Ahmedabad : રાણીપમાં જુગારધામ ઝડપાયું, જુગાર રમી રહેલા 18 લોકોની કરાઈ ધરપકડ

Jul 23, 2025 - 01:30
Ahmedabad : રાણીપમાં જુગારધામ ઝડપાયું, જુગાર રમી રહેલા 18 લોકોની કરાઈ ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં ક્રાઈમ બ્રાન્ચે જુગારધામ પર દરોડા પાડ્યા બાદ હવે અમદાવાદમાં પણ જુગારાધામ પર PCBએ દરોડા પાડ્યા છે. શહેરના રાણીપ વિસ્તારમાં PCBની ટીમે જુગારધામ પર દરોડા પાડ્યા છે અને આ દરોડા દરમિયાન જુગાર રમી રહેલા 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ PCBની ટીમે 4.75 લાખ રૂપિયા પણ જુગારીઓ પાસેથી જપ્ત કર્યા છે અને 17 મોબાઈલ, 2 કાર સહિત કૂલ 12.97 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સુરતમાંથી 73 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા

બીજી તરફ સુરત શહેરમાં પણ ક્રાઈમ બ્રાન્ચે 4 સ્થળો પર દરોડા પાડીને જુગારના અડ્ડાઓ પરથી જુગારીઓને ઝડપી પડ્યા છે. જુગારના અડ્ડાઓ પર ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્રાટકી અને દરોડા પાડીને 73 જેટલા જુગારીઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી પડ્યા છે અને 25 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે સ્થળ પરથી જ 4.22 લાખની રોકડ રકમ જપ્ત કરી છે. આ સાથે જ 7.58 લાખની કિંમતના 80 મોબાઈલ, 13.20 લાખની કિંમતમાં 8 જેટલા વાહનો અને જુગાર રમવા માટે 50થી લઈ 10,000 સુધીના 1,135 જેટલા પ્લાસ્ટિકના કોઈન પણ જપ્ત કરી લીધા છે.

જુગારની ક્લબો પર સુરત ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી

મુખ્ય આરોપી અસલમ કચ્છી, અકબર ઉર્ફે કેકડા, યુસુફ પાસા, ફિરોઝ મીંડીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારબાદ ઉમરવાડા EWS આવાસ ખાતે પણ છાપો મારી 12 જુગારીઓને ઝડપી પાડ્યા છે. જેમાં પણ 7 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. આ ઉપરાંત સલાબતપુરાના લાલવાડી વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર પણ છાપો મારી કરીને 8 લોકોની અટકાયત કરવામાં આવી છે, માત્ર સલાબતપૂરા વિસ્તારમાં 4 જેટલા સ્થળો પર જુગારની ક્લબો ચાલી રહી હતી, જે જુગારની ક્લબો પર સુરત ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે.  

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0