Ahmedabad : ધોળકામાં 25 લાખની ચોરીના કેસનો ભેદ ઉકેલાયો, આરોપી જાણ ભેદુ જ નીકળ્યો!

Sep 11, 2025 - 19:00
Ahmedabad : ધોળકામાં 25 લાખની ચોરીના કેસનો ભેદ ઉકેલાયો, આરોપી જાણ ભેદુ જ નીકળ્યો!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના ધોળકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક મકાનની નીચે ચાલતા ગેરેજમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ છે. આ ચોરીમાં 19 લાખ રૂપિયા રોકડા અને 6 લાખ રૂપિયાના દાગીનાનો સમાવેશ થાય છે. આ બનાવને પગલે ધોળકા પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરતા આરોપી જાણ ભેદુ જ નીકળ્યો છે અને પોલીસે રોકડ રકમ અને દાગીના સહિતનો મુદ્દામાલ જપ્ત કરવમાં પણ મોટી સફળતા મેળવી છે.

દુકાનમાં રહેલી તિજોરી તોડી ચોરી કરી

કહેવાય છે ને કે પૈસા ભલભલાના મન બદલી નાખે છે અને પૈસાની લાલચમાં વ્યક્તિ ક્યારેક ન કરવાનું પણ કરી નાખે છે, ક્યારેક તે ઘરનો જ વ્યક્તિ હોય કે પછી બહારનો પૈસાની લાલચમાં ચોરી જેવો ગુનો કરી બેસે છે અને આવું જ અમદાવાદમાં બન્યું છે. ધોળકામાં ગેરેજ માલિકના મકાન નીચે આવેલી દુકાનમાંથી તિજોરી તોડી ચોરીની થયાની ઘટના સામે આવી હતી, જેમાં 19 લાખ રોકડા, સોનાના 18.5 તોલા દાગીના અને ચાંદીના દાગીના મળીને કુલ રૂ.24,97,000ના મુદ્દામાલની ચોરી થઈ હતી. જેની સમગ્ર તપાસ પોલીસે શરૂ કરી હતી અને પોલીસને તપાસમાં કોઈ જાણીતુ નજીકનું વ્યક્તિ લાગ્યું હતું, જેથી પોલીસે તે દિશામાં તપાસ કરતા સામે આવ્યું કે ચોરી કરનાર કોઈ નહીં પરંતુ ગેરેજની સામે ઉભો રહેતો ફ્રુટ લારી ચલાવતો 50 વર્ષીય ઉંમરનો ફારૂક મન્સૂરી હતો.

રોકડા 17 લાખ લઈ ચોર થયો ફરાર

અહીં મહત્વની વાત એ છે કે 18.5 તોલા સોનાની વર્તમાન કિંમત 22 કેરેટના રૂ.1,01,350 મુજબ 18.5 તોલાના રૂ. 18,74,975 ગણીએ તો કુલ ચોરી 19 લાખની રોકડ સાથે રૂપિયા 37,74,975 થાય છે. જે દાગીના પોલીસને તપાસ સમયે આરોપીના ઘરેથી મળી આવ્યા હતા, ધોળકામાં ન્યૂ ગોલ્ડન ઓટો ગેરેજના માલિક ફીરોજભાઈ હસનભાઈ રાધનપુરી સોમવારે ગેરેજ બંધ કરવા જતાં ટેબલ ખાનામાંથી એક ચાવી ગાયબ હતી. બીજી ચાવીથી ત્રણ શટર પૈકી એકનો દરવાજો બહારથી અને બેના અંદરથી બંધ કરી ઉપરના માળે મકાનમાં ગયા હતા. 9 સપ્ટેમ્બરે સવારે પરત આવતાં ગુમ થયેલી ચાવી ગેરેજમાં પડી હતી. તિજોરીના બંને લોકર ખુલ્લા હતા. જેમાંથી 2 લાખ અને 500ના દરના 34 બંડલ રૂપિયા 17 લાખ અને 18.5 તોલા સોનાના દાગીના ગાયબ હતા. આરોપીની પુછપરછમાં થયો મોટો ખુલાસો

આ ઘટના બાદ ફરિયાદીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો અને ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ જે.ડી. ડાંગરવાલાએ આ મામલે તપાસ શરૂ કરી છે. અજાણ્યા ચોરને પકડવા માટે ડોગ સ્ક્વોર્ડ અને એફએસએલની મદદ લેવાઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોલીસને આરોપીને મુદ્દામાલ સાથે પકડવામાં સફળતા મળી હતી. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે તેને ઈકો કાર લેવી હતી, જેના કારણે તેને ચોરીને અંજામ આપ્યો હતો. જોકે અન્ય કોઈ જગ્યાએ આરોપીએ ચોરી કરી છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0