Ahmedabad: સમસ્ત ક્ષત્રિય સમાજનું મહાસંમેલન, રાજપૂત સમાજની એકતા

આજે સમસ્ત ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાવા જઇ રહ્યું છે. જેમાં અનેક રાજકીય આગેવાનો મહા સમેલનમાં હાજર રહેશે. તેમાં મહા સંમેલનમાં અનેજ રાજાઓ પણ હાજર રહેશે. તથા ભાવનગરના રાજા વિજયરાજસિંહજી ગોહિલ હાજર રહેશે. તથા મોટી સંખ્યમાં લોકો સંમેલનમાં હાજરી આપશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ફરીથી સમસ્ત રાજપૂત સમાજનું સંમેલન યોજાવા જઇ રહ્યું છે. રાજપૂત સમાજની એકતા એક સાથે જોવા મળશે રાજપૂત સમાજની એકતા એક સાથે જોવા મળશે. સામાજિક સંમેલન બાદ રાજપૂત સમાજ ચર્ચા કરશે. તેમાં આગામી દિવસમાં રાજકીય મુદાઓ પર ચર્ચા કરશે. શંકરસિંહ વાઘેલા રાજપૂત સમાજના સંમેલનમાં ઉપસ્થિત રહેશે. તથા ભાવનગરના રાજા વિજયરાજસિંહજી ગોહિલ, દાતાના રાજા રિદ્ધિરાજસિંહજી પરમાર સહિત અનેક આગેવાન હાજર રહેશે. જેમાં અર્જુનસિંહ ગોહિલે જણાવ્યું છે કે આજે ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન છે. મહારાજા કૃષણકુમારસિંહજીને ભારત રત્ન આપવા સમાજની માંગ છે. તેમજ કુળદેવીનું મંદિર બનાવવાનું પણ આયોજન છે. ક્ષત્રિય સમાજના અધ્યક્ષના નિમણુકની જાહેરાત કરાશે. રાજપૂત સમાજની એકતા એક સાથે જોવા મળશે. રાજ્યના અઢીસો રજવાડાઓને આ સંમેલન ભાગ લેવા માટે અપીલ કરાઈ ગુજરાતના ક્ષત્રિય સમાજ માટે સામાજીક પ્રવૃત્તિઓ અને રાજ્યના રજવાડાઓની અસ્મિતા માટે આજે અમદાવાદના ગોતા ખાતે આવેલા હરેન્દ્રસિંહ સરવૈયા રાજપૂત ભવનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની રચના કરવામાં આવશે. રજવાડાના મહાસંમેલનમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની પ્રમુખ તરીકે તાજપોશી કરવામાં આવશે. રાજપૂત વિદ્યાસભા ગુજરાતના પ્રમુખ અશ્વિનસિંહ હરેન્દ્રસિંહ સરવૈયાએ જણાવ્યુ હતું કે, સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચનુ મહાસંમેલન સવારે શરૂ થવાનુ છે. સમાજના કલ્યાણના હેતુથી મંચની રચના કરવામાં આવશે. સરદાર સાહેબને પ્રથમ રજવાડુ અર્પણ કરનાર ભાવનગર સ્ટેટના વર્તમાન મહારાજા વિજયરાજસિંહ ગોહિલની તાજપોશી કરાશે. આ મંચનું પ્રમુખપદ તેઓ શોભાવશે. રાજ્યના અઢીસો રજવાડાઓને આ સંમેલન ભાગ લેવા માટે અપીલ કરાઈ છે. આ સંમેલનમાં અંદાજે પાંચ હજાર લોકો ઉપસ્થિત રહેશે સમયનો અભાવ હોવાથી 150થી વધુ રાજવી પરિવારના સભ્યોનો ટેલિફોનિક સંપર્ક કરીને મહાસંમેલન ભાગ લેવા આમંત્રણ પાઠવ્યુ છે. આ સંમેલનમાં અંદાજે પાંચ હજાર લોકો ઉપસ્થિત રહેશે. રજવાડાઓ ભૂલાઈ ગયા છે. તેમની અસ્મિતા પાછી આવે અને તેઓ સમાજનુ સંગઠન મજબૂત કરવાનો સંદેશો રાજવી પરિવારો આપશે. સરવૈયાએ વધુમાં જણાવ્યુ હતું કે, ભાજપ, કોગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોના અગ્રણીઓને સંમેલનમાં હાજર રહેવા આમંત્રણ આપ્યુ છે. આ બિનરાજકીય સંમેલન છે. આ મંચનો હેતુ સ્પષ્ટપણે બિનરાજકીય છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિત સમાજના અગ્રણીઓ હાજર રહેવાના છે.

