Ahmedabad: સાબરમતીથી દોડશે દેશની પ્રથમ LNG-ડીઝલ DEMU ટ્રેન, 4 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રારંભ કરાવશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભારતીય રેલવેએ પર્યાવરણની જાળવણી અને આર્થિક રીતે કિફાયતી સંચાલન તરફ એક મોટી સિદ્ધિ હાસિલ કરી છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવેલ ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD) સાબરમતી ખાતેથી દેશની સૌપ્રથમ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) અને ડીઝલ આધારિત ડ્યુઅલ ફ્યુઅલ DEMU ટ્રેન તૈયાર કરવામાં આવી છે.
ભારતીય રેલવેની ઐતિહાસિક સિદ્ધિ
અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક (DRM) શ્રી વેદ પ્રકાશે સ્ટાફ અને એન્જિનિયરો સાથે આ ખાસ ટ્રેનનું જાતે નિરીક્ષણ કર્યું હતું. આ ટેક્નોલોજી અંતર્ગત 1400 એચપી ધરાવતા બે DEMU ડ્રાઇવિંગ પાવર કાર (DPC)ને ડ્યુઅલ ફ્યુઅલ પ્રણાલીમાં બદલવામાં આવ્યા છે. જેમાં ડીઝલનો ૪૦ ટકા વપરાશ ઘટાડીને તેની જગ્યાએ સસ્તા અને સ્વચ્છ ઈંધણ એવા LNGનો ઉપયોગ કરવામાં આવશે. 2000 કિલોમીટરથી વધુ સમય સુધીના કડક ફિલ્ડ ટ્રાયલ સફળ રહ્યા બાદ આ ટ્રેનને મુસાફર સેવામાં મૂકવાની મંજૂરી આપવામાં આવી છે.
દેશની પ્રથમ LNG-ડીઝલ DEMU ટ્રેન
આ નવતર પ્રયોગના કારણે રેલવેને બેવડો ફાયદો થવા જઈ રહ્યો છે. એક તરફ એન્જિનમાંથી નીકળતા હાનિકારક વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ (CO₂), નાઇટ્રોજન ઑક્સાઇડ (NOx) અને પાર્ટિક્યુલેટ મેટર (PM) ના ઉત્સર્જનમાં મોટો ઘટાડો થશે, જેનાથી ટ્રેકના રૂટ આસપાસની હવા સ્વચ્છ રહેશે. તો બીજી તરફ, નાણાકીય દ્રષ્ટિએ પણ આ ટેક્નોલોજી અત્યંત ફાયદાકારક સાબિત થઈ છે. એક DPC માંથી વર્ષે ₹11.9 લાખ અને આખા 8 કોચના DEMU રેકમાંથી પ્રતિ વર્ષ આશરે ₹23.9 (આશરે ₹24) લાખના ઈંધણ ખર્ચની બચત થશે.4 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરાવશે પ્રસ્થાન
DPC માં 600 થી 2200 લીટર ક્ષમતાની વિશિષ્ટ ટેન્ક મૂકવામાં આવી છે, જે 222 કિમીના દૈનિક સંચાલન માટે પુરતી છે.એન્જિનની શક્તિ અને કાર્યક્ષમતામાં ઘટાડો કર્યા વિના જરૂર પડે ડ્યુઅલ સિસ્ટમમાંથી ડીઝલ પર સ્વિચ થઈ શકાય છે.RDSO દ્વારા ઉત્સર્જન પરીક્ષણ બાદ આગામી સમયમાં વધુ 8 DEMU DPC ને પણ આ સિસ્ટમમાં કન્વર્ટ કરવામાં આવશે.
આ પણ વાંચો: Sidhpur: સિદ્ધપુર હાઈવે પર હોટલમાં કાર ઘૂસી જતાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત, સીસીટીવી આવ્યા સામે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

