બનાવવા પર ભાર મૂકવામાં આવે તેવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, શહેરના સાતેય ઝોનમાં અર્બન પ્લાઝા બનાવવામાં આવશે, હયાત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કેપેસિટી વધારવામાં આવશે, શહેરીજનોને પૂરતા પ્રેશરથી પાણી પૂરૂં પાડી શકાય તે માટે પાણીના પંપ અને લાઈનો સુધારવામાં આવશે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવાની નેમ સાથે ટ્રાફિક જંક્શનને અપગ્રેડ કરાશે, અદ્યતન બનાવાશે. નાગરિકોને અવરજવર કરવા માટે પબ્લીક ટ્રાન્સપોર્ટની સુવિધા મળી રહે તે માટે AMTSમાં વધુ 100 નવી બસોનો કાફલો ઉમેરાશે. શહેરીજનોને એક સ્થળેથી અન્ય સ્થળે જવા માટે AMTS, BRTS, મેટ્રોની સુવિધાનો લાભ મળે તે હેતુસર શહેરમાં ત્રણ જગ્યાએ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ ડેપવલ કરવામાં આવશે. નાગરિકોને વધુ સારી આરોગ્ય સુવિધા પૂરી પાડવા હેલ્થ સેન્ટરોને સુદ્રઢ બનાવવામાં આવશે તેમજ શારદાબેન અને LG હોસ્પિટલમાં અદ્યતન મેડિકલ સાધનો વસાવવામાં આવશે.