Ahmedabad: મોડાસા હાઈવે પર પ્રાઈવેટ વાહનોમાં ઘેટા બકરાની જેમ માણસો ભર્યા

રક્ષાબંધનના તહેવારમાં વતન જવા માટે ભારે ભીડ ટ્રાફિક પોલીસ અને RTO વિભાગ ઘોર નિંદ્રામાં પ્રશાસન જાણે કોઇ અકસ્માતની જોઇ રહ્યું છે રાહ રક્ષાબંધન તહેવાર અગાઉ પ્રાઇવેટ વાહનોમાં ઘેટા બકરાની માફક મુસાફરોને ભરવામાં આવ્યા છે. પ્રાઈવેટ વાહન ચાલકો વધુ રૂપિયા કમાવવા માટે પોતાના અને મુસાફરોના જીવના જોખમે મુસાફરી કરી છે. મુસાફરો પણ વતનમાં જવાની ઉતાવળમાં જીવના જોખમે મુસાફરી કરે છે. વતનમાં જવા માટે વાહનો ઉપલબ્ધ ના હોવાથી જે વાહન મળે એમાં બેસી જાય છે અને મુસાફરી કરે છે. પ્રાઈવેટ વાહન ચાલકો વધુ પૈસા કમાવવાની લાલચમાં ગાડી પણ સ્પીડમાં ચલાવતા જોવા મળે છે. આ દ્રશ્યો જોઈને એમ લાગે છે કે, સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસ તથા જિલ્લા આરટીઓની કામગીરી નિષ્ક્રિય જોવા મળી રહી છે. આ હાઈવે ઉપર અવાર-નવાર ગમખ્વાર અકસ્માતો સર્જાતા હોય છે. જેમાં અનેક નિર્દોષ લોકોની જિંદગી મોતના મુખમાં ધકેલાતી હોય છે. આમ છતાં ગાડીની અંદર અને કઠેડા ઉપર મુસાફરો ભરીને દોડતા પ્રાઇવેટ વાહનો વાહન ચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં સ્થાનિક પોલીસ તંત્ર નિષ્ફળ જોવા મળી રહ્યું છે. અકસ્માતની રાહ જોતું તંત્ર તહેવારોમાં જીવના જોખમે મુસાફરી થતી હોય છે, છતા તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. જાણે કે કોઈ મોટા અકસ્માતની રાહ જોઈને બેઠા હોય તેમ તંત્ર ઘોર નિંદ્રામાં છે. સ્થાનિક અને જિલ્લાનુ પ્રશાસન જાણે કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યું છે. અમદાવાદ-મોડાસા હાઈવે પર એક પછી એક ગાડીઓ આવતી જાય છે જેમાં ગાડીની અંદર ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડ્યા છે અને ગાડીની ઉપર પણ જ્યાં પેસેન્જર બેસાડવાની મંજૂરી જ નથી ત્યાં માણસોને જીવના જોખમે બેસાડ્યા છે. વાહન ચાલકો દ્વારા આટલી લાંબી મુસાફરી કરાવવામાં આવે છે છતાં રસ્તામાં આવતી પોલીસ ચોકીઓમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ આંખ આંડા કાન કરીને આ વાહનોને જવા દેતા હોય છે. હાઈકોર્ટેની ટકોર છતાં પોલીસ તંત્ર નિષ્ક્રીય થોડા દિવસ પહેલાં જ હાઈકોર્ટ દ્વારા ટ્રાફિક પોલીસની કામગીરી અંગે આક્ષેપ કરવામાં આવ્યા હતા તેમ છતાં ટ્રાફિક પોલીસ ઠેરની ઠેર જોવા મળી રહી છે. ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને પ્રાઈવેટ વાહનો ફેરા કરતા હોય છે.

Ahmedabad: મોડાસા હાઈવે પર પ્રાઈવેટ વાહનોમાં ઘેટા બકરાની જેમ માણસો ભર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રક્ષાબંધનના તહેવારમાં વતન જવા માટે ભારે ભીડ
  • ટ્રાફિક પોલીસ અને RTO વિભાગ ઘોર નિંદ્રામાં
  • પ્રશાસન જાણે કોઇ અકસ્માતની જોઇ રહ્યું છે રાહ

રક્ષાબંધન તહેવાર અગાઉ પ્રાઇવેટ વાહનોમાં ઘેટા બકરાની માફક મુસાફરોને ભરવામાં આવ્યા છે. પ્રાઈવેટ વાહન ચાલકો વધુ રૂપિયા કમાવવા માટે પોતાના અને મુસાફરોના જીવના જોખમે મુસાફરી કરી છે.


મુસાફરો પણ વતનમાં જવાની ઉતાવળમાં જીવના જોખમે મુસાફરી કરે છે. વતનમાં જવા માટે વાહનો ઉપલબ્ધ ના હોવાથી જે વાહન મળે એમાં બેસી જાય છે અને મુસાફરી કરે છે. પ્રાઈવેટ વાહન ચાલકો વધુ પૈસા કમાવવાની લાલચમાં ગાડી પણ સ્પીડમાં ચલાવતા જોવા મળે છે. આ દ્રશ્યો જોઈને એમ લાગે છે કે, સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસ તથા જિલ્લા આરટીઓની કામગીરી નિષ્ક્રિય જોવા મળી રહી છે. આ હાઈવે ઉપર અવાર-નવાર ગમખ્વાર અકસ્માતો સર્જાતા હોય છે. જેમાં અનેક નિર્દોષ લોકોની જિંદગી મોતના મુખમાં ધકેલાતી હોય છે. આમ છતાં ગાડીની અંદર અને કઠેડા ઉપર મુસાફરો ભરીને દોડતા પ્રાઇવેટ વાહનો વાહન ચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં સ્થાનિક પોલીસ તંત્ર નિષ્ફળ જોવા મળી રહ્યું છે.


અકસ્માતની રાહ જોતું તંત્ર

તહેવારોમાં જીવના જોખમે મુસાફરી થતી હોય છે, છતા તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. જાણે કે કોઈ મોટા અકસ્માતની રાહ જોઈને બેઠા હોય તેમ તંત્ર ઘોર નિંદ્રામાં છે. સ્થાનિક અને જિલ્લાનુ પ્રશાસન જાણે કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યું છે. અમદાવાદ-મોડાસા હાઈવે પર એક પછી એક ગાડીઓ આવતી જાય છે જેમાં ગાડીની અંદર ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડ્યા છે અને ગાડીની ઉપર પણ જ્યાં પેસેન્જર બેસાડવાની મંજૂરી જ નથી ત્યાં માણસોને જીવના જોખમે બેસાડ્યા છે. વાહન ચાલકો દ્વારા આટલી લાંબી મુસાફરી કરાવવામાં આવે છે છતાં રસ્તામાં આવતી પોલીસ ચોકીઓમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ આંખ આંડા કાન કરીને આ વાહનોને જવા દેતા હોય છે.


હાઈકોર્ટેની ટકોર છતાં પોલીસ તંત્ર નિષ્ક્રીય

થોડા દિવસ પહેલાં જ હાઈકોર્ટ દ્વારા ટ્રાફિક પોલીસની કામગીરી અંગે આક્ષેપ કરવામાં આવ્યા હતા તેમ છતાં ટ્રાફિક પોલીસ ઠેરની ઠેર જોવા મળી રહી છે. ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને પ્રાઈવેટ વાહનો ફેરા કરતા હોય છે.