Ahmedabad: સાયબર ફ્રોડના આરોપીની પોલીસે કરી ધરપકડ, થયો આ મોટો ખુલાસો
ગુનામાં પકડાયેલ સૌરભ યાદવ પાસેથી ICIC બેંકનું એકાઉન્ટ મળ્યુબંનેની તપાસમાં ગેંગસ્ટર રાજન પાશીનું નામ સામે આવ્યું ગેંગસ્ટર રાજન દેશ છોડી ફરાર થયો હોવાની આશંકા સાયબર ક્રાઈમે કાર્તિક સિંઘ નામના આરોપીની 2.29 કરોડના સીમ સ્વેપિંગના ગુનામાં એકાઉન્ટ પૂરું પાડવામાં ધરપકડ કરી છે. આરોપી કાર્તિક સિંઘે અગાઉ આ ગુનામાં પકડાયેલ સૌરભ યાદવ પાસેથી ICIC બેંકનું એકાઉન્ટ મેળવ્યુ હતુ. જે એકાઉન્ટમાં કાર્તિકનું મકાન વેચવાના રૂપિયા જમા થશે તેમ જણાવીને આ કેસમાં ફરાર સોનુ તથા ગેંગસ્ટર રાજન પાશી સાથે મળીને સીમ સ્વેપિંગના ગુનાના 30 લાખ રૂપિયા આ ખાતામાં જમા કરાવ્યા હતા. જેથી સાયબર ક્રાઈમે ગોવાથી સૌરભ યાદવની ધરપકડ કર્યા બાદ કાર્તિક સિંઘને પણ ઝડપી પાડયો છે. જેની તપાસમાં ઉત્તર પ્રદેશની જેલમાંથી આખું કાવતરું રચાયું હોવાનો ખુલાસો થયો છે. વેપારીએ 2.29 કરોડની ચીટીંગ થઈ હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમમાં નોંધાવી હતી 6 જુલાઈ 2022ના રોજ અમદાવાદના વેપારીએ પોતાનું સીમ સ્વેપ કર્યા બાદ 2.29 કરોડની ચીટીંગ થઈ હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમમાં નોંધાવી હતી. જેની તપાસ કરતા છેતરપિંડીની રકમના 30 લાખ રૂપિયા આઝમગઢની icici બેંકમાં જમા થયા હતા. જે એકાઉન્ટની તપાસ કરતા સાયબર ક્રાઈમ સૌરભ યાદવ અને કાર્તિક સિંઘ સુધી પહોંચી, પરંતુ તે બંનેની તપાસમાં ગેંગસ્ટર રાજન પાશીનું નામ સામે આવ્યું, જેથી સાયબર ક્રાઈમની તપાસનો દોર ગેંગસ્ટર સુધી પહોંચ્યો છે. રાજન પાશી 26 જેટલા ગુનાઓમાં વોન્ટેડ ઉત્તર પ્રદેશના ધારાસભ્યના શાર્પ શૂટર રાજન પાશી વિરુદ્ધ અગાઉ હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, અપહરણ સહિતના ગંભીર 26 જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે. ત્યારે ચાઈનાથી ઓપરેટ થતા સાયબર ક્રાઈમના ગુનામાં તેની સંડોવણી હોવાનું નામ ખુલતા ગેંગસ્ટર રાજન દેશ છોડી ફરાર થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બંને આરોપી સૌરભ અને કાર્તિક વર્ષ 2022માં ઉત્તર પ્રદેશની એક જ જેલમાં સજા ભોગવી રહ્યા હતા સાયબર ક્રાઈમની તપાસમાં એ હકીકત સામે આવી કે ગુનામાં પકડાયેલ બંને આરોપી સૌરભ અને કાર્તિક વર્ષ 2022માં ઉત્તર પ્રદેશની એક જ જેલમાં સજા ભોગવી રહ્યા હતા. તે સમયે બંને વચ્ચે થયેલી મિત્રતા બાદ તેઓ સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયા છે. જોકે કુખ્યાત ગેંગસ્ટરની આવા ગુનામાં અચાનક એન્ટ્રી થતાં સાયબર ક્રાઈમએ ઉત્તર પ્રદેશ STF સહિત અન્ય રાજ્યોની પોલીસ સાથે કેન્દ્રીય એજન્સીઓને વિગત મોકલી છે. જેથી આવા ગુનાઓ અટકાવી શકાય.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ગુનામાં પકડાયેલ સૌરભ યાદવ પાસેથી ICIC બેંકનું એકાઉન્ટ મળ્યુ
- બંનેની તપાસમાં ગેંગસ્ટર રાજન પાશીનું નામ સામે આવ્યું
- ગેંગસ્ટર રાજન દેશ છોડી ફરાર થયો હોવાની આશંકા
સાયબર ક્રાઈમે કાર્તિક સિંઘ નામના આરોપીની 2.29 કરોડના સીમ સ્વેપિંગના ગુનામાં એકાઉન્ટ પૂરું પાડવામાં ધરપકડ કરી છે. આરોપી કાર્તિક સિંઘે અગાઉ આ ગુનામાં પકડાયેલ સૌરભ યાદવ પાસેથી ICIC બેંકનું એકાઉન્ટ મેળવ્યુ હતુ.