Ahmedabad: સમસ્ત ક્ષત્રિય સમાજનું મહાસંમેલન, રાજપૂત સમાજની એકતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે સમસ્ત ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાવા જઇ રહ્યું છે. જેમાં અનેક રાજકીય આગેવાનો મહા સમેલનમાં હાજર રહેશે. તેમાં મહા સંમેલનમાં અનેજ રાજાઓ પણ હાજર રહેશે. તથા ભાવનગરના રાજા વિજયરાજસિંહજી ગોહિલ હાજર રહેશે. તથા મોટી સંખ્યમાં લોકો સંમેલનમાં હાજરી આપશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ફરીથી સમસ્ત રાજપૂત સમાજનું સંમેલન યોજાવા જઇ રહ્યું છે.

રાજપૂત સમાજની એકતા એક સાથે જોવા મળશે

રાજપૂત સમાજની એકતા એક સાથે જોવા મળશે. સામાજિક સંમેલન બાદ રાજપૂત સમાજ ચર્ચા કરશે. તેમાં આગામી દિવસમાં રાજકીય મુદાઓ પર ચર્ચા કરશે. શંકરસિંહ વાઘેલા રાજપૂત સમાજના સંમેલનમાં ઉપસ્થિત રહેશે. તથા ભાવનગરના રાજા વિજયરાજસિંહજી ગોહિલ, દાતાના રાજા રિદ્ધિરાજસિંહજી પરમાર સહિત અનેક આગેવાન હાજર રહેશે. જેમાં અર્જુનસિંહ ગોહિલે જણાવ્યું છે કે આજે ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન છે. મહારાજા કૃષણકુમારસિંહજીને ભારત રત્ન આપવા સમાજની માંગ છે. તેમજ કુળદેવીનું મંદિર બનાવવાનું પણ આયોજન છે. ક્ષત્રિય સમાજના અધ્યક્ષના નિમણુકની જાહેરાત કરાશે. રાજપૂત સમાજની એકતા એક સાથે જોવા મળશે.

રાજ્યના અઢીસો રજવાડાઓને આ સંમેલન ભાગ લેવા માટે અપીલ કરાઈ

ગુજરાતના ક્ષત્રિય સમાજ માટે સામાજીક પ્રવૃત્તિઓ અને રાજ્યના રજવાડાઓની અસ્મિતા માટે આજે અમદાવાદના ગોતા ખાતે આવેલા હરેન્દ્રસિંહ સરવૈયા રાજપૂત ભવનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની રચના કરવામાં આવશે. રજવાડાના મહાસંમેલનમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની પ્રમુખ તરીકે તાજપોશી કરવામાં આવશે. રાજપૂત વિદ્યાસભા ગુજરાતના પ્રમુખ અશ્વિનસિંહ હરેન્દ્રસિંહ સરવૈયાએ જણાવ્યુ હતું કે, સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચનુ મહાસંમેલન સવારે શરૂ થવાનુ છે. સમાજના કલ્યાણના હેતુથી મંચની રચના કરવામાં આવશે. સરદાર સાહેબને પ્રથમ રજવાડુ અર્પણ કરનાર ભાવનગર સ્ટેટના વર્તમાન મહારાજા વિજયરાજસિંહ ગોહિલની તાજપોશી કરાશે. આ મંચનું પ્રમુખપદ તેઓ શોભાવશે. રાજ્યના અઢીસો રજવાડાઓને આ સંમેલન ભાગ લેવા માટે અપીલ કરાઈ છે.

આ સંમેલનમાં અંદાજે પાંચ હજાર લોકો ઉપસ્થિત રહેશે

સમયનો અભાવ હોવાથી 150થી વધુ રાજવી પરિવારના સભ્યોનો ટેલિફોનિક સંપર્ક કરીને મહાસંમેલન ભાગ લેવા આમંત્રણ પાઠવ્યુ છે. આ સંમેલનમાં અંદાજે પાંચ હજાર લોકો ઉપસ્થિત રહેશે. રજવાડાઓ ભૂલાઈ ગયા છે. તેમની અસ્મિતા પાછી આવે અને તેઓ સમાજનુ સંગઠન મજબૂત કરવાનો સંદેશો રાજવી પરિવારો આપશે. સરવૈયાએ વધુમાં જણાવ્યુ હતું કે, ભાજપ, કોગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોના અગ્રણીઓને સંમેલનમાં હાજર રહેવા આમંત્રણ આપ્યુ છે. આ બિનરાજકીય સંમેલન છે. આ મંચનો હેતુ સ્પષ્ટપણે બિનરાજકીય છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિત સમાજના અગ્રણીઓ હાજર રહેવાના છે.