Ahmedabad: ગોયલ ઈન્ટરસિટીમાં બિલ્ડર, એન્જિનિયર સહિત 9 વેપારી મહેફિલ માણતા ઝડપાયા
વસ્ત્રાપુરમાં આવેલી ગોયલ ઇન્ટરસીટીના C બ્લોકના ચોથા માળે ફલેટ નંબર 42માં પોલીસે શનિવારે મોડી રાત્રે દરોડો પાડીને ઇમ્પોર્ટેડ દારૂની મહેફિલ ઝડપી હતી. દારૂની મહેફિલમાં બિલ્ડર, સિવિલ એન્જીનીયર મળીને 9 જેટલા વેપારીઓ ઝડપાયા હતા. પોલીસે ઇમ્પોર્ટેડ દારૂની પાંચ બોટલ, મોબાઇલ સહિતની વસ્તુઓ જપ્ત કરી હતી.બીજી તરફ, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે દારૂ પીધેલા વેપારીઓને છોડાવવા માટે વૈભવી કારો સાથે અનેક લોકો દોડી આવીને ભલામણો કરી હતી. પરંતુ પોલીસે 9 વેપારીઓ સામે પ્રોહીબ્રેશન એક્ટનો ગુનો નોંધીને 9 વેપારીઓને ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. વસ્ત્રાપુરમાં ગોયલ ઇન્ટરસીટી C બ્લોકના ચોથા માળે ફલેટ નંબર 42માં ઇમ્પોર્ટેડ દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના પગલે વસ્ત્રાપુર પોલીસે શનિવાર રાત્રે 11.30 વાગ્યે દરોડો પાડયો હતો. પરંતુ દારૂની મહેફિલ માણતા શખ્સોએ ફલેટનો દરવાજો ખોલ્યો ન હતો. 30 મિનિટ સુધી પોલીસ ફલેટનો દરવાજો ખખડાવ્યો બાદ દારૂના નશામાં ધૂત વેપારીઓએ દરવાજો ખોલ્યો હતો. પોલીસે ફલેટમાં પ્રવેશ કરતાની સાથે બિલ્ડર, સિવિલ એન્જીનીયર સહિત 9 વેપારીઓ દારૂની મહેફિલ માણતા રંગેહાથે પકડયા હતા. વેપારીઓને પૈસાનો નશો એટલો હદે હતો કે, પોલીસ ફલેટમાં પ્રવેશી છતાં તેઓ દારૂ ભરેલો દારૂનો ગ્લાસ પકડીને બેસી રહ્યા હતા. પોલીસે 5 દારૂની ઇમ્પોર્ટેડ બોટલ, 12 મોબાઇલ ફલેટમાંથી જપ્ત કરીને દારૂ પીધેલા 9 વેપારીઓને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. જ્યાં 9 વેપારીઓનું મેડિકલ ચેકઅપ કરીને પ્રોહીબ્રેશનનો ગુનો નોંધ્યો હતો. ત્રણ શખ્સોએ પોલીસને કહ્યું, એક ફોન કરવા દો તમે આપોઆપ છોડી દેશો ફલેટની અંદર મહેફીલ ચાલતી હતી ત્યારે પોલીસે દરોડા પાડયા બાદ પાર્ટીમાં ભંગ પડયો હતો જેમાં દારૂ પીધેલા 9 શખ્સો પૈકી 3 શખ્સોએ પોલીસ સાથે બોલાચાલી શરુ કરી દીધી હતી. પોલીસે મહેફિલ માણતા આરોપીને પકડયા ત્યારે એક આરોપીએ બફાટ શરુ કર્યો હતો કે અમે પોલીસ સ્ટેશન નહિ આવીએ, તમે એક ફોન કરવા દો એટલે તમે અમને આપોઆપ છોડી દેશો. જેના પગલે પોલીસને ફ્લેટ પર એક કલાક જેટલો સમય બગડયો હતો. બાદમાં પોલીસે તમામની ધરપકડ કરતા આપોઆપ પૈસાનો નશો ઉતરી ગયો હતો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વસ્ત્રાપુરમાં આવેલી ગોયલ ઇન્ટરસીટીના C બ્લોકના ચોથા માળે ફલેટ નંબર 42માં પોલીસે શનિવારે મોડી રાત્રે દરોડો પાડીને ઇમ્પોર્ટેડ દારૂની મહેફિલ ઝડપી હતી. દારૂની મહેફિલમાં બિલ્ડર, સિવિલ એન્જીનીયર મળીને 9 જેટલા વેપારીઓ ઝડપાયા હતા. પોલીસે ઇમ્પોર્ટેડ દારૂની પાંચ બોટલ, મોબાઇલ સહિતની વસ્તુઓ જપ્ત કરી હતી.
