Ahmedabad: રાજ્યની 32 મેડિકલ કોલેજોને વાર્ષિક ફી પેટે 2,267કરોડથી વધુની આવકનો અંદાજ
મોટાભાગની કોલેજોની હોસ્પિટલો મ્યુનિ.- ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત19 ખાનગી કોલેજને 1,668 કરોડ, 13 GMERS કોલેજને 598.84 કરોડ મળશે 19 ખાનગી મેડિકલ કોલજમાં ચાલુ વર્ષે નવા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે મેડિકલની ફી રેગ્યુલેટર કમિટી દ્વારા તાજેતરમાં MBBSની એક વર્ષની અને ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથીકની ત્રણ વર્ષની ફીનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે.FRCએ જાહેર કરેલા નવા ફી માળખા મુજબ કુલ 19 ખાનગી કોલેજની સરકારી, મેનેજમેન્ટ અને NRI ક્વોટાની ચાલુ વર્ષે રૂ.419.67 કરોડની ફી પ્રાપ્ત થાય તેવો અંદાજ છે. જ્યારે 13 GMERS કોલેજોને રૂ.150.26 કરોડ ફી મળશે. આમ ગુજરાતની કુલ 32 મેડિકલ કોલેજોને વિદ્યાર્થીઓની વાર્ષિક ફી પેટે રૂ.2266.85 રોડની આવક થાય તેવો અંદાજ છે.રાજ્યમાં 13 GMERS અને 19 ખાનગી મેડિકલ કોલેજ આવેલી છે. 13 GMERS કોલેજની ફીમાં પણ ચાલુ વર્ષે સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો હતો. GMERS કોલેજમાં સરકારી ક્વોટાની ફી રૂ.3.25 લાખથી વધારે રૂ.3.75 લાખ, મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂ.9 લાખથી વધારી રૂ.12 લાખ અને એનઆરઆઈ ક્વોટાની ફી 22 હજાર ડોલરથી વધારી 25 હજાર ડોલર કરી છે. આ આંકડા અનુસાર ગણતરી કરવામાં આવે તો ચાલુ વર્ષે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની ફી પેટે રૂ.150.26 કરોડ અને જૂના વિદ્યાર્થીઓની ફી પેટે રૂ.448.58 કરોડ મળી કુલ 598.84 કરોડની આવક થઈ શકે છે. આવી જ રીતે 19 ખાનગી મેડિકલ કોલેજોમાં પણ 15થી 18 ટકા જેટલો સરેરાશ ફી વધારો થયો છે. સરેરાશ 15 ટકા ફી વધારો ગણવામાં આવે તો ચાલુ વર્ષની કુલ ફીની આવકમાં 62 કરોડથી વધુ ફી આવી શકે છે. 19 ખાનગી મેડિકલ કોલજમાં ચાલુ વર્ષે નવા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે. એમણે કુલ રૂ.419.67 કરોડ ફી ભરવી પડશે અને જૂના અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ફી પેટે કોલેજોને રૂ.1,248.34 કરોડ મળી કુલ રૂ.1,668.01 કરોડથી વધુની આવક થવાનો અંદાજ છે. MBBSમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનો અભ્યાસ કુલ પાંચ વર્ષ સુધી ચાલતો હોય છે. જોકે આ ફીની રકમમાં આગામી ત્રણ વર્ષે નવું માળખું જાહેર કરાશે તો વધારો થવાની પુરેપુરી શક્યતા માની શકાય છે. આમ મેડિકલ શિક્ષણની ફીનું ટર્નઓવર આંખો ફાટી જાય એટલું મોટું ગણી શકાય છે. કરોડો રૂપિયાની ફી સામે રાજ્યની મોટાભાગની મેડિકલ કોલેજો સાથે સંકળાયેલી હોસ્પિટલો કોર્પોરેશન અથવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોવાનું શિક્ષણ નિષ્ણાતો જણાવી રહ્યા છે. મેડિકલ કોલેજોનું ફી સ્ટ્રક્ચર જોતા હવે ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થી માટે ખાનગી કોલેજમાં મેડિકલનું શિક્ષણ મેળવવું એ માત્ર સપનું જ રહી જશે. કારણ કે, રાજ્યની 19 મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની પાંચ વર્ષની ફી રૂ.37 લાખથી લઈને 50 લાખ સુધીની થાય છે. એ સિવાય મેનેજમેન્ટ ક્વોટાની પાંચ વર્ષની ફી રૂ.85.80 લાખથી લઈને રૂ.1.15 કરોડ સુધીની થાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- મોટાભાગની કોલેજોની હોસ્પિટલો મ્યુનિ.- ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત
- 19 ખાનગી કોલેજને 1,668 કરોડ, 13 GMERS કોલેજને 598.84 કરોડ મળશે
- 19 ખાનગી મેડિકલ કોલજમાં ચાલુ વર્ષે નવા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે
મેડિકલની ફી રેગ્યુલેટર કમિટી દ્વારા તાજેતરમાં MBBSની એક વર્ષની અને ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથીકની ત્રણ વર્ષની ફીનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે.FRCએ જાહેર કરેલા નવા ફી માળખા મુજબ કુલ 19 ખાનગી કોલેજની સરકારી, મેનેજમેન્ટ અને NRI ક્વોટાની ચાલુ વર્ષે રૂ.419.67 કરોડની ફી પ્રાપ્ત થાય તેવો અંદાજ છે.
