Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની તપાસમાં મોટા ખુલાસા, અન્ય 23 ડોક્ટરોને અપાઈ નોટીસ

રાજ્યભરના અંતરિયાળ વિસ્તારોમાં 19 જેટલા મેડિકલ કેમ્પ કરી અંદાજિત 200થી વધુ દર્દીઓને PMJAY યોજના હેઠળ સારવાર કરવાના બહાને સરકાર સાથે છેતરપિંડી કરી રૂપિયા આચારનાર અને 9 જેટલા દર્દીઓના જીવ લેનાર ડોક્ટરો વિરુદ્ધ ગાળીયો કસાયો છે. ખ્યાતિ હોસ્પિટલમાં વર્ષ 2022થી થયેલા તમામ ઓપરેશન અને PMJAY યોજનામાં થયેલા દર્દીઓની સારવાર અને મૃત્યુ પામેલા દર્દીઓની માહિતી ક્રાઈમ બ્રાન્ચે મંગાવી છે.ખ્યાતિ હોસ્પિટલના 'ખેલાડી'ઓનો રૂપિયા કમાવવાના કૌભાંડનો પર્દાફાશ થઈ શકે સાથે જ યોજનાની SOP અને ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા સારવારની તમામ માહિતી PMJAYમાંથી મંગાવી છે. જે માહિતી સામે આવ્યા બાદ ખ્યાતી હોસ્પિટલના કૌભાંડમાં અને ગંભીર બીમારીના ખોટા દસ્તાવેજો બનાવનાર અને જરૂરિયાત ન હોવા છતાં ઓપરેશન કરી રૂપિયા કમાવવાના કૌભાંડનો પર્દાફાશ થઈ શકે છે. ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત અને સરકાર સાથે છેતરપિંડીના ગુનામાં નોંધાયેલી અલગ અલગ ફરિયાદોમાં માત્ર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી છે. તે સિવાય અન્ય આરોપીઓ ફરાર છે. ઓપરેશન પછી દર્દીની યોગ્ય દરકાર હોસ્પિટલ રાખતી ન હતી: ડો.પ્રશાંત વજીરાણી ત્યારે પ્રશાંત વજીરાણીની પૂછપરછ કરતા ઘણી ચોંકાવનારી હકીકત સામે આવી છે. પ્રશાંત કબુલાત કરે છે કે, દર્દીઓના ઓપરેશન પહેલા અને ઓપરેશન પછી તેમની યોગ્ય દરકાર હોસ્પિટલ રાખતી ન હતી. એટલે કે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે કરેલા ઓપરેશન બાદ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તથા ઓપીડી અને નર્સિંગ સ્ટાફ પૂરતો અને યોગ્ય ન હોવાથી દર્દીઓને પૂરતી સંભાળ મળતી ન હતી. સાથે જ ડોક્ટર પ્રશાંત વજીરાણીને અંદાજિત 24 લાખ રૂપિયા હોસ્પિટલ પાસેથી લેવાના હોવાથી તે આ ઓપરેશનમાં જોડાયો હતો અને 20થી વધુ ઓપરેશન તેણે કર્યા હોવાની હકીકત સામે આવી છે. 30 જેટલી એનજીઓપ્લાસ્ટિની સીડી મળી ડોક્ટરો દ્વારા આચારવામાં આવેલા આ ગુનામાં પોલીસે તપાસ અને પૂછપરછ માટે 23 જેટલા ડોક્ટરોને નોટિસ પાઠવી છે સાથે જ હોસ્પિટલની તપાસ દરમિયાન 30 જેટલી એનજીઓપ્લાસ્ટિની સીડી મળી છે. તેની તપાસ પણ ડોક્ટરો પાસે કરાવવામાં આવી રહી છે તો બીજી તરફ મેડિકલ કાઉન્સિલ અને મેડિકલ વિભાગ દ્વારા ખ્યાતિ હોસ્પિટલનું ઓડિટ ક્યારે અને કોણે કરી હતી. તે અંગે પણ માહિતી મગાવવામાં આવી છે જે બાદ પોલીસ વધુ કાર્યવાહી શરૂ કરશે.