બીજી તરફ, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે દારૂ પીધેલા વેપારીઓને છોડાવવા માટે વૈભવી કારો સાથે અનેક લોકો દોડી આવીને ભલામણો કરી હતી. પરંતુ પોલીસે 9 વેપારીઓ સામે પ્રોહીબ્રેશન એક્ટનો ગુનો નોંધીને 9 વેપારીઓને ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
વસ્ત્રાપુરમાં ગોયલ ઇન્ટરસીટી C બ્લોકના ચોથા માળે ફલેટ નંબર 42માં ઇમ્પોર્ટેડ દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના પગલે વસ્ત્રાપુર પોલીસે શનિવાર રાત્રે 11.30 વાગ્યે દરોડો પાડયો હતો. પરંતુ દારૂની મહેફિલ માણતા શખ્સોએ ફલેટનો દરવાજો ખોલ્યો ન હતો. 30 મિનિટ સુધી પોલીસ ફલેટનો દરવાજો ખખડાવ્યો બાદ દારૂના નશામાં ધૂત વેપારીઓએ દરવાજો ખોલ્યો હતો. પોલીસે ફલેટમાં પ્રવેશ કરતાની સાથે બિલ્ડર, સિવિલ એન્જીનીયર સહિત 9 વેપારીઓ દારૂની મહેફિલ માણતા રંગેહાથે પકડયા હતા. વેપારીઓને પૈસાનો નશો એટલો હદે હતો કે, પોલીસ ફલેટમાં પ્રવેશી છતાં તેઓ દારૂ ભરેલો દારૂનો ગ્લાસ પકડીને બેસી રહ્યા હતા. પોલીસે 5 દારૂની ઇમ્પોર્ટેડ બોટલ, 12 મોબાઇલ ફલેટમાંથી જપ્ત કરીને દારૂ પીધેલા 9 વેપારીઓને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. જ્યાં 9 વેપારીઓનું મેડિકલ ચેકઅપ કરીને પ્રોહીબ્રેશનનો ગુનો નોંધ્યો હતો.
ત્રણ શખ્સોએ પોલીસને કહ્યું, એક ફોન કરવા દો તમે આપોઆપ છોડી દેશો
ફલેટની અંદર મહેફીલ ચાલતી હતી ત્યારે પોલીસે દરોડા પાડયા બાદ પાર્ટીમાં ભંગ પડયો હતો જેમાં દારૂ પીધેલા 9 શખ્સો પૈકી 3 શખ્સોએ પોલીસ સાથે બોલાચાલી શરુ કરી દીધી હતી. પોલીસે મહેફિલ માણતા આરોપીને પકડયા ત્યારે એક આરોપીએ બફાટ શરુ કર્યો હતો કે અમે પોલીસ સ્ટેશન નહિ આવીએ, તમે એક ફોન કરવા દો એટલે તમે અમને આપોઆપ છોડી દેશો. જેના પગલે પોલીસને ફ્લેટ પર એક કલાક જેટલો સમય બગડયો હતો. બાદમાં પોલીસે તમામની ધરપકડ કરતા આપોઆપ પૈસાનો નશો ઉતરી ગયો હતો