Ahmedabad: સ્વાઈન ફ્લૂના કેસ બમણાં થયા, ડેન્ગ્યૂના 684, વાઇરલ ઈન્ફેક્શનના 8,641 દર્દી

શહેરમાં સ્વાઈન ફલૂના કેસ વકરી રહ્યા છે, સિવિલ અને સોલા સિવિલમાં ઓગસ્ટમાં 17 પોઝિટિવ કેસ હતા, જોકે સપ્ટેમ્બરમાં આ બંને હોસ્પિટલમાં 36 કેસ આવ્યા છે, બંને હોસ્પિટલમાં સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના 864 તેમજ વાઈરલના 8641 દર્દી નોંધાયા છે. સ્વાઈન ફલૂના કેસ બમણાં થયા છે. સોલા સિવિલમાં સપ્ટેમ્બરમાં સ્વાઈનના 25 અને સિવિલમાં 7 કેસ છે, ગત ઓગસ્ટમાં સોલામાં 11 અને સિવિલમાં 6 દર્દી નોંધાયા હતા. એકંદરે સ્વાઈન ફલૂના કેસમાં ધીમી ગતિએ વધારો છે. તાજેતરમાં જ કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે સિઝનલ ફલૂને લઈ ગુજરાત સરકારને એલર્ટ રહેવા તાકીદ કરી હતી.સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં ઓપીડીમાં 21,807 દર્દી આવ્યા છે, જેમાંથી 10 ટકા જેટલાને દાખલ કરીને સારવાર આપવામાં આવી છે. ઓગસ્ટમાં ડેન્ગ્યુના 430 અને સપ્ટેમ્બરમાં 4 દિવસમાં 44 દર્દી આવ્યા છે. હોસ્પિટલ સૂત્રો કહે છે કે, મેલેરિયાના ઓગસ્ટમાં 58, ચિકન ગુનિયાના 52, ઝાડા ઉલટીને લગતા 127 કેસ છે. હિપેટાઈટિસના 262 અને છેલ્લા ચાર દિવસમાં 30, વાયરલ ફિવરના મહિનામાં 671 અને છેલ્લા 4 દિવસમાં 85 કેસ છે. એકંદરે ડેન્ગ્યુ અને વાયરલના દર્દી વધુ છે. સોલા સિવિલના આસિ. આરએમઓ ડો. કિરણ ગોસ્વામીએ કહ્યું કે, સપ્ટેમ્બરમાં સ્વાઈન ફલૂના 180 જેટલા શંકાસ્પદ કેસ હતા, જેમાંથી 25 રિપોર્ટ પોઝિટિવ છે. સૂત્રો કહે છે કે, સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના 434 કેસ છે. ઓગસ્ટમાં મેલેરિયાના 85 કેસ હતા, જે સપ્ટેમ્બરમાં 57 થયા છે. ચિકન ગુનિયાના 12 કેસ હતા, જે સપ્ટેમ્બરમાં 35 થયા છે. શરદી, ખાંસી, તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનના ઓગસ્ટમાં 6,728 દર્દી હતા જ્યારે સપ્ટેમ્બરમાં વાયરલના નવા 7,570 દર્દીને સારવાર આપવામાં આવી છે. સપ્ટેમ્બરમાં ઝાડા ઉલટીના 70, વાયરલ હિપેટાઈટિસના 46, ટાઈફોઈડના 24 દર્દી નોંધાયા છે.

Ahmedabad: સ્વાઈન ફ્લૂના કેસ બમણાં થયા, ડેન્ગ્યૂના 684, વાઇરલ ઈન્ફેક્શનના 8,641 દર્દી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરમાં સ્વાઈન ફલૂના કેસ વકરી રહ્યા છે, સિવિલ અને સોલા સિવિલમાં ઓગસ્ટમાં 17 પોઝિટિવ કેસ હતા, જોકે સપ્ટેમ્બરમાં આ બંને હોસ્પિટલમાં 36 કેસ આવ્યા છે, બંને હોસ્પિટલમાં સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના 864 તેમજ વાઈરલના 8641 દર્દી નોંધાયા છે. સ્વાઈન ફલૂના કેસ બમણાં થયા છે.

સોલા સિવિલમાં સપ્ટેમ્બરમાં સ્વાઈનના 25 અને સિવિલમાં 7 કેસ છે, ગત ઓગસ્ટમાં સોલામાં 11 અને સિવિલમાં 6 દર્દી નોંધાયા હતા. એકંદરે સ્વાઈન ફલૂના કેસમાં ધીમી ગતિએ વધારો છે. તાજેતરમાં જ કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે સિઝનલ ફલૂને લઈ ગુજરાત સરકારને એલર્ટ રહેવા તાકીદ કરી હતી.

સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં ઓપીડીમાં 21,807 દર્દી આવ્યા છે, જેમાંથી 10 ટકા જેટલાને દાખલ કરીને સારવાર આપવામાં આવી છે. ઓગસ્ટમાં ડેન્ગ્યુના 430 અને સપ્ટેમ્બરમાં 4 દિવસમાં 44 દર્દી આવ્યા છે. હોસ્પિટલ સૂત્રો કહે છે કે, મેલેરિયાના ઓગસ્ટમાં 58, ચિકન ગુનિયાના 52, ઝાડા ઉલટીને લગતા 127 કેસ છે. હિપેટાઈટિસના 262 અને છેલ્લા ચાર દિવસમાં 30, વાયરલ ફિવરના મહિનામાં 671 અને છેલ્લા 4 દિવસમાં 85 કેસ છે. એકંદરે ડેન્ગ્યુ અને વાયરલના દર્દી વધુ છે.

સોલા સિવિલના આસિ. આરએમઓ ડો. કિરણ ગોસ્વામીએ કહ્યું કે, સપ્ટેમ્બરમાં સ્વાઈન ફલૂના 180 જેટલા શંકાસ્પદ કેસ હતા, જેમાંથી 25 રિપોર્ટ પોઝિટિવ છે. સૂત્રો કહે છે કે, સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના 434 કેસ છે. ઓગસ્ટમાં મેલેરિયાના 85 કેસ હતા, જે સપ્ટેમ્બરમાં 57 થયા છે. ચિકન ગુનિયાના 12 કેસ હતા, જે સપ્ટેમ્બરમાં 35 થયા છે. શરદી, ખાંસી, તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનના ઓગસ્ટમાં 6,728 દર્દી હતા જ્યારે સપ્ટેમ્બરમાં વાયરલના નવા 7,570 દર્દીને સારવાર આપવામાં આવી છે. સપ્ટેમ્બરમાં ઝાડા ઉલટીના 70, વાયરલ હિપેટાઈટિસના 46, ટાઈફોઈડના 24 દર્દી નોંધાયા છે.