Ahmedabad: ન્યૂ ક્લોથ માર્કેટના વેપારીને દલાલ, સાત વેપારીઓએ 64.68 લાખનો ચૂનો ચોપડયો

ન્યુ ક્લોથ માર્કેટમાં કલશ એપક્ષો પેઢીના માલિક પાસેથી કાપડની દલાલી કરતા શખ્સે સાત જેટલા વેપારીઓને કુલ1.15 કરોડ રૂપિયાનો માલ 30 દિવસમાં પેમેન્ટ ચૂકવી આપવાના વાયદે અપાવ્યો હતો. જો કે, સાતેય વેપારીઓએ માત્ર 50.77 લાખ રૂપિયા પેમેન્ટ વેપારીને ચૂકવી આપ્યા હતા. જ્યારે બાકીના 64.68 લાખ રૂપિયા મામલે હાથ અધ્ધર કરી દિધા હતા. આ અંગે વેપારીએ EOWમાં દલાલ અને સાત વેપારીઓ વિરૂદ્ધમાં ઠગાઇની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.   ન્યુ ક્લોથ માર્કેટમાં રિકીનભાઇ શાહ કલશ એક્ષપો નામથી ભાગીદારીમાં કાપડનો ધંધો કરે છે. તેમની ઓફિસે ગત, જાન્યુઆરી 2023માં અશોકભાઇ ગાંધી નામનો દલાલ આવ્યો હતો અને તમારો માલ પણ હું વેચાણ કરીશ અને તેનું પેમેન્ટ 30 દિવસમાં આવી જશે તેમજ પેમેન્ટ જવાબદારી તેમની રહેશે કહેતા અલગ કાપડના સેમ્પલ લઇને વેપારીઓને મોકલ્યા હતા. અશોકભાઇએ રાજેશ્વરી ફ્રેશનના માલિક શશિપ્રકાશસિંગ ઉર્ફે ગગનસિંગ, એ ટુ ઝેડ એન્ટરપ્રાઇઝના માલિક અબ્દુલરજાક જુમ્મઇ, વિનાયક ફેબ્રિકના માલિક હરીશ રૂડકીય, ઓમ ટ્રેડર્સના માલિક ખુશાલ પ્રજાપતિ અને દિપક જોષી, હિન્દુસ્તાન ટેક્ષટાઇલ્સના માલિક મહેન્દ્રસિંહ, જી.પી.ફેબ્રિકના માલિક ગણેશ પ્રજાપતિને રિકીનભાઇની પેઢીમાંથી કુલ 1.15 કરોડ રૂપિયાનો કાપડનો માલ અપાવ્યો હતો. જેમાં સાતેય વેપારીઓએ ટુકડે ટુકડે 50.77 લાખ પેમેન્ટ રિકીનભાઇને ચૂકવ્યુ હતુ. બાકીનું 64.68 લાખ રૂપિયાનું પેમેન્ટ ના ચુકવતા છેતરપીડી થયાની જાણ થતા વેપારીએ આર્થીક ગુના નિવારણ શાખાએ દલાલ સહિત 8 શખ્સો વિરૂદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

Ahmedabad: ન્યૂ ક્લોથ માર્કેટના વેપારીને દલાલ, સાત વેપારીઓએ 64.68 લાખનો ચૂનો ચોપડયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ન્યુ ક્લોથ માર્કેટમાં કલશ એપક્ષો પેઢીના માલિક પાસેથી કાપડની દલાલી કરતા શખ્સે સાત જેટલા વેપારીઓને કુલ1.15 કરોડ રૂપિયાનો માલ 30 દિવસમાં પેમેન્ટ ચૂકવી આપવાના વાયદે અપાવ્યો હતો.

જો કે, સાતેય વેપારીઓએ માત્ર 50.77 લાખ રૂપિયા પેમેન્ટ વેપારીને ચૂકવી આપ્યા હતા. જ્યારે બાકીના 64.68 લાખ રૂપિયા મામલે હાથ અધ્ધર કરી દિધા હતા. આ અંગે વેપારીએ EOWમાં દલાલ અને સાત વેપારીઓ વિરૂદ્ધમાં ઠગાઇની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

  ન્યુ ક્લોથ માર્કેટમાં રિકીનભાઇ શાહ કલશ એક્ષપો નામથી ભાગીદારીમાં કાપડનો ધંધો કરે છે. તેમની ઓફિસે ગત, જાન્યુઆરી 2023માં અશોકભાઇ ગાંધી નામનો દલાલ આવ્યો હતો અને તમારો માલ પણ હું વેચાણ કરીશ અને તેનું પેમેન્ટ 30 દિવસમાં આવી જશે તેમજ પેમેન્ટ જવાબદારી તેમની રહેશે કહેતા અલગ કાપડના સેમ્પલ લઇને વેપારીઓને મોકલ્યા હતા. અશોકભાઇએ રાજેશ્વરી ફ્રેશનના માલિક શશિપ્રકાશસિંગ ઉર્ફે ગગનસિંગ, એ ટુ ઝેડ એન્ટરપ્રાઇઝના માલિક અબ્દુલરજાક જુમ્મઇ, વિનાયક ફેબ્રિકના માલિક હરીશ રૂડકીય, ઓમ ટ્રેડર્સના માલિક ખુશાલ પ્રજાપતિ અને દિપક જોષી, હિન્દુસ્તાન ટેક્ષટાઇલ્સના માલિક મહેન્દ્રસિંહ, જી.પી.ફેબ્રિકના માલિક ગણેશ પ્રજાપતિને રિકીનભાઇની પેઢીમાંથી કુલ 1.15 કરોડ રૂપિયાનો કાપડનો માલ અપાવ્યો હતો. જેમાં સાતેય વેપારીઓએ ટુકડે ટુકડે 50.77 લાખ પેમેન્ટ રિકીનભાઇને ચૂકવ્યુ હતુ. બાકીનું 64.68 લાખ રૂપિયાનું પેમેન્ટ ના ચુકવતા છેતરપીડી થયાની જાણ થતા વેપારીએ આર્થીક ગુના નિવારણ શાખાએ દલાલ સહિત 8 શખ્સો વિરૂદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.