Ahmedabad: શહેરના 30 પૌરાણીક ધાર્મિક સ્થળોની યાત્રા કરવા 80 AMTS બસ ફાળવવામાં આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં શ્રાવણ માસને લઇ AMCએ ધાર્મિક યાત્રા માટે શહેરીજનો માટે ખાસ આયોજન કર્યું છે. જેમાં AMTS શહેરના 30 પૌરાણીક ધાર્મિક સ્થળોની યાત્રા કરાવશે. 3 હજાર ચૂકવી શહેરના મંડળો કે પછી સોસાયટીના રહીશો એક સાથે મુસાફરી કરી શકશે. આ વર્ષે ઘટાડો કરી 80 બસ ફાળવવામાં આવી છે.
AMCએ ધાર્મિક યાત્રા માટે શહેરીજનો માટે ખાસ આયોજન
અમદાવાદમાં શ્રાવણ માસને લઇ AMCએ ધાર્મિક યાત્રા માટે શહેરીજનો માટે ખાસ આયોજન કર્યું છે. જેમાં AMTS શહેરના 30 પૌરાણીક ધાર્મિક સ્થળોની યાત્રા કરાવશે. 3 હજાર ચૂકવી શહેરના મંડળો કે પછી સોસાયટીના રહીશો એક સાથે મુસાફરી કરી શકશે. આ યાત્રાનું 4 ટર્મિનસ ખાતે બુકિંગ કરવામાં આવશે. મહત્વનું છે કે, AMTS દ્વારા ગત વર્ષે દરરોજ 100 બસ ફાળવવામાં આવતી હતી.. જ્યારે ચાલુ વર્ષે ઘટાડો કરી 80 બસ કરવામાં આવી છે. આ અંગે AMCએ કારણ આપતા કહ્યું કે, શહેરના ટ્રાફિક અને લોકોને અગવડતા ન પડે તેના માટે સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે.
AMTS દ્વારા શહેરીજનો માટે ધાર્મિક યાત્રા
આગામી 25 જુલાઈથી પવિત્ર શ્રાવણ માસનો શરૂઆત થવા જઈ રહી છે. AMTS દ્વારા શહેરીજનો માટે ધાર્મિક યાત્રા માટે આયોજન કર્યું છે. શહેરમાં આવેલા 30 જેટલા પૌરાણિક ધાર્મિક સ્થળોની યાત્રા કરાવશે. જેમાં 3 હજાર ચૂકવી શહેરમાં આવેલા મંડળો કે પછી સોસાયટીમાં રહીશો એક સાથે મુસાફરી કરી શકશે જેના માટે વહેલા તે પહેલા ના ધોરણે શહેરમાં આવેલા 4 ટર્મિનસ ખાતે તેનું બુકિંગ કરવામાં આવશે તો બુકિંગ થયા બાદ તમારા ઘર સુધી બસ આવશે. મહત્વનું છે કે AMTS દ્વારા ગત વર્ષેબ દરરોજ 100 બસ ફાળવવામાં આવતી હતી જ્યારે ચાલુ વર્ષે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને સંખ્યા 80 કરવામાં આવી છે. આ અંગે કારણ આપવામાં આવ્યું છે કે શહેરના ટ્રાફિક અને લોકોને અગવડતા ન પડે તેના માટે સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે.
What's Your Reaction?






