Ahmedabad: સામાન્ય વરસાદમાં નિકોલ નર્કાગાર બન્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરમાં સામાન્ય વરસાદ સાથે રોડ રસ્તાની બિસ્માર સ્થિતિ પણ સામે આવ્યો છે. પણ રવિવારના વરસાદના કારણે નિકોલમાં બિસ્માર રસ્તા અને ઉભરાતી ગટરના કારણે લોકોની સ્થિતિ ગામડાં કરતાં પણ ખરાબ થઈ ગઈ છે.
જેમાં કાનબા સર્કલ, ગોપાલ ચોક, ગંગોત્રી સર્કલ, રસપાન ચોકડી થી લઈ વિવિધ રોડ રસ્તા પર વરસાદ બંધ થયા બાદ પણ પાણી ભરાઈ રહ્યું હતું. એટલું જ નહીં વરસાદ સાથે ગટરના પાણી બહાર આવવાની પણ સ્થિતિ ફરી જોવા મળી હતી. જેના કારણે સવારના સમયે કામકાજ પર જતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમજ હાલમાં જ બનાવેલા રોડ પણ ધોવાણ થવાના કારણે રોડ રસ્તાની ક્વોલોટી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. જ્યાં એક તરફ તંત્ર દ્વારા વરસાદ બંધ થતાં રસ્તા રિસર્ફેસિંગની કામગીરી કરવામાં આવી રહી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે નિકોલમાં ઠેર-ઠેર ખાડાઓનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યં છે.
નિકોલમાં વિવિધ રસ્તાને વરસાદ પહેલાં જ પાણીની લાઈન નાખવા માટે અને ડ્રેનેજ વોટરની લાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યા છે. જેના બાદ નવા રસ્તા બનાવવામાં ન આવતાં ઘણાં સ્થાનો પર પાણી ભરાઈ રહેવાના સ્થિતિ જોવા મળી છે. એટલું જ નહીં તો ગોપાલ ચોક, કાનબા સર્કલથી ગંગોત્રી સર્કલ પરના રોડ પર વરસાદ બંધ થતાં જ ગટરના પાણી બેક મારવા લાગ્યા હતા. જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. આ અંગે સ્થાનિકોની ફરિયાદ છે કે, વરસાદ બંધ થયા બાદ સવારના સમયે બહાર નીકળતાં જ પહેલા ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવે છે. તંત્રને અસંખ્ય રજુઆત બાદ પણ સ્થિતિ જેમની તેમ જ રહેલી છે. જેના કારણે લોકોની હાલાકી વધી રહી છે અને અધિકારીઓ માત્ર દાવા કરીને પોતાના હાથ ખંખેરી રહ્યું છે. આ માટે તાકીદે કામગીરી કરે તેવી જ સ્થાનિકોની માંગણી છે.
રસપાન ચોકડીથી ગંગોત્રી સર્કલ સુધીનો રોડ 3 દિવસમાં બેસી ગયો
હાલમાં જ રસપાન ચોકડીથી ગંગોત્રી સર્કલ સુધીના રોડ પર ગટર લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી છે. જેના કારણે તેના પર સરખું પુરાણ કરવામાં આવ્યું ન હતું. હજી બે દિવસ અગાઉ જ ત્યાં એક ભારે ટ્રક ફસાઈ ગયું હતું ત્યાં હવે રોડની ખરાબ ગુણવત્તાના કારણે રોડ જ બેસી ગયો છે. જેના કારણે પ્રજાના પૈસા વેડફાયા હોય તેવી સ્થાનિકોની ફરિયાદ છે.
શ્રીનાથજી હવેલીવાળો રોડ બિસમાર થતાં લોકો કંટાળી ગયા
નિકોલમાં આવેલ શ્રીનાથજી હવેલી વાળો રોડ *આયૅમાન રેસિડન્સીથી જીવન ટ્વિન બંગ્લોઝ થી નિકોલિયન ફ્લેટ* સુધી નો રોડ વરસાદી પાણી ની લાઇન નાખવા માટે ચાર મહિના પહેલા ખોદી કાઢવામાં આવ્યો હતો. જેની કામગીરી છેલ્લા બે મહિનાથી પૂરી થઈ ગયેલ છે. પરંતુ ત્યાંનો રોડ રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી નથી. જેના કારણે પ્રખ્યાત શ્રીનાથજી હવેલીમાં જતાં ધર્મપ્રેમીઓને મુશ્કેલી થઈ રહી છે. એટલું જ નહીં વરિષ્ઠ નાગરિકો તેમજ નજીકમાં આવેલી શાળાએ જતાં બાળકોને પણ મુશ્કેલી થઈ રહી છે. તેમજ ખરાબ રસ્તાના કારણે અવરનવર અકસ્માતની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે. તેમ છતાં તંત્ર દ્વારા હજી સુધી રોડ રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી નથી.
What's Your Reaction?






