Ahmedabad શહેરના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ભરાયા પાણી
સમગ્ર અમદાવાદમાં ધોધમાર વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે,અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પાણી ભરાતા લોકો હેરાન થઈ ગયા છે,વાહનો પાણીમાં બંધ થતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે,તો બીજી તરફ અમદાવાદના ધરણીધર વિસ્તારમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાતા વાહનો બંધ પડી ગયા છે. ધરણીધર વિસ્તાર પાણીમાં ગરકાવ અમદાવાદનો પોષ વિસ્તાર એટલે ધરણીધર વિસ્તાર,આ વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,સાથે સાથે પાણીમાં વાહનો પણ ડૂબતા જાય છે,અમદાવાદના ધરણીધર વિસ્તારમાં પાણીના નિકાલ માટે પંપ મૂકાયો છે,તે પંપ પણ બંધ હાલતમાં છે,જેના કારણે આસપાસના સ્થાનિકો તેમજ વેપારીઓને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.સામાન્ય વરસાદ પડે તો પણ ધરણીધર ચાર રસ્તા પાસે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. અમદાવાદ શહેરમાં ભારે વરસાદ અમદાવાદ શહેરમાં ભારે વરસાદ વરસતા વાસણા બેરેજ ડેમના 6 દરવાજા ખોલાયા છે.3 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે,ભારે વરસાદના પગલે વાસણા બેરેજના તમામ 6 ગેટ ખોલવામાં આવ્યા છે.તો બીજી તરફ અખબારનગર,મીઠાખળી,ઉસ્માનપુર અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે,શહેરમાં ભારે વરસાદને પગલે દરેક વિસ્તારમાં પાણી ભરાયા છે. રાજ્યમાં ભારે વરસાદને લઈને સરકારનો નિર્ણય રાજ્યમાં આવતી કાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરાઈ છે.ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને લઇને નિર્ણય લેવામાં આવ્યો છે.પ્રાથમિક શાળાઓમાં આવતી કાલે જાહેર રજા આપવા અપાય સૂચના અપાઈ છે. ઓગસ્ટ મહિનાના અંત સુધી વરસાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે,તેમનું કહેવું છે કે,28 ઓગસ્ટ સુધી રાજ્યમાં પડી શકે છે ભારે વરસાદ.રાજ્યમા 28 ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડશે સાથે સાથે મધ્ય ગુજરાત,ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધમાકેદાર વરસાદ વરસશે અને નદી નાળાઓ છલકાઈ જશે.દક્ષિણ ગુજરાતમા 2 થી 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે.30 થી 31 ઓગસ્ટ બંગાળના ઉપ સાગરમા વરસાદી સિસ્ટમ સક્રિય થશે. લોકોનું સ્થળાંતર કરાયું રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૭,૮૨૭ લોકોનું સ્થળાંતર તેમજ ૧,૬૫૩ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે.અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની ૧૩ અને SDRFની ૨૨ ટીમ તૈનાત કરવામાં આવી છે, જે બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ થઈ રહી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલા ભારે અને વ્યાપક વરસાદ અંગેની વિગતો પણ ભુપેન્દ્ર પટેલે મેળવી હતી.તદ અનુસાર સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૪૪ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સરેરાશ ૬૩.૩૬ મી..મી વરસાદ આ સમયગાળામાં પડ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સમગ્ર અમદાવાદમાં ધોધમાર વરસાદ
- વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ
- વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે,અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પાણી ભરાતા લોકો હેરાન થઈ ગયા છે,વાહનો પાણીમાં બંધ થતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે,તો બીજી તરફ અમદાવાદના ધરણીધર વિસ્તારમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાતા વાહનો બંધ પડી ગયા છે.
ધરણીધર વિસ્તાર પાણીમાં ગરકાવ
અમદાવાદનો પોષ વિસ્તાર એટલે ધરણીધર વિસ્તાર,આ વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,સાથે સાથે પાણીમાં વાહનો પણ ડૂબતા જાય છે,અમદાવાદના ધરણીધર વિસ્તારમાં પાણીના નિકાલ માટે પંપ મૂકાયો છે,તે પંપ પણ બંધ હાલતમાં છે,જેના કારણે આસપાસના સ્થાનિકો તેમજ વેપારીઓને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.સામાન્ય વરસાદ પડે તો પણ ધરણીધર ચાર રસ્તા પાસે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે.
અમદાવાદ શહેરમાં ભારે વરસાદ
અમદાવાદ શહેરમાં ભારે વરસાદ વરસતા વાસણા બેરેજ ડેમના 6 દરવાજા ખોલાયા છે.3 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે,ભારે વરસાદના પગલે વાસણા બેરેજના તમામ 6 ગેટ ખોલવામાં આવ્યા છે.તો બીજી તરફ અખબારનગર,મીઠાખળી,ઉસ્માનપુર અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે,શહેરમાં ભારે વરસાદને પગલે દરેક વિસ્તારમાં પાણી ભરાયા છે.
રાજ્યમાં ભારે વરસાદને લઈને સરકારનો નિર્ણય
રાજ્યમાં આવતી કાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરાઈ છે.ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને લઇને નિર્ણય લેવામાં આવ્યો છે.પ્રાથમિક શાળાઓમાં આવતી કાલે જાહેર રજા આપવા અપાય સૂચના અપાઈ છે.
ઓગસ્ટ મહિનાના અંત સુધી વરસાદ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે,તેમનું કહેવું છે કે,28 ઓગસ્ટ સુધી રાજ્યમાં પડી શકે છે ભારે વરસાદ.રાજ્યમા 28 ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડશે સાથે સાથે મધ્ય ગુજરાત,ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધમાકેદાર વરસાદ વરસશે અને નદી નાળાઓ છલકાઈ જશે.દક્ષિણ ગુજરાતમા 2 થી 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે.30 થી 31 ઓગસ્ટ બંગાળના ઉપ સાગરમા વરસાદી સિસ્ટમ સક્રિય થશે.
લોકોનું સ્થળાંતર કરાયું
રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૭,૮૨૭ લોકોનું સ્થળાંતર તેમજ ૧,૬૫૩ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે.અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની ૧૩ અને SDRFની ૨૨ ટીમ તૈનાત કરવામાં આવી છે, જે બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ થઈ રહી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલા ભારે અને વ્યાપક વરસાદ અંગેની વિગતો પણ ભુપેન્દ્ર પટેલે મેળવી હતી.તદ અનુસાર સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૪૪ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સરેરાશ ૬૩.૩૬ મી..મી વરસાદ આ સમયગાળામાં પડ્યો છે.