Ahmedabad: દિવાળીમાં એરપોર્ટ ઓથોરિટીની મુસાફરો માટે એડવાઇઝરી જાહેર

અમદાવાદમાં સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીએ મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી. દિવાળી દરમ્યાન મુસાફરોને નિર્ધારિત સમય કરતાં વહેલા આવવા સૂચન આપવામાં આવી. દિવાળી દરમ્યાન એરપોર્ટ પર મુસાફરોની ભીડ સર્જાતી હોય છે. મુસાફરોની ભીડ વચ્ચે સિક્યુરીટી પ્રોટોકોલમાં વિલંબ ન થાય તે માટે એડવાઈઝરી જાહેર કરી. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર દરરોજ 250થી 270 જેટલી ફ્લાઈટની અવરજવર રહેતી હોય છે, જેમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દિવાળીના વેકેશન દરમિયાન ફ્લાઇટ મોમેન્ટ અને પેસેન્જરની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. આ પરિસ્થિતિમાં કોઈપણ મુસાફરને તકલીફ ન પડે અને તમામ કાર્યવાહી સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે તે માટે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા પેસેન્જર એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. મુસાફરે જૂના સમય કરતા વહેલા જવાનું રહેશે હવે દિવાળી વેકેશન દરમિયાન હજારો લોકો અમદાવાદ એરપોર્ટથી દેશ-વિદેશમાં ફ્લાઈટ મારફતે ફરવા જઈ રહ્યા છે. જેથી દિવાળી દરમિયાન અમદાવાદ એરપોર્ટ ઉપર મુસાફરોની સંખ્યા વધી જાય છે, ત્યારે તમામ જરૂરી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થઈ શકે તે માટે અમદાવાદ એરપોર્ટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરી રહેલા મુસાફરોને એરપોર્ટ ઉપર ફ્લાઇટના સમય કરતા બેથી ત્રણ કલાક પહેલા પહોંચવાનું હોય છે. પરંતુ આ દિવાળી વેકેશનના સમયગાળા દરમિયાન થોડો વધારાનો સમય ફાળવવા જણાવ્યું છે, જેથી સિક્યુરિટી, ચેકઇન અને તમામ પ્રોટોકોલ પૂર્ણ થઈ શકે. કોઈપણ મુસાફરની સિક્યુરિટી ચેકિંગને કારણે ફ્લાઈટ છૂટી ન જાય અને તેમની મુસાફરી આરામદાયક બની શકે તે માટે પેસેન્જર એડવાઈઝરી જાહેર કરવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા ટર્મિનલ 2 માટે એડવાઈઝરી જાહેર કરેલ અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ગુજરાતનું સૌથી મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. એટલે કે, અમદાવાદ એરપોર્ટ સાથે વિદેશના શહેરોની કનેક્ટિવિટી ગુજરાત રાજ્યમાં સૌથી વધુ છે. આથી ફક્ત અમદાવાદના જ નહીં પરંતુ ગુજરાતભરમાંથી મુસાફરો ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે અમદાવાદ એરપોર્ટ આવે છે. આથી આ લોકો અટવાય ન જાય તેના માટે એરપોર્ટ દ્વારા ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટ સ્ટાફ તહેનાત રાખવામાં આવશે અને દરેક જગ્યા ઉપર સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. શું એડવાઈઝરી જાહેર કરેલ હતી? અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ટર્મિનલ 2ની નજીક ચાલી રહેલા વિકાસ અને ક્ષમતા વધારવાના કામને લીધે પાર્કિંગ વ્યવસ્થામાં બદલાવ કરવામાં આવ્યો છે. આ ફેરફારને કારણે કોઈ પ્રવાસીને હાલાકી ન પડે તેના માટે એરપોર્ટ ઓથોરિટીની ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટ ટીમ પાર્કિંગ સ્થાનો અને ટ્રાફિક ફ્લોમા મદદ કરવા માટે 24 કલાક તહેનાત રહેશે. જેના