Ahmedabad: ગુજરાત હાઈકોર્ટમાં 1.70 લાખ, નીચલી કોર્ટોમાં 15.62 લાખ કેસ પડતર

રાજયના ન્યાયતંત્રમાં પડતર કેસોની સ્થિતિ પડકારજનક બની રહી છે ત્યારે ગુજરાત હાઇકોર્ટ સહિત રાજયની નીચલી કોર્ટોમાં પડતર કેસોના આંકડા પણ ચોંકાવનારા સામે આવ્યા છે. હાઇકોર્ટમાં હાલકુલ 1.70 લાખ જેટલા કેસો પડતર બોલી રહ્યા છે, જેમાં 1.15 લાખ જેટલા કેસો દિવાની પ્રકારના છે, તો 54 હજારથી વધુ કેસો ફેજદારી પ્રકારના છે.ગુજરાત રાજયની તમામ જિલ્લા-તાલુકા કોર્ટો મળીને નીચલી કોર્ટોમાં આશરે કુલ 15.62 લાખથી વધુ કેસો પડતર બોલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પડતર કેસોના નિકાલ અને કેસોનું ભારણ ઘટાડટવા સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટ પણ ચિંતિત છે અને અવારનવાર આ મામલે દિશાનિર્દેશ જારી કરે છે પરંતુ સામે કેસોનો ભરાવો પણ એટલી જ સંખ્યામાં વધી રહ્યો છે. હાઇકોર્ટમાં પડતર કુલ 1.70 લાખમાંથી 21 હજાર કેસો એવા છે કે, જે દસ વર્ષ કરતાં પણ વધુ સમયથી પડતર છે. જ્યારે 200થી વધુ કેસો 25 વર્ષ કરતાં પણ જૂના છે. ગુજરાત રાજયની નીચલી કાર્ટોમાં પડતર કુલ 15.62 લાખ કેસો પૈકી 77 હજાર જેટલા કેસો દસ વર્ષ કરતાં જૂના છે, જયારે જયારે 4,641 કેસો તો 25 વર્ષ કરતાં પણ જૂના છે. આ જ પ્રકારે રાજયમાં આવેલી તમામ લેબર કોર્ટોમાં મળી કુલ 41, 364 કેસો પડતર છે, જે પૈકી 3,068 કેસો દસ વર્ષ કરતાં જૂના અને 338 જેટલા કેસો 20 વર્ષ કરતાં વધુ જૂના છે. તો, રાજયની ફેમીલી કોર્ટોમાં કુલ મળી આશરે 54 હજારથી વધુ કેસો પેન્ડીંગ છે.ઘીકાંટાની ફોજદારી કોર્ટમાં સૌથી વધુ કેસો પડતર શહેરની જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સૌથી વધુ એટલે કે, 4,21,091 કેસો પડતર પડી રહ્યા છે. જે પૈકી 16,317 કેસો દસ વર્ષ કરતાં વધુ જૂના અને 4800 જેટલા કેસો 20 વર્ષ કરતાં વધુ જૂના પડતર છે. અમદાવાદ જિલ્લા-તાલુકા કોર્ટોમાં કુલ મળી 80,485 જેટલા કેસો પેન્ડીંગ છે, જેમાંથી 8,241 કેસો દસ વર્ષ કરતાં વધુ જૂના અને 1225 કેસો 20 વર્ષ કરતાં જૂના છે. શહેરની સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં કુલ 26,784 કેસો પડતર બોલે છે. અમદાવાદ ફેમીલી કોર્ટોમાં 11 હજારથી વધુ કેસો પડતર અમદાવાદ જિલ્લાની તમામ ફેમીલી કોર્ટોમાં 11,133 કેસ પડતર છે. જે પૈકી દસ વર્ષ કરતાં વધુ જૂના કેસો 23 છે. ફેમીલી કોર્ટમાં પણ લગ્નજીવનની તકરાર, બાળકની કસ્ટડી, ભરણપોષણ સહિતના કેસોમાં નોંધપાત્ર સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. સુરતમાં 1.32 લાખથી વધુ પડતર કેસો સુરતની વિવિધ કોર્ટોમાં કુલ 1.32 લાખ પડતર કેસો છે. જેમાં 6,332 કેસો દસ વર્ષ કરતાં જૂના અને આશરે 1200થી વધુ કેસો 20 વર્ષ કરતાં જૂના છે. સુરતની ફેમીલી કોર્ટોમાં 5800થી વધુ કેસો પેન્ડીંગ છે. આ જ પ્રકારે રાજકોટની વિવિધ કોર્ટોમાં કુલ 96,412 કેસો પડતર નોંધાયા છે, જેમાં 3600 જેટલા કેસો દસ વર્ષ કરતાં વધુ સમય જૂના અને આશરે 760 થી વધુ કેસો 20 વર્ષથી વધુ જૂના છે. જયારે ફેમીલી કોર્ટમાં લગભગ ચાર હજાર જેટલા કેસો પેન્ડીંગ છે. તો વડોદરા જિલ્લાની કોર્ટોમાં કુલ મળી 87,962 જેટલા કેસો પડતર બોલી રહ્યા છે.