જ્યારે 13 GMERS કોલેજોને રૂ.150.26 કરોડ ફી મળશે. આમ ગુજરાતની કુલ 32 મેડિકલ કોલેજોને વિદ્યાર્થીઓની વાર્ષિક ફી પેટે રૂ.2266.85 રોડની આવક થાય તેવો અંદાજ છે.રાજ્યમાં 13 GMERS અને 19 ખાનગી મેડિકલ કોલેજ આવેલી છે. 13 GMERS કોલેજની ફીમાં પણ ચાલુ વર્ષે સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો હતો. GMERS કોલેજમાં સરકારી ક્વોટાની ફી રૂ.3.25 લાખથી વધારે રૂ.3.75 લાખ, મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂ.9 લાખથી વધારી રૂ.12 લાખ અને એનઆરઆઈ ક્વોટાની ફી 22 હજાર ડોલરથી વધારી 25 હજાર ડોલર કરી છે. આ આંકડા અનુસાર ગણતરી કરવામાં આવે તો ચાલુ વર્ષે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની ફી પેટે રૂ.150.26 કરોડ અને જૂના વિદ્યાર્થીઓની ફી પેટે રૂ.448.58 કરોડ મળી કુલ 598.84 કરોડની આવક થઈ શકે છે. આવી જ રીતે 19 ખાનગી મેડિકલ કોલેજોમાં પણ 15થી 18 ટકા જેટલો સરેરાશ ફી વધારો થયો છે. સરેરાશ 15 ટકા ફી વધારો ગણવામાં આવે તો ચાલુ વર્ષની કુલ ફીની આવકમાં 62 કરોડથી વધુ ફી આવી શકે છે. 19 ખાનગી મેડિકલ કોલજમાં ચાલુ વર્ષે નવા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે. એમણે કુલ રૂ.419.67 કરોડ ફી ભરવી પડશે અને જૂના અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ફી પેટે કોલેજોને રૂ.1,248.34 કરોડ મળી કુલ રૂ.1,668.01 કરોડથી વધુની આવક થવાનો અંદાજ છે. MBBSમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનો અભ્યાસ કુલ પાંચ વર્ષ સુધી ચાલતો હોય છે. જોકે આ ફીની રકમમાં આગામી ત્રણ વર્ષે નવું માળખું જાહેર કરાશે તો વધારો થવાની પુરેપુરી શક્યતા માની શકાય છે. આમ મેડિકલ શિક્ષણની ફીનું ટર્નઓવર આંખો ફાટી જાય એટલું મોટું ગણી શકાય છે.
કરોડો રૂપિયાની ફી સામે રાજ્યની મોટાભાગની મેડિકલ કોલેજો સાથે સંકળાયેલી હોસ્પિટલો કોર્પોરેશન અથવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોવાનું શિક્ષણ નિષ્ણાતો જણાવી રહ્યા છે. મેડિકલ કોલેજોનું ફી સ્ટ્રક્ચર જોતા હવે ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થી માટે ખાનગી કોલેજમાં મેડિકલનું શિક્ષણ મેળવવું એ માત્ર સપનું જ રહી જશે. કારણ કે, રાજ્યની 19 મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની પાંચ વર્ષની ફી રૂ.37 લાખથી લઈને 50 લાખ સુધીની થાય છે. એ સિવાય મેનેજમેન્ટ ક્વોટાની પાંચ વર્ષની ફી રૂ.85.80 લાખથી લઈને રૂ.1.15 કરોડ સુધીની થાય છે.