Ahmedabad: તહેવારોના દિવસોમાં પેટ્રોલનું દૈનિક વેચાણ 25% અને ડીઝલનું 40% ઘટયું

દિવાળીના તહેવારોના દિવસોમાં એક તરફ્ કપડાં, મીઠાઈઓ, ઈલેક્ટ્રોનિક્સ જેવી વસ્તુઓનું વેચાણ વધી જતું હોય છે ત્યારે લોકોને ઓફ્સિોમાં રાજા તેમજ શાળા-કોલેજોમાં વેકેશનના કારણે વાહનોનો વપરાશ ઓછો થઈ જાય છે. જેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના વેચાણ ઉપર જોવા મળી હતી.પેટ્રોલિયમ ડીલર્સના જણાવ્યા પ્રમાણે તહેવારોમાં ગુજરાતમાં પેટ્રોલના વેચાણમાં અંદાજે 25% જેવો અને ડીઝલના વેચાણમાં આશરે 40% જેટલો ઘટાડો થયો હતો.ફેડરેશન ઓફ્ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું કે, ડીઝલની ખપત મુખ્યત્વે ટ્રક અને ટ્રાન્સપોર્ટ વાહનોમાં થાય છે. તહેવારોના સમયમાં દિવાળીથી મોટાભાગની બજારો બંધ હોય છે તેમજ ઇન્ડસ્ટ્રિયલ એક્ટિવિટી પણ ઘણી ઓછી હોય છે. આ કારણે ટ્રક અને માલ-સામાનના હેરફેરની કામગીરી લગભગ બંધ જેવી હોય છે. જેના કારણે ડીઝલનું વેચાણ અંદાજે 40% જેટલું ઘટી જાય છે. બીજી તરફ્ ઓફ્સિો અને સ્કૂલ-કોલેજોમાં રજા હોવાને કારણે તું-વ્હીલર્સ તેમજ કારનો વપરાશ પણ ઓછો હોય છે. આનાથી પેટ્રોલના વેચાણમાં આશરે 25% જેટલો ઘટાડો થયો છે. ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના દૈનિક વેચાણના આંકડા જોઈએ તો, રાજ્યમાં રોજની 82 લાખ લિટર પેટ્રોલની ખપત થાય છે જ્યારે 1.67 કરોડ લિટર ડીઝલનું વેચાણ રહે છે. તહેવારોના કારણે પેટ્રોલમાં દૈનિક 20 લાખ લિટર વેચાણ ઘટયું છે જ્યારે ડીઝલના વેચાણમાં 67 લાખ લિટર જેટલો ઘટાડો થયો છે.

Ahmedabad: તહેવારોના દિવસોમાં પેટ્રોલનું દૈનિક વેચાણ 25% અને ડીઝલનું 40% ઘટયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના તહેવારોના દિવસોમાં એક તરફ્ કપડાં, મીઠાઈઓ, ઈલેક્ટ્રોનિક્સ જેવી વસ્તુઓનું વેચાણ વધી જતું હોય છે ત્યારે લોકોને ઓફ્સિોમાં રાજા તેમજ શાળા-કોલેજોમાં વેકેશનના કારણે વાહનોનો વપરાશ ઓછો થઈ જાય છે. જેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના વેચાણ ઉપર જોવા મળી હતી.

પેટ્રોલિયમ ડીલર્સના જણાવ્યા પ્રમાણે તહેવારોમાં ગુજરાતમાં પેટ્રોલના વેચાણમાં અંદાજે 25% જેવો અને ડીઝલના વેચાણમાં આશરે 40% જેટલો ઘટાડો થયો હતો.ફેડરેશન ઓફ્ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું કે, ડીઝલની ખપત મુખ્યત્વે ટ્રક અને ટ્રાન્સપોર્ટ વાહનોમાં થાય છે. તહેવારોના સમયમાં દિવાળીથી મોટાભાગની બજારો બંધ હોય છે તેમજ ઇન્ડસ્ટ્રિયલ એક્ટિવિટી પણ ઘણી ઓછી હોય છે. આ કારણે ટ્રક અને માલ-સામાનના હેરફેરની કામગીરી લગભગ બંધ જેવી હોય છે. જેના કારણે ડીઝલનું વેચાણ અંદાજે 40% જેટલું ઘટી જાય છે. બીજી તરફ્ ઓફ્સિો અને સ્કૂલ-કોલેજોમાં રજા હોવાને કારણે તું-વ્હીલર્સ તેમજ કારનો વપરાશ પણ ઓછો હોય છે. આનાથી પેટ્રોલના વેચાણમાં આશરે 25% જેટલો ઘટાડો થયો છે.

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના દૈનિક વેચાણના આંકડા જોઈએ તો, રાજ્યમાં રોજની 82 લાખ લિટર પેટ્રોલની ખપત થાય છે જ્યારે 1.67 કરોડ લિટર ડીઝલનું વેચાણ રહે છે. તહેવારોના કારણે પેટ્રોલમાં દૈનિક 20 લાખ લિટર વેચાણ ઘટયું છે જ્યારે ડીઝલના વેચાણમાં 67 લાખ લિટર જેટલો ઘટાડો થયો છે.