Ahmedabad: ટ્રાફિકની સમસ્યાને લઈને હાઇકોર્ટે નિષ્ક્રિય પોલીસ સામે એક્શન લેવા આદેશ કર્યો

અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ટ્રાફિકની સમસ્યાનો નિવારણ આવી રહ્યો નથી, જેને લઈ ગુજરાત હાઇકોર્ટે આગાઉ રાજ્ય સરકાર અને ટ્રાફિક વિભાગને અનેક સૂચનાઓ આપી હતી, તેમ છતાં પરિસ્થિતિથી યથાવત્ છે. આ પરિસ્થિતિને લઈને ફરી એકવાર હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકાર અને ટ્રાફિક વિભાગની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. હાઇકોર્ટે આના ઉપર નારાજગી વ્યક્ત કરી ઝાટકણી કાઢી અને નિષ્ક્રિય પોલીસ કર્મીઓની સામે એક્શન લેવાની સુધીની સૂચના આપી છે. રાજયમાં ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે કોર્ટમાં હુકમના તિરસ્કાર મામલે હાઇકોર્ટે ખૂબ જ નારાજગી વ્યક્ત કરી હતી હાઇકોર્ટે રાજ્ય સરકાર અને ટ્રાફિક પોલીસ વિભાગને આકરા વલણ સાથે ટકોર કરતા કહ્યું કે "દેખીતી રીતે સરળ લગતી વસ્તુઓ હકીકતમાં સરળ નથી માત્ર લોકોની સામે કાર્યવાહી કરતા નિષ્ક્રિય પોલીસ કર્મીઓ સામે પણ પગલાં લેવાની જરૂર છે". હાઇકોર્ટ કહ્યું કે ટ્રાફિક પોલીસના જવાનને જ્યાં ફરજ આપી હોય ત્યાં માત્ર તેઓ હાજર હોય છે પરંતુ કામ કરતા નથી, રસ્તાઓ પર જામ થઈ જાય છે અને લાગે છે કે હવે જવું જ પડશે, ત્યારે તેઓ ઉભા થાય છે આ નિષ્ક્રિય પોલીસ કર્મીઓ સામે કડક પગલાં લેવાની જરૂર છે. હાઇકોર્ટે પોલીસની ટ્રાફિક ડ્રાઈવ સામે સવાલ ઉઠાવતા આગળ કહ્યું કે, પંદર દિવસની ડ્રાઇવ વાત હતી પણ પરિસ્થિતિ જેમની તેમ છે માત્ર ડ્રાઇવ કરવાથી નહીં ચાલે. આ અંગે ડીસીપી અને ગાંધીનગરના અધિકારીઓએ સમયાંતરે રીવ્યુ કરવાની જરૂર છે, આ સમસ્યાઓના સમાધાન માટે પીરીયોડીક મીટીંગ ખૂબ જરૂરી છે એની સાથે ફોર્સમાં કલ્ચરની જરૂર છે. શહેરમાં દબાણો દુર કરવામાં આવશે તો બીજી બાજુ ટ્રાફિક અને દબાણ સહિતના મુદ્દાએ હાઇકોર્ટ દ્વારા નવીન કામગીરી શરૂ કરવા સંબંધિત વિભાગને આદેશ કરાયો હતો આથી હવે જુદા જુદા ઝોન પૈકી કામગીરીની શરૂઆત કરાવી શકાશે. સ્ટેટ ટ્રાફિક વિભાગ કામગીરી શરૂ કરશે શહેરમાં મોટા પાયે થયેલા દબાણો દૂર કરવાની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવશે એવી માહિતી આપવામાં આવી. 8 દિવસમાં 444 ફરિયાદો મળી રાજ્ય સરકારમાંથી સરકારને 8 થી 18 સપ્ટેમ્બર દરમિયાન અનેક ફરિયાદો મળી છે, માત્ર આઠ દિવસના સમયગાળામાં ટ્રાફિક સંબંધિત 444 ફરિયાદો મળી છે. આ અંગે હાઇકોર્ટે કહ્યું કે આ આપણે જોતા એવું લાગે છે કે, ખૂબ મોટા એસ્ટાબ્લિશમેન્ટની જરૂર છે, હાઇકોર્ટે સવાલ કર્યો કે, આ 444 ફરિયાદોનું કેટલા કલાકમાં નિરાકરણ લાવવામાં આવ્યું? હાઇકોર્ટે સુચના આપી કે ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેક્સની મદદથી જે તે જગ્યા પર ટ્રાફિક સહિતની સમસ્યાઓ મામલે ચોક્કસ જાણકારી મળી શકે અને લો ઓરબીટ સેટેલાઈટની મદદથી જીઓ ઇન્ફોર્મેટીક્સ સહિતના મુદ્દે નિવારણ થઈ શકે છે.

