Ahmedabad: 1,280 રૂપિયે કિલો ફાફડા વેચતા ઓશવાલનું કિચન ગંદકીથી લથબથ, સીલ કરાયું
આશ્રમ રોડ પર આવેલ જાણીતી ઓશવાલ દુકાનમાં મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા ચેકિંગ કરાતાં ગંદકીથી લથબથ જોવા મળ્યું હતું.આથી કિચનને સીલ મારી 20 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો. અહીં રસોડામાં જ્યાં ફાફડા અને જલેબી બનાવવામાં આવે છે તે જગ્યાએ કોઈ જાતની ચોખ્ખાઈ જોવા મળી ન હતી અનેઅતિશય દુર્ગંધ મારતી હતી. આખે આખી દીવાલો કાળી જોવા મળી હતી આથી તંત્ર દ્વારા યોગ્ય સફાઇ ન થાય ત્યાં સુધી રસોડું ચાલુ ન કરવા તાકીદ કરાઈ હતી. જોકે ઓશવાલના સંચાલકોએ સફાઈ કરીને દીવાલ ચોખ્ખી કરી દેવાયાના ફોટા અને વીડિયો ફૂડ વિભાગને મોકલી આપતા તેનું કિચન ખોલી નખાયું હતું. ઓશવાલના સંચાલકોએ આશ્રમ રોડ પર ફુટપાથ પર શેડ અને છાપરા બાંધીને ગેરકાયદે દબાણ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઓશવાલ એક કિલો જલેબીના 1,450 અને ફાફડાના 1,280 રૂપિયા ગ્રાહકો પાસેથી વસૂલે છે તેમ છતાં ગંદકીમાં ફાફડા જલેબી બનાવીને ગ્રાહકોને પીરસી રહ્યું છે. ફૂડમાંથી પથ્થર નીકળતા ડોસ બ્રોસ રેસ્ટોરાંને 10 હજાર દંડ સિંધુભવન રોડ પર આવેલી dos bros નામની રેસ્ટોરન્ટમાં ખાવાની ચીજ વસ્તુમાંથી પથ્થર નીકળ્યો હોવાની ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો. આ બાબતને ધ્યાનમાં લઈને AMC ફ્રૂડ વિભાગ દ્વારા dos bros નામની રેસ્ટોરન્ટને રૂ.10,000ની પેનલ્ટી કરવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -