Ahmedabad પોલીસે પંચવટી પાંચ રસ્તા નજીક હેલમેટ પહેરવાને લઈ વાહનચાલકોને સમજાવ્યા

ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા ટ્રાફિક પોલીસ થઈ સજ્જ શહેરીજનોને પોલીસ ટ્રાફિકના નિયમનું પાલન કરવા સમજાઈ રહી છે હેલમેટ પહેરો અને તમારી જાતને સુરક્ષિત બનાવો તેવું પોલીસ સમજાઈ રહી છે અમદાવાદના પંચવટી પાંચ રસ્તા નજીક પોલીસ શહેરીજનોને રોકી ટ્રાફિકના નિયમોને લઈ સમજાઈ રહી છે.પંચવટી પાંચ રસ્તા પાસે આજે સવારે પોલીસ વાહનચાલકોને રોકી હેલમેટ પહેરવાનું કહી રહી છે,પોલીસનું કહેવું છે કે,હેલમેટ પહેરો અને પોતાની જાતને સુરક્ષિત રાખો તેવું સમજાવી રહી છે,પોલીસે આજે એક સાથે પાંચ લોકોને રોકી હેલમેટ પહેરવા માટે સૂચન કર્યુ હતુ. અમદાવાદ પોલીસ બની સતર્ક અમદાવાદ શહેરમાં અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે ત્યારે હાઈકોર્ટે આ મામલે અમદાવાદ પોલીસનો ઉધડો લઈ કહ્યું કે,શહેરમાં ટ્રાફિકના નિયમોનું અને હેલમેટ પહેરવાને લઈ ચુસ્ત અમલવારી કરાવો ત્યારે,છેલ્લા એક અઠવાડિયામાં ટ્રાફિક પોલીસ હેલમેટ ના પહેર્યુ હોય તેવા લોકોને ઓનલાઈન મેમો પણ આપી રહી છે,તો બીજી તરફ પોલીસને એવી નિતી પણ સામે આવી છે કે,પોલીસ લોકોને સમજાવી રહી છે અને હેલમેટ પહેરવાનું કહી રહી છે. પંચવટી પાંચ રસ્તા પાસે પોલીસનુ છે ચેકિંગ તમે પંચવટી ચાર રસ્તાથી સીજી રોડ તરફ જતા હોય તો હેલમેટ જરૂર પહેરજો નહીતર પોલીસ તમને પકડશે,સાથે સાથે પોલીસ તમને રોકીને હેલમેટ પહેરવા માટે પણ સલાહ આપશે,જો તમે તમારી જાતને અકસ્માતથી બચાવવા માગતા હોય તો તમારે પણ હેલમેટ પહેરવું જરૂરી છે,ત્યારે અગામી સમયમાં પણ પોલીસની હેલમેટને લઈ ડ્રાઈવ યથવાત જ રહેશે,જો તમે હેલમેટ નહી પહેર્યુ હોય તો તમને પણ દંડ થઈ શકે છે. અગાઉ હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ વિભાગનો ઉધડો લીધો હતો 1 ઓગસ્ટે અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને લઈ અરજદારે હાઈકોર્ટમાં કરેલી અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ વિભાગનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે સાહેબ ગયા અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ એવી સ્થિતિમાં પોલીસ કામ કરી રહી છે. કોર્ટના હુકમ બાદ પણ પોલીસ નિષ્ફળ ગઈ હોવાનું અવલોકન હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. વધુમાં હાઈકોર્ટે કહ્યું હતું કે 1 મહિનો પસાર થઈ ગયો છતાં ટ્રાફિક પોલીસ વિભાગ પગલાં લેવામાં નિષ્ફળ રહ્યો છે. હાઈકોર્ટ ટકોર કરતા કહ્યું હતું કે ટ્રાફિકની સમસ્યા પર કામ કરો, વાયદા નહીં.

Ahmedabad પોલીસે પંચવટી પાંચ રસ્તા નજીક હેલમેટ પહેરવાને લઈ વાહનચાલકોને સમજાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા ટ્રાફિક પોલીસ થઈ સજ્જ
  • શહેરીજનોને પોલીસ ટ્રાફિકના નિયમનું પાલન કરવા સમજાઈ રહી છે
  • હેલમેટ પહેરો અને તમારી જાતને સુરક્ષિત બનાવો તેવું પોલીસ સમજાઈ રહી છે

અમદાવાદના પંચવટી પાંચ રસ્તા નજીક પોલીસ શહેરીજનોને રોકી ટ્રાફિકના નિયમોને લઈ સમજાઈ રહી છે.પંચવટી પાંચ રસ્તા પાસે આજે સવારે પોલીસ વાહનચાલકોને રોકી હેલમેટ પહેરવાનું કહી રહી છે,પોલીસનું કહેવું છે કે,હેલમેટ પહેરો અને પોતાની જાતને સુરક્ષિત રાખો તેવું સમજાવી રહી છે,પોલીસે આજે એક સાથે પાંચ લોકોને રોકી હેલમેટ પહેરવા માટે સૂચન કર્યુ હતુ.

અમદાવાદ પોલીસ બની સતર્ક

અમદાવાદ શહેરમાં અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે ત્યારે હાઈકોર્ટે આ મામલે અમદાવાદ પોલીસનો ઉધડો લઈ કહ્યું કે,શહેરમાં ટ્રાફિકના નિયમોનું અને હેલમેટ પહેરવાને લઈ ચુસ્ત અમલવારી કરાવો ત્યારે,છેલ્લા એક અઠવાડિયામાં ટ્રાફિક પોલીસ હેલમેટ ના પહેર્યુ હોય તેવા લોકોને ઓનલાઈન મેમો પણ આપી રહી છે,તો બીજી તરફ પોલીસને એવી નિતી પણ સામે આવી છે કે,પોલીસ લોકોને સમજાવી રહી છે અને હેલમેટ પહેરવાનું કહી રહી છે.

પંચવટી પાંચ રસ્તા પાસે પોલીસનુ છે ચેકિંગ

તમે પંચવટી ચાર રસ્તાથી સીજી રોડ તરફ જતા હોય તો હેલમેટ જરૂર પહેરજો નહીતર પોલીસ તમને પકડશે,સાથે સાથે પોલીસ તમને રોકીને હેલમેટ પહેરવા માટે પણ સલાહ આપશે,જો તમે તમારી જાતને અકસ્માતથી બચાવવા માગતા હોય તો તમારે પણ હેલમેટ પહેરવું જરૂરી છે,ત્યારે અગામી સમયમાં પણ પોલીસની હેલમેટને લઈ ડ્રાઈવ યથવાત જ રહેશે,જો તમે હેલમેટ નહી પહેર્યુ હોય તો તમને પણ દંડ થઈ શકે છે.

અગાઉ હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ વિભાગનો ઉધડો લીધો હતો

1 ઓગસ્ટે અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને લઈ અરજદારે હાઈકોર્ટમાં કરેલી અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ વિભાગનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે સાહેબ ગયા અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ એવી સ્થિતિમાં પોલીસ કામ કરી રહી છે. કોર્ટના હુકમ બાદ પણ પોલીસ નિષ્ફળ ગઈ હોવાનું અવલોકન હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. વધુમાં હાઈકોર્ટે કહ્યું હતું કે 1 મહિનો પસાર થઈ ગયો છતાં ટ્રાફિક પોલીસ વિભાગ પગલાં લેવામાં નિષ્ફળ રહ્યો છે. હાઈકોર્ટ ટકોર કરતા કહ્યું હતું કે ટ્રાફિકની સમસ્યા પર કામ કરો, વાયદા નહીં.