Ahmedabad: ટ્રાફિકની સમસ્યાને લઈને હાઇકોર્ટે નિષ્ક્રિય પોલીસ સામે એક્શન લેવા આદેશ કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ટ્રાફિકની સમસ્યાનો નિવારણ આવી રહ્યો નથી, જેને લઈ ગુજરાત હાઇકોર્ટે આગાઉ રાજ્ય સરકાર અને ટ્રાફિક વિભાગને અનેક સૂચનાઓ આપી હતી, તેમ છતાં પરિસ્થિતિથી યથાવત્ છે. આ પરિસ્થિતિને લઈને ફરી એકવાર હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકાર અને ટ્રાફિક વિભાગની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. હાઇકોર્ટે આના ઉપર નારાજગી વ્યક્ત કરી ઝાટકણી કાઢી અને નિષ્ક્રિય પોલીસ કર્મીઓની સામે એક્શન લેવાની સુધીની સૂચના આપી છે.

રાજયમાં ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે કોર્ટમાં હુકમના તિરસ્કાર મામલે હાઇકોર્ટે ખૂબ જ નારાજગી વ્યક્ત કરી હતી હાઇકોર્ટે રાજ્ય સરકાર અને ટ્રાફિક પોલીસ વિભાગને આકરા વલણ સાથે ટકોર કરતા કહ્યું કે "દેખીતી રીતે સરળ લગતી વસ્તુઓ હકીકતમાં સરળ નથી માત્ર લોકોની સામે કાર્યવાહી કરતા નિષ્ક્રિય પોલીસ કર્મીઓ સામે પણ પગલાં લેવાની જરૂર છે".

હાઇકોર્ટ કહ્યું કે ટ્રાફિક પોલીસના જવાનને જ્યાં ફરજ આપી હોય ત્યાં માત્ર તેઓ હાજર હોય છે પરંતુ કામ કરતા નથી, રસ્તાઓ પર જામ થઈ જાય છે અને લાગે છે કે હવે જવું જ પડશે, ત્યારે તેઓ ઉભા થાય છે આ નિષ્ક્રિય પોલીસ કર્મીઓ સામે કડક પગલાં લેવાની જરૂર છે. હાઇકોર્ટે પોલીસની ટ્રાફિક ડ્રાઈવ સામે સવાલ ઉઠાવતા આગળ કહ્યું કે, પંદર દિવસની ડ્રાઇવ વાત હતી પણ પરિસ્થિતિ જેમની તેમ છે માત્ર ડ્રાઇવ કરવાથી નહીં ચાલે. આ અંગે ડીસીપી અને ગાંધીનગરના અધિકારીઓએ સમયાંતરે રીવ્યુ કરવાની જરૂર છે, આ સમસ્યાઓના સમાધાન માટે પીરીયોડીક મીટીંગ ખૂબ જરૂરી છે એની સાથે ફોર્સમાં કલ્ચરની જરૂર છે.

શહેરમાં દબાણો દુર કરવામાં આવશે

તો બીજી બાજુ ટ્રાફિક અને દબાણ સહિતના મુદ્દાએ હાઇકોર્ટ દ્વારા નવીન કામગીરી શરૂ કરવા સંબંધિત વિભાગને આદેશ કરાયો હતો આથી હવે જુદા જુદા ઝોન પૈકી કામગીરીની શરૂઆત કરાવી શકાશે. સ્ટેટ ટ્રાફિક વિભાગ કામગીરી શરૂ કરશે શહેરમાં મોટા પાયે થયેલા દબાણો દૂર કરવાની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવશે એવી માહિતી આપવામાં આવી.

8 દિવસમાં 444 ફરિયાદો મળી

રાજ્ય સરકારમાંથી સરકારને 8 થી 18 સપ્ટેમ્બર દરમિયાન અનેક ફરિયાદો મળી છે, માત્ર આઠ દિવસના સમયગાળામાં ટ્રાફિક સંબંધિત 444 ફરિયાદો મળી છે. આ અંગે હાઇકોર્ટે કહ્યું કે આ આપણે જોતા એવું લાગે છે કે, ખૂબ મોટા એસ્ટાબ્લિશમેન્ટની જરૂર છે, હાઇકોર્ટે સવાલ કર્યો કે, આ 444 ફરિયાદોનું કેટલા કલાકમાં નિરાકરણ લાવવામાં આવ્યું? હાઇકોર્ટે સુચના આપી કે ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેક્સની મદદથી જે તે જગ્યા પર ટ્રાફિક સહિતની સમસ્યાઓ મામલે ચોક્કસ જાણકારી મળી શકે અને લો ઓરબીટ સેટેલાઈટની મદદથી જીઓ ઇન્ફોર્મેટીક્સ સહિતના મુદ્દે નિવારણ થઈ શકે છે.