Ahmedabad: વ્યક્તિગત એલોટીએ ડેવલપર સામે કરેલી ફરિયાદને ગુજ રેરાએ ફગાવી દીધી

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)ની બેન્ચે શહેરના બોપલ આંબલી રોડ પર આવેલા સંકલ્પ ગ્રેસ-2 એપાર્ટમેન્ટના સોસાયટીના કેટલાક સભ્યો દ્વારા દાખલ કરાયેલા દાવાને ફ્ગાવી દીધો છે. સભ્યોએ ડેવલપર સામે બ્રોશરમાં જણાવ્યા મુજબની સુવિધાઓ તેમજ સામાન્ય સુવિધાઓને લગતી વિવિધ સમસ્યાઓ અંગે ફરિયાદ કરી હતી.વ્યક્તિગત ફળવણી કરનારાઓ સર્વિસ સોસાયટી વતી ફરિયાદો નોંધાવી શકતા નથી. સોસાયટી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી અને અન્ય એલોટીઓને કાયદાકીય કાર્યવાહીમાં પક્ષકાર બનાવવામાં આવ્યા ન હોવાને આધારે રેરાએ આ દાવો ફ્ગાવી દીધો હતો. રેરાએ એમ પણ જણાવ્યું હતું કે અરજદાર તેમના કેસને સમર્થન આપવા માટે પૂરતા પુરાવા આપવામાં નિષ્ફ્ળ રહ્યા છે. સંકલ્પ ગ્રેસ-2માં ઘર ખરીદનાર સોનલ પટેલ અને અન્ય પાંચ લોકોએ રેરામાં ફરિયાદ નોંધાવી હતી કે બિલ્ડર દ્વારા જરૂરી ફી ચૂકવવામાં નિષ્ફ્ળતાને કારણે નર્મદા પાણીનું જોડાણ બંધ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બોરવેલમાંથી પણ પાણી પૂરું પાડવામાં આવતું નથી. ફરિયાદમાં ડેવલપર દ્વારા વચન મુજબ પાર્કિંગની યોગ્ય સુવિધાના અભાવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેના પરિણામે ડી-બ્લોકના રહેવાસીઓને તેમના વાહન બહાર રોડ પર પાર્ક કરવાની ફરજ પડી હતી. તેઓએ આક્ષેપ કર્યો હતો કે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ અસુવિધાજનક હતું જેમાં સાંકડી જગ્યાને કારણે મોટા વાહનોને ટર્ન લેવાનું મુશ્કેલ બને છે. ફરિયાદિયાઓએ જિમ્નેશિયમ, ફયર સેફ્ટી, સુરક્ષા વ્યવસ્થા અને બ્રોશરમાં બતાવવામાં આવેલી અન્ય સુવિધાઓ સંબંધિત મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા. જોકે, ડેવલપર જિંજર પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડે આ આધાર પર અરજીનો વિરોધ કર્યો હતો કે ફરિયાદને બાકીના એલોટીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું ન હતું અને તેથી કાયદા મુજબ તે જાળવી શકાય તેવું નથી. ફરિયાદકર્તાઓમાંના એક, ડેવલપરે જણાવ્યું હતું કે, તે મિલકતનો પ્રથમ ખરીદનાર પણ નથી અને તેથી તેને અરજીમાં સામેલ થવાનો કોઈ અધિકાર નથી. ડેવલપરે દલીલ કરી હતી કે નર્મદા જળ જોડાણ એ સુવિધા નથી અને બ્રોશરમાં તેનું વચન આપવામાં આવ્યું નથી. ફળવણી કરનારાઓ તેમને ફાળવવામાં આવેલી પાર્કિંગ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ રેરાના સભ્ય એમએ ગાંધીએ અરજી ફ્ગાવી દીધી હતી.

Ahmedabad: વ્યક્તિગત એલોટીએ ડેવલપર સામે કરેલી ફરિયાદને ગુજ રેરાએ ફગાવી દીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)ની બેન્ચે શહેરના બોપલ આંબલી રોડ પર આવેલા સંકલ્પ ગ્રેસ-2 એપાર્ટમેન્ટના સોસાયટીના કેટલાક સભ્યો દ્વારા દાખલ કરાયેલા દાવાને ફ્ગાવી દીધો છે. સભ્યોએ ડેવલપર સામે બ્રોશરમાં જણાવ્યા મુજબની સુવિધાઓ તેમજ સામાન્ય સુવિધાઓને લગતી વિવિધ સમસ્યાઓ અંગે ફરિયાદ કરી હતી.

વ્યક્તિગત ફળવણી કરનારાઓ સર્વિસ સોસાયટી વતી ફરિયાદો નોંધાવી શકતા નથી. સોસાયટી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી અને અન્ય એલોટીઓને કાયદાકીય કાર્યવાહીમાં પક્ષકાર બનાવવામાં આવ્યા ન હોવાને આધારે રેરાએ આ દાવો ફ્ગાવી દીધો હતો. રેરાએ એમ પણ જણાવ્યું હતું કે અરજદાર તેમના કેસને સમર્થન આપવા માટે પૂરતા પુરાવા આપવામાં નિષ્ફ્ળ રહ્યા છે.

સંકલ્પ ગ્રેસ-2માં ઘર ખરીદનાર સોનલ પટેલ અને અન્ય પાંચ લોકોએ રેરામાં ફરિયાદ નોંધાવી હતી કે બિલ્ડર દ્વારા જરૂરી ફી ચૂકવવામાં નિષ્ફ્ળતાને કારણે નર્મદા પાણીનું જોડાણ બંધ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બોરવેલમાંથી પણ પાણી પૂરું પાડવામાં આવતું નથી. ફરિયાદમાં ડેવલપર દ્વારા વચન મુજબ પાર્કિંગની યોગ્ય સુવિધાના અભાવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેના પરિણામે ડી-બ્લોકના રહેવાસીઓને તેમના વાહન બહાર રોડ પર પાર્ક કરવાની ફરજ પડી હતી. તેઓએ આક્ષેપ કર્યો હતો કે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ અસુવિધાજનક હતું જેમાં સાંકડી જગ્યાને કારણે મોટા વાહનોને ટર્ન લેવાનું મુશ્કેલ બને છે. ફરિયાદિયાઓએ જિમ્નેશિયમ, ફયર સેફ્ટી, સુરક્ષા વ્યવસ્થા અને બ્રોશરમાં બતાવવામાં આવેલી અન્ય સુવિધાઓ સંબંધિત મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા.

જોકે, ડેવલપર જિંજર પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડે આ આધાર પર અરજીનો વિરોધ કર્યો હતો કે ફરિયાદને બાકીના એલોટીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું ન હતું અને તેથી કાયદા મુજબ તે જાળવી શકાય તેવું નથી. ફરિયાદકર્તાઓમાંના એક, ડેવલપરે જણાવ્યું હતું કે, તે મિલકતનો પ્રથમ ખરીદનાર પણ નથી અને તેથી તેને અરજીમાં સામેલ થવાનો કોઈ અધિકાર નથી.

ડેવલપરે દલીલ કરી હતી કે નર્મદા જળ જોડાણ એ સુવિધા નથી અને બ્રોશરમાં તેનું વચન આપવામાં આવ્યું નથી. ફળવણી કરનારાઓ તેમને ફાળવવામાં આવેલી પાર્કિંગ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ રેરાના સભ્ય એમએ ગાંધીએ અરજી ફ્ગાવી દીધી હતી.