માટે એરપોર્ટ સર્કલથી એરપોર્ટ તરફ જતા વચ્ચે રસ્તામાં જે ફ્લેક્સ સર્કલ આવે છે ત્યાંથી ડાબી તરફથી શરૂ કરીને જ્યાં સુધી પ્રવાસીઓના વાહનો પાર્ક ન થાય ત્યાં સુધી તમામ સ્થળ પર ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટ ટીમનો સ્ટાફ હાજર રહેશે. એક નકશો પણ જાહેર કરવામાં આવ્યો હતો એરપોર્ટના ટર્મિનલ 2ની અંદર જવા માટે અગાઉ અલગ પ્રવેશ દ્વાર હતો. પરંતુ હવે તે માર્ગમાં વિકાસ કાર્યો થવાના હોવાથી બંધ કરીને તેની બાજુમાં જ વૈકલ્પિક માર્ગ શરૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી પ્રવાસીઓ ટર્મિનલ 2ની અંદર પ્રવેશ કરી શકશે અને જૂના પાર્કિંગ સ્થળથી નજીક વૈકલ્પિક પાર્કિંગ વ્યવસ્થા પણ તૈયાર કરવામાં આવી છે. તેના માટે પ્રવાસી કયા સ્થળથી પ્રવેશ લઈને ક્યાંથી બહાર નીકળી શકશે અને કયા સ્થળ પર વાહન પાર્ક કરી શકશે તેના માટે અમદાવાદ એરપોર્ટ દ્વારા એક નકશો પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મુસાફરો ફ્લેક્સ સર્કલથી ડાબી તરફ 700 મીટર અંદર જઈને જમણી તરફ ટર્મિનલ 2ની અંદર પ્રવેશ કરી શકશે. ત્યાંથી અમદાવાદ એરપોર્ટના ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટ ટીમના સભ્ય દ્વારા પ્રવાસીઓને માર્ગદર્શન આપવામાં આવશે. એરપોર્ટ વધુને વધુ બદલાવ કરી રહ્યું છે એરપોર્ટ ઉપર મુસાફરોની સુવિધા અને ક્ષમતા વધારવા માટે સતત નવા ડેવલોપમેન્ટ થઈ રહ્યા છે. જેના ભાગરૂપે વિવિધ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. ત્યારે એરપોર્ટના ટર્મિનલ 2 એટલે કે, જ્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ હતું ત્યાં ઇન્ટીગ્રેટેડ ટર્મિનલ બનાવવાની પ્રક્રિયામાં એરપોર્ટ વધુને વધુ બદલાવ કરી રહ્યું છે. ટર્મિનલની અંદર ઘણા બધા સુધારા કર્યા બાદ હવે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા ટર્મિનલની બહાર પણ બદલાવ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે પેસેન્જર માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ટર્મિનલ 2ની બહાર પ્લાઝા કે મોલ પણ બનાવવાની તૈયારી એરપોર્ટના ટર્મિનલ 2 એટલે કે નવા બનાવેલા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલની બહાર વિવિધ ફૂડ સ્ટોલ એટલે કે, અલગ અલગ બ્રાન્ડના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં કોઈ ઇન્ટરનેશનલ મહેમાન આવે તો તમને ગુજરાતી વાનગીનો સ્વાદ માણી શકાય તે પ્રકારના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે. આ સાથે જ ભવિષ્યના વર્ષોમાં ત્યાં ટર્મિનલ 2ની બહાર પ્લાઝા કે મોલ પણ બનાવવાની તૈયારીઓ છે. તેવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. ટર્મિનલ 2માં જવા માટેનો રસ્તો પણ બદલવામાં આવ્યો આ સમગ્ર ડેવલોપમેન્ટના ભાગરૂપે ટર્મિનલ 2ની બહારના ભાગમાં આવેલું પાર્કિંગ તોડીને તે જગ્યા પર વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવશે. જેને કારણે હાલમાં મુસાફરોને લેવા અથવા મુકવા માટે આવતા તેમના સગા-સંબંધી અથવા મિત્રો માટે વૈકલ્પિક પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એટલે કે, ટર્મિનલ 2ની કાયાપલટ કરવા માટે મુસાફરોએ સામાન્ય હાલાકી પડી શકે છે. કારણ કે, ટર્મિનલ 2માં જવા માટેનો રસ્તો પણ બદલવામાં આવ્યો છે.

