Ahmedabad સિવિલ હોસ્પિટલની મોટી સિદ્ધિ, અન્નનળી વગર જન્મેલા બાળકનું સફળ ઓપરેશન

Aug 3, 2026 - 00:30
Ahmedabad સિવિલ હોસ્પિટલની મોટી સિદ્ધિ, અન્નનળી વગર જન્મેલા બાળકનું સફળ ઓપરેશન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ સિવિલ હોસ્પિટલે તબીબી ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ પોતાના નામે કરી છે. જન્મજાત અન્નનળી ન હોવાની અતિ જટિલ અને દુર્લભ ખામી - 'પ્યોર ઈસોફેજિયલ એટ્રેસિયા' ધરાવતા અઢી વર્ષના માસૂમ બાળક પર અત્યાધુનિક ‘ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી’ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. આ સફળ ઓપરેશનના કારણે બાળકને નવું અને રોગમુક્ત જીવન મળ્યું છે.

જન્મથી જ મોઢેથી ખોરાક લેવામાં અસમર્થ હતું બાળક

સાણંદ તાલુકાના એગ્રો કંપનીના સુપરવાઇઝર શૈલેષભાઈ પટેલના પુત્ર મંતવ્યનો જન્મ 7 નવેમ્બર, 2023ના રોજ થયો હતો. મંતવ્ય એવી ગંભીર સ્થિતિ સાથે જન્મ્યો હતો જેમાં અન્નનળીના બંને છેડા એકબીજાથી અત્યંત દૂર હોવાથી તે પૂર્ણપણે વિકસિત થઈ શકી ન હતી. પરિણામે, બાળક મોઢેથી ખોરાક કે દૂધ ગળવામાં સંપૂર્ણપણે અસમર્થ હતું. બાળકના જન્મના બીજા જ દિવસે તેનું જીવન બચાવવા માટે પ્રાથમિક સર્જરીઓ કરીને નળી દ્વારા પ્રવાહી આહાર આપવામાં આવતો હતો.

તબીબોની નિષ્ણાત ટીમ દ્વારા સફળ ઓપરેશન અને નિઃશુલ્ક સારવાર

બાળકના વજન અને શારીરિક વિકાસમાં સુધારો થયા બાદ, ગત 3 જુલાઈ, 2026ના રોજ અન્નનળીના પુનઃનિર્માણ માટેની અત્યંત જટિલ સર્જરીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક અને બાળ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી, પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી તથા એનેસ્થેસિયા વિભાગના ડૉ. અદિતિ અને ડૉ. સોનલ ભાલવટની નિષ્ણાત ટીમે આ જટિલ સર્જરી સફળ બનાવી હતી. સર્જરીના 23મા દિવસે બાળકે પ્રથમ વખત મોઢેથી ખોરાક લેવાનું શરૂ કર્યું હતું અને હાલ તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચ માંગતી આ અદ્યતન સર્જરી સિવિલમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે.


છેલ્લા એક વર્ષમાં 7 સફળ કેસો પાર પાડ્યા: ડૉ. રાકેશ જોશી

આ વિશે વાત કરતા તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની સર્જરી માટે અત્યંત તકનીકી કુશળતા અને અનુભવી ટીમની જરૂર પડે છે. ખાનગી હોસ્પિટલોમાં ખૂબ જ મોંઘી ગણાતી આ સારવાર સિવિલમાં નિઃશુલ્ક ઉપલબ્ધ છે, અને અમારી ટીમે છેલ્લા એક વર્ષમાં આવા 7 જટિલ કેસો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.

પરિવારજનોમાં છવાઈ ખુશીની લહેર

પોતાના અઢી વર્ષના માસૂમ પુત્રને પ્રથમ વખત જાતે મોઢેથી ખોરાક લેતો જોઈને માતા-પિતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. તેમણે સિવિલ હોસ્પિટલના તમામ તબીબો અને મેડિકલ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.


આ પણ વાંચો - 3 August Top News: 3 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0