Ahmedabad: ગુજરાત હાઈકોર્ટમાં 1.70 લાખ, નીચલી કોર્ટોમાં 15.62 લાખ કેસ પડતર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજયના ન્યાયતંત્રમાં પડતર કેસોની સ્થિતિ પડકારજનક બની રહી છે ત્યારે ગુજરાત હાઇકોર્ટ સહિત રાજયની નીચલી કોર્ટોમાં પડતર કેસોના આંકડા પણ ચોંકાવનારા સામે આવ્યા છે. હાઇકોર્ટમાં હાલકુલ 1.70 લાખ જેટલા કેસો પડતર બોલી રહ્યા છે, જેમાં 1.15 લાખ જેટલા કેસો દિવાની પ્રકારના છે, તો 54 હજારથી વધુ કેસો ફેજદારી પ્રકારના છે.

ગુજરાત રાજયની તમામ જિલ્લા-તાલુકા કોર્ટો મળીને નીચલી કોર્ટોમાં આશરે કુલ 15.62 લાખથી વધુ કેસો પડતર બોલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પડતર કેસોના નિકાલ અને કેસોનું ભારણ ઘટાડટવા સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટ પણ ચિંતિત છે અને અવારનવાર આ મામલે દિશાનિર્દેશ જારી કરે છે પરંતુ સામે કેસોનો ભરાવો પણ એટલી જ સંખ્યામાં વધી રહ્યો છે.

હાઇકોર્ટમાં પડતર કુલ 1.70 લાખમાંથી 21 હજાર કેસો એવા છે કે, જે દસ વર્ષ કરતાં પણ વધુ સમયથી પડતર છે. જ્યારે 200થી વધુ કેસો 25 વર્ષ કરતાં પણ જૂના છે. ગુજરાત રાજયની નીચલી કાર્ટોમાં પડતર કુલ 15.62 લાખ કેસો પૈકી 77 હજાર જેટલા કેસો દસ વર્ષ કરતાં જૂના છે, જયારે જયારે 4,641 કેસો તો 25 વર્ષ કરતાં પણ જૂના છે. આ જ પ્રકારે રાજયમાં આવેલી તમામ લેબર કોર્ટોમાં મળી કુલ 41, 364 કેસો પડતર છે, જે પૈકી 3,068 કેસો દસ વર્ષ કરતાં જૂના અને 338 જેટલા કેસો 20 વર્ષ કરતાં વધુ જૂના છે. તો, રાજયની ફેમીલી કોર્ટોમાં કુલ મળી આશરે 54 હજારથી વધુ કેસો પેન્ડીંગ છે.

ઘીકાંટાની ફોજદારી કોર્ટમાં સૌથી વધુ કેસો પડતર

શહેરની જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સૌથી વધુ એટલે કે, 4,21,091 કેસો પડતર પડી રહ્યા છે. જે પૈકી 16,317 કેસો દસ વર્ષ કરતાં વધુ જૂના અને 4800 જેટલા કેસો 20 વર્ષ કરતાં વધુ જૂના પડતર છે. અમદાવાદ જિલ્લા-તાલુકા કોર્ટોમાં કુલ મળી 80,485 જેટલા કેસો પેન્ડીંગ છે, જેમાંથી 8,241 કેસો દસ વર્ષ કરતાં વધુ જૂના અને 1225 કેસો 20 વર્ષ કરતાં જૂના છે. શહેરની સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં કુલ 26,784 કેસો પડતર બોલે છે.

અમદાવાદ ફેમીલી કોર્ટોમાં 11 હજારથી વધુ કેસો પડતર

અમદાવાદ જિલ્લાની તમામ ફેમીલી કોર્ટોમાં 11,133 કેસ પડતર છે. જે પૈકી દસ વર્ષ કરતાં વધુ જૂના કેસો 23 છે. ફેમીલી કોર્ટમાં પણ લગ્નજીવનની તકરાર, બાળકની કસ્ટડી, ભરણપોષણ સહિતના કેસોમાં નોંધપાત્ર સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે.

સુરતમાં 1.32 લાખથી વધુ પડતર કેસો

સુરતની વિવિધ કોર્ટોમાં કુલ 1.32 લાખ પડતર કેસો છે. જેમાં 6,332 કેસો દસ વર્ષ કરતાં જૂના અને આશરે 1200થી વધુ કેસો 20 વર્ષ કરતાં જૂના છે. સુરતની ફેમીલી કોર્ટોમાં 5800થી વધુ કેસો પેન્ડીંગ છે. આ જ પ્રકારે રાજકોટની વિવિધ કોર્ટોમાં કુલ 96,412 કેસો પડતર નોંધાયા છે, જેમાં 3600 જેટલા કેસો દસ વર્ષ કરતાં વધુ સમય જૂના અને આશરે 760 થી વધુ કેસો 20 વર્ષથી વધુ જૂના છે. જયારે ફેમીલી કોર્ટમાં લગભગ ચાર હજાર જેટલા કેસો પેન્ડીંગ છે. તો વડોદરા જિલ્લાની કોર્ટોમાં કુલ મળી 87,962 જેટલા કેસો પડતર બોલી રહ્યા છે.