Ahmedabad: દિવાળીમાં એરપોર્ટ ઓથોરિટીની મુસાફરો માટે એડવાઇઝરી જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીએ મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી. દિવાળી દરમ્યાન મુસાફરોને નિર્ધારિત સમય કરતાં વહેલા આવવા સૂચન આપવામાં આવી. દિવાળી દરમ્યાન એરપોર્ટ પર મુસાફરોની ભીડ સર્જાતી હોય છે. મુસાફરોની ભીડ વચ્ચે સિક્યુરીટી પ્રોટોકોલમાં વિલંબ ન થાય તે માટે એડવાઈઝરી જાહેર કરી.


અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર દરરોજ 250થી 270 જેટલી ફ્લાઈટની અવરજવર રહેતી હોય છે, જેમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દિવાળીના વેકેશન દરમિયાન ફ્લાઇટ મોમેન્ટ અને પેસેન્જરની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. આ પરિસ્થિતિમાં કોઈપણ મુસાફરને તકલીફ ન પડે અને તમામ કાર્યવાહી સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે તે માટે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા પેસેન્જર એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

મુસાફરે જૂના સમય કરતા વહેલા જવાનું રહેશે

હવે દિવાળી વેકેશન દરમિયાન હજારો લોકો અમદાવાદ એરપોર્ટથી દેશ-વિદેશમાં ફ્લાઈટ મારફતે ફરવા જઈ રહ્યા છે. જેથી દિવાળી દરમિયાન અમદાવાદ એરપોર્ટ ઉપર મુસાફરોની સંખ્યા વધી જાય છે, ત્યારે તમામ જરૂરી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થઈ શકે તે માટે અમદાવાદ એરપોર્ટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરી રહેલા મુસાફરોને એરપોર્ટ ઉપર ફ્લાઇટના સમય કરતા બેથી ત્રણ કલાક પહેલા પહોંચવાનું હોય છે. પરંતુ આ દિવાળી વેકેશનના સમયગાળા દરમિયાન થોડો વધારાનો સમય ફાળવવા જણાવ્યું છે, જેથી સિક્યુરિટી, ચેકઇન અને તમામ પ્રોટોકોલ પૂર્ણ થઈ શકે. કોઈપણ મુસાફરની સિક્યુરિટી ચેકિંગને કારણે ફ્લાઈટ છૂટી ન જાય અને તેમની મુસાફરી આરામદાયક બની શકે તે માટે પેસેન્જર એડવાઈઝરી જાહેર કરવામાં આવ્યું છે.

થોડા દિવસ પહેલા ટર્મિનલ 2 માટે એડવાઈઝરી જાહેર કરેલ

અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ગુજરાતનું સૌથી મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. એટલે કે, અમદાવાદ એરપોર્ટ સાથે વિદેશના શહેરોની કનેક્ટિવિટી ગુજરાત રાજ્યમાં સૌથી વધુ છે. આથી ફક્ત અમદાવાદના જ નહીં પરંતુ ગુજરાતભરમાંથી મુસાફરો ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે અમદાવાદ એરપોર્ટ આવે છે. આથી આ લોકો અટવાય ન જાય તેના માટે એરપોર્ટ દ્વારા ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટ સ્ટાફ તહેનાત રાખવામાં આવશે અને દરેક જગ્યા ઉપર સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.

શું એડવાઈઝરી જાહેર કરેલ હતી?

અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ટર્મિનલ 2ની નજીક ચાલી રહેલા વિકાસ અને ક્ષમતા વધારવાના કામને લીધે પાર્કિંગ વ્યવસ્થામાં બદલાવ કરવામાં આવ્યો છે. આ ફેરફારને કારણે કોઈ પ્રવાસીને હાલાકી ન પડે તેના માટે એરપોર્ટ ઓથોરિટીની ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટ ટીમ પાર્કિંગ સ્થાનો અને ટ્રાફિક ફ્લોમા મદદ કરવા માટે 24 કલાક તહેનાત રહેશે. જેના માટે એરપોર્ટ સર્કલથી એરપોર્ટ તરફ જતા વચ્ચે રસ્તામાં જે ફ્લેક્સ સર્કલ આવે છે ત્યાંથી ડાબી તરફથી શરૂ કરીને જ્યાં સુધી પ્રવાસીઓના વાહનો પાર્ક ન થાય ત્યાં સુધી તમામ સ્થળ પર ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટ ટીમનો સ્ટાફ હાજર રહેશે.