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની તપાસમાં મોટા ખુલાસા, અન્ય 23 ડોક્ટરોને અપાઈ નોટીસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યભરના અંતરિયાળ વિસ્તારોમાં 19 જેટલા મેડિકલ કેમ્પ કરી અંદાજિત 200થી વધુ દર્દીઓને PMJAY યોજના હેઠળ સારવાર કરવાના બહાને સરકાર સાથે છેતરપિંડી કરી રૂપિયા આચારનાર અને 9 જેટલા દર્દીઓના જીવ લેનાર ડોક્ટરો વિરુદ્ધ ગાળીયો કસાયો છે. ખ્યાતિ હોસ્પિટલમાં વર્ષ 2022થી થયેલા તમામ ઓપરેશન અને PMJAY યોજનામાં થયેલા દર્દીઓની સારવાર અને મૃત્યુ પામેલા દર્દીઓની માહિતી ક્રાઈમ બ્રાન્ચે મંગાવી છે.

ખ્યાતિ હોસ્પિટલના 'ખેલાડી'ઓનો રૂપિયા કમાવવાના કૌભાંડનો પર્દાફાશ થઈ શકે

સાથે જ યોજનાની SOP અને ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા સારવારની તમામ માહિતી PMJAYમાંથી મંગાવી છે. જે માહિતી સામે આવ્યા બાદ ખ્યાતી હોસ્પિટલના કૌભાંડમાં અને ગંભીર બીમારીના ખોટા દસ્તાવેજો બનાવનાર અને જરૂરિયાત ન હોવા છતાં ઓપરેશન કરી રૂપિયા કમાવવાના કૌભાંડનો પર્દાફાશ થઈ શકે છે. ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત અને સરકાર સાથે છેતરપિંડીના ગુનામાં નોંધાયેલી અલગ અલગ ફરિયાદોમાં માત્ર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી છે. તે સિવાય અન્ય આરોપીઓ ફરાર છે.

ઓપરેશન પછી દર્દીની યોગ્ય દરકાર હોસ્પિટલ રાખતી ન હતી: ડો.પ્રશાંત વજીરાણી

ત્યારે પ્રશાંત વજીરાણીની પૂછપરછ કરતા ઘણી ચોંકાવનારી હકીકત સામે આવી છે. પ્રશાંત કબુલાત કરે છે કે, દર્દીઓના ઓપરેશન પહેલા અને ઓપરેશન પછી તેમની યોગ્ય દરકાર હોસ્પિટલ રાખતી ન હતી. એટલે કે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે કરેલા ઓપરેશન બાદ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તથા ઓપીડી અને નર્સિંગ સ્ટાફ પૂરતો અને યોગ્ય ન હોવાથી દર્દીઓને પૂરતી સંભાળ મળતી ન હતી. સાથે જ ડોક્ટર પ્રશાંત વજીરાણીને અંદાજિત 24 લાખ રૂપિયા હોસ્પિટલ પાસેથી લેવાના હોવાથી તે આ ઓપરેશનમાં જોડાયો હતો અને 20થી વધુ ઓપરેશન તેણે કર્યા હોવાની હકીકત સામે આવી છે.

30 જેટલી એનજીઓપ્લાસ્ટિની સીડી મળી

ડોક્ટરો દ્વારા આચારવામાં આવેલા આ ગુનામાં પોલીસે તપાસ અને પૂછપરછ માટે 23 જેટલા ડોક્ટરોને નોટિસ પાઠવી છે સાથે જ હોસ્પિટલની તપાસ દરમિયાન 30 જેટલી એનજીઓપ્લાસ્ટિની સીડી મળી છે. તેની તપાસ પણ ડોક્ટરો પાસે કરાવવામાં આવી રહી છે તો બીજી તરફ મેડિકલ કાઉન્સિલ અને મેડિકલ વિભાગ દ્વારા ખ્યાતિ હોસ્પિટલનું ઓડિટ ક્યારે અને કોણે કરી હતી. તે અંગે પણ માહિતી મગાવવામાં આવી છે જે બાદ પોલીસ વધુ કાર્યવાહી શરૂ કરશે.