જે એકાઉન્ટમાં કાર્તિકનું મકાન વેચવાના રૂપિયા જમા થશે તેમ જણાવીને આ કેસમાં ફરાર સોનુ તથા ગેંગસ્ટર રાજન પાશી સાથે મળીને સીમ સ્વેપિંગના ગુનાના 30 લાખ રૂપિયા આ ખાતામાં જમા કરાવ્યા હતા. જેથી સાયબર ક્રાઈમે ગોવાથી સૌરભ યાદવની ધરપકડ કર્યા બાદ કાર્તિક સિંઘને પણ ઝડપી પાડયો છે. જેની તપાસમાં ઉત્તર પ્રદેશની જેલમાંથી આખું કાવતરું રચાયું હોવાનો ખુલાસો થયો છે.
વેપારીએ 2.29 કરોડની ચીટીંગ થઈ હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમમાં નોંધાવી હતી
6 જુલાઈ 2022ના રોજ અમદાવાદના વેપારીએ પોતાનું સીમ સ્વેપ કર્યા બાદ 2.29 કરોડની ચીટીંગ થઈ હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમમાં નોંધાવી હતી. જેની તપાસ કરતા છેતરપિંડીની રકમના 30 લાખ રૂપિયા આઝમગઢની icici બેંકમાં જમા થયા હતા. જે એકાઉન્ટની તપાસ કરતા સાયબર ક્રાઈમ સૌરભ યાદવ અને કાર્તિક સિંઘ સુધી પહોંચી, પરંતુ તે બંનેની તપાસમાં ગેંગસ્ટર રાજન પાશીનું નામ સામે આવ્યું, જેથી સાયબર ક્રાઈમની તપાસનો દોર ગેંગસ્ટર સુધી પહોંચ્યો છે.
રાજન પાશી 26 જેટલા ગુનાઓમાં વોન્ટેડ
ઉત્તર પ્રદેશના ધારાસભ્યના શાર્પ શૂટર રાજન પાશી વિરુદ્ધ અગાઉ હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, અપહરણ સહિતના ગંભીર 26 જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે. ત્યારે ચાઈનાથી ઓપરેટ થતા સાયબર ક્રાઈમના ગુનામાં તેની સંડોવણી હોવાનું નામ ખુલતા ગેંગસ્ટર રાજન દેશ છોડી ફરાર થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બંને આરોપી સૌરભ અને કાર્તિક વર્ષ 2022માં ઉત્તર પ્રદેશની એક જ જેલમાં સજા ભોગવી રહ્યા હતા
સાયબર ક્રાઈમની તપાસમાં એ હકીકત સામે આવી કે ગુનામાં પકડાયેલ બંને આરોપી સૌરભ અને કાર્તિક વર્ષ 2022માં ઉત્તર પ્રદેશની એક જ જેલમાં સજા ભોગવી રહ્યા હતા. તે સમયે બંને વચ્ચે થયેલી મિત્રતા બાદ તેઓ સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયા છે. જોકે કુખ્યાત ગેંગસ્ટરની આવા ગુનામાં અચાનક એન્ટ્રી થતાં સાયબર ક્રાઈમએ ઉત્તર પ્રદેશ STF સહિત અન્ય રાજ્યોની પોલીસ સાથે કેન્દ્રીય એજન્સીઓને વિગત મોકલી છે. જેથી આવા ગુનાઓ અટકાવી શકાય.