એક નકશો પણ જાહેર કરવામાં આવ્યો હતો

એરપોર્ટના ટર્મિનલ 2ની અંદર જવા માટે અગાઉ અલગ પ્રવેશ દ્વાર હતો. પરંતુ હવે તે માર્ગમાં વિકાસ કાર્યો થવાના હોવાથી બંધ કરીને તેની બાજુમાં જ વૈકલ્પિક માર્ગ શરૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી પ્રવાસીઓ ટર્મિનલ 2ની અંદર પ્રવેશ કરી શકશે અને જૂના પાર્કિંગ સ્થળથી નજીક વૈકલ્પિક પાર્કિંગ વ્યવસ્થા પણ તૈયાર કરવામાં આવી છે. તેના માટે પ્રવાસી કયા સ્થળથી પ્રવેશ લઈને ક્યાંથી બહાર નીકળી શકશે અને કયા સ્થળ પર વાહન પાર્ક કરી શકશે તેના માટે અમદાવાદ એરપોર્ટ દ્વારા એક નકશો પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મુસાફરો ફ્લેક્સ સર્કલથી ડાબી તરફ 700 મીટર અંદર જઈને જમણી તરફ ટર્મિનલ 2ની અંદર પ્રવેશ કરી શકશે. ત્યાંથી અમદાવાદ એરપોર્ટના ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટ ટીમના સભ્ય દ્વારા પ્રવાસીઓને માર્ગદર્શન આપવામાં આવશે.

એરપોર્ટ વધુને વધુ બદલાવ કરી રહ્યું છે

એરપોર્ટ ઉપર મુસાફરોની સુવિધા અને ક્ષમતા વધારવા માટે સતત નવા ડેવલોપમેન્ટ થઈ રહ્યા છે. જેના ભાગરૂપે વિવિધ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. ત્યારે એરપોર્ટના ટર્મિનલ 2 એટલે કે, જ્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ હતું ત્યાં ઇન્ટીગ્રેટેડ ટર્મિનલ બનાવવાની પ્રક્રિયામાં એરપોર્ટ વધુને વધુ બદલાવ કરી રહ્યું છે. ટર્મિનલની અંદર ઘણા બધા સુધારા કર્યા બાદ હવે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા ટર્મિનલની બહાર પણ બદલાવ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે પેસેન્જર માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

ટર્મિનલ 2ની બહાર પ્લાઝા કે મોલ પણ બનાવવાની તૈયારી

એરપોર્ટના ટર્મિનલ 2 એટલે કે નવા બનાવેલા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલની બહાર વિવિધ ફૂડ સ્ટોલ એટલે કે, અલગ અલગ બ્રાન્ડના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં કોઈ ઇન્ટરનેશનલ મહેમાન આવે તો તમને ગુજરાતી વાનગીનો સ્વાદ માણી શકાય તે પ્રકારના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે. આ સાથે જ ભવિષ્યના વર્ષોમાં ત્યાં ટર્મિનલ 2ની બહાર પ્લાઝા કે મોલ પણ બનાવવાની તૈયારીઓ છે. તેવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.

ટર્મિનલ 2માં જવા માટેનો રસ્તો પણ બદલવામાં આવ્યો

આ સમગ્ર ડેવલોપમેન્ટના ભાગરૂપે ટર્મિનલ 2ની બહારના ભાગમાં આવેલું પાર્કિંગ તોડીને તે જગ્યા પર વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવશે. જેને કારણે હાલમાં મુસાફરોને લેવા અથવા મુકવા માટે આવતા તેમના સગા-સંબંધી અથવા મિત્રો માટે વૈકલ્પિક પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એટલે કે, ટર્મિનલ 2ની કાયાપલટ કરવા માટે મુસાફરોએ સામાન્ય હાલાકી પડી શકે છે. કારણ કે, ટર્મિનલ 2માં જવા માટેનો રસ્તો પણ બદલવામાં આવ્યો છે.