Ahmedabad : ગુજરાત હાઈકોર્ટમાં કેસની સુનાવણીનો વિચિત્ર કિસ્સો, પક્ષકારનું શરમજનક વર્તન

Jun 28, 2025 - 13:00
Ahmedabad : ગુજરાત હાઈકોર્ટમાં કેસની સુનાવણીનો વિચિત્ર કિસ્સો, પક્ષકારનું શરમજનક વર્તન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત હાઈકોર્ટમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન પક્ષકારનું શરમજનક વર્તન જોવા મળ્યું. ગયા સપ્તાહ દરમિયાન જસ્ટીસ નિર્ઝર દેસાઈની કોર્ટમાં આ ઘટના બનવા પામી હતી. જેમાં કેસની સુનાવણી દરમિયાન પક્ષકાર વર્ચ્યુઅલ રીતે જોડાયો હતો. વર્ચ્યુઅલ સુનાવણીમાં પક્ષકારનું શરમજનક વર્તનનો વીડિયો વાયરલ થયા છે. જેના બાદ પક્ષકાર સામે ન્યાયતંત્રની ગરિમાના જાળવવા બદલ વ્યક્તિ સામે કાર્યવાહી થઈ શકે. 

કેસની સુનાવણીમાં પક્ષકારનું શરમજનક કૃત્ય

હાઈકોર્ટમાં વ્યસ્તતાના લીધે કેસની સુનાવણીમાં પક્ષકારોને વીડિયો કોન્ફરન્સિંગનો વિકલ્પ આપવામાં આવ્યો. જેમાં પક્ષકાર કેસની સુનાવણીમાં વ્યક્તિરીતે હાજર ના રહી શકતા વર્ચ્યુઅલ રીતે કોર્ટરૂમમાં જોડાઈ શકે છે. જો કે હાલમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં કેસની સુનાવણી દરમિયાન એક પક્ષકાર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોઈન્ટ થયો ત્યારે એ વ્યક્તિ ટોયલેટમાં શૌચ કરતો જોવા મળ્યો હતો. બાર એન્ડ બેન્ચના જણાવ્યા મુજબ આ ઘટના 20 જૂનની છે. કોર્ટ સુનાવણીમાં પક્ષકારના અશોભનીય વર્તનનો વીડિયો સામે આવતા લોકો આ વર્તનને લઈને તેની ટીકા કરી રહ્યા છે.

પક્ષકારને કન્ટેમ્પટ ઓફ કોર્ટ બદલ દંડ

ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ નિરઝર એસ દેસાઈની બેન્ચ કેસમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક કેસની સુનાવણી ચાલી રહી દરમિયાન પક્ષકાર દ્વારા શરમજનક કૃત્યનો વીડિયો સામે આવ્યા બાદ આ પક્ષકારને કન્ટેમ્પટ ઓફ કોર્ટ બદલ દંડ કે સજા અથવા બંને થઈ શકે છે. જણાવી દઈએ કે આ પક્ષકાર અબ્દુલ સમદ બેટરીના નામ સાથે લોગ ઈન થયો હતો. અગાઉ પણ આ પ્રકારની ઘટનામાં કોર્ટે પક્ષકારને 50હજાર રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો હતો.



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0