Ahmedabad: ફાયરિંગના ગુનામાં આરોપી મોઇનખાનના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું

AMCના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા બુધવારે રિલીફ્ રોડ પર વીજળી ઘરની સામે હનુમાન ગલીમાં રીપબ્લિક સ્કૂલની બાજુમાં IPS અધિકારીના ખૂબ નજીક હોવાનું ગણાતા અને ફાયરિંગના ગુનામાં આરોપી માથાભારે શખ્સ મોઈન ખાન ઉર્ફે મૈયુ મેમણ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.M.A ડેવલપર્સના નામે રોડની માર્જિનની જગ્યામાં ઓફ્સિનું કરાયેલા ગેરકાયદે બાંધકામને દૂર કરવા માટે વારંવાર નોટિસો આપવા છતાં તે તોડવામાં આવતું નહોતું અને પોલીસ દ્વારા બંદોબસ્ત આપવામાં આવતો નહોતો. છેવટે ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશ બાદ કારંજ પોલીસે બંદોબસ્ત ફાળવતા બાંધકામ તોડવામાં આવ્યું હતું. મધ્ય ઝોનના અધિકારીઓ દ્વારા મૈયુ મેમણના ગેરકાયદે બાંધકામને દૂર કામગીરી બુધવારે બપોરે હાથ ધરાઈ હતી પરંતુ અગમ્ય કારણોસર તે અંગેની માહિતી અને વિગતો મોડે સુધી મિડીયાથી છૂપાવવામાં આવી હોવાને પગલે વિવાદ સર્જાયો છે. અગાઉ,મૈયુ મેમણ ઓફ્સિની બહાર જ સામસામે ફાયરિંગની ઘટના બની હતી અનેસ્થાનિક લોકોમાં પણ તેનો ભય ફેલાયેલો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર, એક IPS ઓફ્સિરના અંગત અને બાતમીદાર ગણાતા મૈયુ મેમણના ગેરકાદેસર બાંધકામને મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા બુધવારે ગેરકાયદે બાંધકામ પર તવાઈ બોલાવવામાં આવી હતી. રિલીફ્ રોડ પર હનુમાન ગલીમાં બિલ્ડર મૈયુભાઈ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું રોડની માર્જિનની જગ્યામાં કરાયેલું બાંધકામ હોવાથી નોટિસ આપી હતી છતાં પણ દૂર ન કરવામાં આવતા પોલીસ બંદોબસ્ત મળ્યો હતો.

Ahmedabad: ફાયરિંગના ગુનામાં આરોપી મોઇનખાનના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

AMCના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા બુધવારે રિલીફ્ રોડ પર વીજળી ઘરની સામે હનુમાન ગલીમાં રીપબ્લિક સ્કૂલની બાજુમાં IPS અધિકારીના ખૂબ નજીક હોવાનું ગણાતા અને ફાયરિંગના ગુનામાં આરોપી માથાભારે શખ્સ મોઈન ખાન ઉર્ફે મૈયુ મેમણ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.

M.A ડેવલપર્સના નામે રોડની માર્જિનની જગ્યામાં ઓફ્સિનું કરાયેલા ગેરકાયદે બાંધકામને દૂર કરવા માટે વારંવાર નોટિસો આપવા છતાં તે તોડવામાં આવતું નહોતું અને પોલીસ દ્વારા બંદોબસ્ત આપવામાં આવતો નહોતો. છેવટે ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશ બાદ કારંજ પોલીસે બંદોબસ્ત ફાળવતા બાંધકામ તોડવામાં આવ્યું હતું. મધ્ય ઝોનના અધિકારીઓ દ્વારા મૈયુ મેમણના ગેરકાયદે બાંધકામને દૂર કામગીરી બુધવારે બપોરે હાથ ધરાઈ હતી પરંતુ અગમ્ય કારણોસર તે અંગેની માહિતી અને વિગતો મોડે સુધી મિડીયાથી છૂપાવવામાં આવી હોવાને પગલે વિવાદ સર્જાયો છે. અગાઉ,મૈયુ મેમણ ઓફ્સિની બહાર જ સામસામે ફાયરિંગની ઘટના બની હતી અનેસ્થાનિક લોકોમાં પણ તેનો ભય ફેલાયેલો હતો.

સૂત્રોના જણાવ્યાનુસાર, એક IPS ઓફ્સિરના અંગત અને બાતમીદાર ગણાતા મૈયુ મેમણના ગેરકાદેસર બાંધકામને મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા બુધવારે ગેરકાયદે બાંધકામ પર તવાઈ બોલાવવામાં આવી હતી. રિલીફ્ રોડ પર હનુમાન ગલીમાં બિલ્ડર મૈયુભાઈ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું રોડની માર્જિનની જગ્યામાં કરાયેલું બાંધકામ હોવાથી નોટિસ આપી હતી છતાં પણ દૂર ન કરવામાં આવતા પોલીસ બંદોબસ્ત મળ્યો હતો.