Ahmedabad: સગીરા સાથે તેના મિત્રઓએ આચર્યુ દુષ્કર્મ, 2 આરોપીની કરાઈ ધરપકડ
અમદાવાદની એક સગીરાને કેટલાક નબીરાઓ સાથે મિત્રતા કરવી ભારે પડી છે. આ સગીરા નબીરાઓ સાથે ફરવા ગઈ હતી. ત્યાં નબીરાઓએ સગીરાને ત્રણ દિવસ સુધી દારૂ પીવડાવીને નશામાં રાખી હતી. તેમજ સગીરા સાથે બળાત્કારના વીડિયો પણ બનાવ્યા હતા. જે વીડિયોના આધારે બ્લેકમેઈલ કરી પૈસા પણ પડાવ્યા છે.સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને બાદમાં હવસનો શિકાર બનાવી જો કે અંતે સગીરાએ પરિવારને જાણ કરતા આ મામલે ખાડિયા પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં સગીર સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અને તેની સાથેના સગીર મિત્રોએ ભેગા મળી 15 વર્ષીય સગીરાને પહેલા પ્રેમજાળમાં ફસાવી અને બાદમાં હવસનો શિકાર બનાવી હતી. 15 વર્ષીય સગીરા ગત 2 ફેબ્રુઆરીએ યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતી બહેનપણીને મહેંદી મૂકવાના નામે નીકળી અને 7મીએ સગીરાને એક યુવક અને યુવતી નશાની હાલતમાં ઘરે મૂકી ગયા હતા. જે બાદ સગીરા ભાનમાં આવતા તેણે પરિવારજનો સમક્ષ પોતાની આપવિતી જણાવી હતી. જેમાં સગીરા સાથે બળાત્કાર થયો હોવાની હકીકત સામે આવતા ખાડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસ એસટીએસસી સેલને સોંપાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. સગીરાનો અંગત પળોનો વીડિયો વાયરલ કરવાની આપી ધમકી સગીરાએ પોતાના પરિવારજનોને જણાવ્યું હતું કે ડિસેમ્બર 2024માં તેની મુલાકાત એક સગીર યુવક સાથે થઈ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા તે કાંકરિયા કાર્નિવલમાં ગઈ, જ્યાંથી તેનો પ્રેમી તેને ગીતામંદિર ખાતે એક મિત્રના ઘરે લઈ ગયો અને કેફી પીણું પીવડાવી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. તે વખતે સગીરાના પ્રેમીના મિત્ર પુષ્પકે તેની અંગતપળોનો વીડિયો પોતાના ફોનમાં ઉતાર્યો હતો. જે પછી સગીરાના પ્રેમીએ તેની ઓળખાણ એક યુવક સાથે કરાવી હતી અને તેની સાથે મિત્રતા કરવાનું દબાણ કર્યું હતું. સગીરા મિત્રતા નહીં રાખે તો તેનો વીડિયો વાયરલ કરી દઈશ તેવી પ્રેમીએ ધમકી આપી હતી. જે બાદ સગીરાનો પ્રેમી અને તેનો મિત્ર અવારનવાર પૈસાની માગણી કરતા હોવાથી સગીરાએ 90 હજાર રૂપિયા આપ્યા હતા. સગીરાને સતત દારૂ પીવડાવી 3 દિવસ સુધી નશામાં રાખવામાં આવી 2 ફેબ્રુઆરીએ સગીરા તેની મિત્ર પાસે હોસ્ટેલમાં ગઈ હતી અને ત્યાં તેના પ્રેમી સહિતના મિત્રો આવ્યા હતા. ત્યાંથી ક્રિષ્ના પટેલ અને મેહુલ ચુનારા સહિતના મિત્રો રાયપુર ખાતે લઈ ગયા હતા. જ્યાં ત્રણેય નબીરાઓએ સગીરાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી દારૂ પીવાનું દબાણ કરી સગીરાને સતત દારૂ પીવડાવી ત્રણ દિવસ સુધી નશામાં રાખવામાં આવી હતી. જે દરમિયાન ક્રિષ્ના પટેલે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે સગીરાના સગીર પ્રેમી તેમજ ક્રિષ્ના પટેલ અને મેહુલ ચુનારા નામના આરોપીની ધરપકડ કરી છે. જોકે આ ગુનામાં અન્ય પુષ્પક નામના ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
![Ahmedabad: સગીરા સાથે તેના મિત્રઓએ આચર્યુ દુષ્કર્મ, 2 આરોપીની કરાઈ ધરપકડ](https://epapercdn.sandesh.com/images/2025/02/13/xk3jngbCQZZhsx4kXAVFbHZGpiOYzNb69b7EB1Y3.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદની એક સગીરાને કેટલાક નબીરાઓ સાથે મિત્રતા કરવી ભારે પડી છે. આ સગીરા નબીરાઓ સાથે ફરવા ગઈ હતી. ત્યાં નબીરાઓએ સગીરાને ત્રણ દિવસ સુધી દારૂ પીવડાવીને નશામાં રાખી હતી. તેમજ સગીરા સાથે બળાત્કારના વીડિયો પણ બનાવ્યા હતા. જે વીડિયોના આધારે બ્લેકમેઈલ કરી પૈસા પણ પડાવ્યા છે.
સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને બાદમાં હવસનો શિકાર બનાવી
જો કે અંતે સગીરાએ પરિવારને જાણ કરતા આ મામલે ખાડિયા પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં સગીર સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અને તેની સાથેના સગીર મિત્રોએ ભેગા મળી 15 વર્ષીય સગીરાને પહેલા પ્રેમજાળમાં ફસાવી અને બાદમાં હવસનો શિકાર બનાવી હતી. 15 વર્ષીય સગીરા ગત 2 ફેબ્રુઆરીએ યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતી બહેનપણીને મહેંદી મૂકવાના નામે નીકળી અને 7મીએ સગીરાને એક યુવક અને યુવતી નશાની હાલતમાં ઘરે મૂકી ગયા હતા. જે બાદ સગીરા ભાનમાં આવતા તેણે પરિવારજનો સમક્ષ પોતાની આપવિતી જણાવી હતી. જેમાં સગીરા સાથે બળાત્કાર થયો હોવાની હકીકત સામે આવતા ખાડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસ એસટીએસસી સેલને સોંપાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
સગીરાનો અંગત પળોનો વીડિયો વાયરલ કરવાની આપી ધમકી
સગીરાએ પોતાના પરિવારજનોને જણાવ્યું હતું કે ડિસેમ્બર 2024માં તેની મુલાકાત એક સગીર યુવક સાથે થઈ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા તે કાંકરિયા કાર્નિવલમાં ગઈ, જ્યાંથી તેનો પ્રેમી તેને ગીતામંદિર ખાતે એક મિત્રના ઘરે લઈ ગયો અને કેફી પીણું પીવડાવી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. તે વખતે સગીરાના પ્રેમીના મિત્ર પુષ્પકે તેની અંગતપળોનો વીડિયો પોતાના ફોનમાં ઉતાર્યો હતો. જે પછી સગીરાના પ્રેમીએ તેની ઓળખાણ એક યુવક સાથે કરાવી હતી અને તેની સાથે મિત્રતા કરવાનું દબાણ કર્યું હતું. સગીરા મિત્રતા નહીં રાખે તો તેનો વીડિયો વાયરલ કરી દઈશ તેવી પ્રેમીએ ધમકી આપી હતી. જે બાદ સગીરાનો પ્રેમી અને તેનો મિત્ર અવારનવાર પૈસાની માગણી કરતા હોવાથી સગીરાએ 90 હજાર રૂપિયા આપ્યા હતા.
સગીરાને સતત દારૂ પીવડાવી 3 દિવસ સુધી નશામાં રાખવામાં આવી
2 ફેબ્રુઆરીએ સગીરા તેની મિત્ર પાસે હોસ્ટેલમાં ગઈ હતી અને ત્યાં તેના પ્રેમી સહિતના મિત્રો આવ્યા હતા. ત્યાંથી ક્રિષ્ના પટેલ અને મેહુલ ચુનારા સહિતના મિત્રો રાયપુર ખાતે લઈ ગયા હતા. જ્યાં ત્રણેય નબીરાઓએ સગીરાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી દારૂ પીવાનું દબાણ કરી સગીરાને સતત દારૂ પીવડાવી ત્રણ દિવસ સુધી નશામાં રાખવામાં આવી હતી. જે દરમિયાન ક્રિષ્ના પટેલે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે સગીરાના સગીર પ્રેમી તેમજ ક્રિષ્ના પટેલ અને મેહુલ ચુનારા નામના આરોપીની ધરપકડ કરી છે. જોકે આ ગુનામાં અન્ય પુષ્પક નામના ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.