Ahmedabad: નારોલ પોલીસ સ્ટેશનમાં નરાધમ મિત્ર સામે ફરિયાદ, માસૂમ સગીરા સાથે મિત્રએ જ કર્યા શારીરિક અડપલાં
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. માત્ર 10 વર્ષની માસૂમ સગીરા સાથે તેના જ એક મિત્રએ શારીરિક અડપલાં કરી છેડતી કરતા ચકચાર મચી ગઈ છે. આ મામલે સગીરાની માતાની ફરિયાદના આધારે નારોલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિશ્વાસઘાત અને છેડતી
મળતી માહિતી મુજબ, ભોગ બનનાર 10 વર્ષની સગીરા અને આરોપી વચ્ચે મિત્રતાનો સંબંધ હતો. જોકે, આ મિત્રતાનો ગેરફાયદો ઉઠાવી આરોપીએ માસૂમ બાળકી સાથે અશોભનીય વર્તન કરી શારીરિક અડપલાં કર્યા હતા. આ ઘટનાથી ડરી ગયેલી સગીરાએ હિંમત ભેગી કરી પોતાની માતાને સમગ્ર આપવીતી જણાવી હતી.
માતાએ નોંધાવી પોલીસ ફરિયાદ
પોતાની પુત્રી સાથે થયેલા દુર્વ્યવહારની જાણ થતા જ પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. નારોલ પોલીસ સ્ટેશનમાં આ મામલે વિધિવત રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે સગીરાના નિવેદન અને માતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ છેડતી તેમજ પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો:Vadodara: પત્નીનું ગળું દબાવ્યા બાદ ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી પતિએ ખેલ્યો મોતનો ખેલ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

