Ahmedabad: ખોખરામાં અસલી પોલીસે નકલી પોલીસ બનીને તોડપાણી કરતાં આરોપીને ઝડપ્યા

Jul 23, 2025 - 06:30
Ahmedabad: ખોખરામાં અસલી પોલીસે નકલી પોલીસ બનીને તોડપાણી કરતાં આરોપીને ઝડપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખોખરામાં 3 જુલાઈ બપોરના સમયે યુવક ગોરના કુવા પાસે પહોંચ્યો હતો. ત્યારે ટુ-વ્હીલર પર આવેલા બે શખ્શોએ યુવકને રોક્યો અને અમે પોલીસમાં છીએ કહીને યુવકને દમદાટી આપીને તારી એકટીવાની ડેકી ચેક કરવી પડશે કહીને યુવકના એક્ટિવાની ડેકીમાં રહેલા રૂ.12 હજારની લૂંટ કરીને બંને આરોપીઓ નાસી છુટયા હતા. આ અંગે યુવકે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નકલી પોલીસ બનીને લૂંટ ચલાવનાર બે આરોપીમાંથી એકની ધરપકડ કરીછે.

અમરાઈવાડીમાં રહેતો તેજસ માથુર ગત 3 જુલાઈએ ડીલીવરીનો ઓર્ડર નહી હોવાથી બપોરના એકટીવા લઈને આંટો મારવા બહાર નીકળ્યો ત્યારે એક્ટિવામાં 12 હજાર હતા. ગોરના કુવા પાસે પહોંચ્યો ત્યારે બે શખ્સો યુવકને અટકાવીને સાઈડમાં ઉભો રાખ્યો અને તું શું કામકાજ કરે છે અને અહિયાં શા માટે ફરી રહ્યો છે. બંને આરોપીઓ અમે પોલીસમાં છીએ અને તારા એકટીવાની ડેકીની તપાસ કરવાની છે કહીને દમદાટી આપવા લાગ્યા હતા. અમને ખબર છે તું શું ધંધા કરે છે પોલીસની કામગીરીમાં રુકાવટ કરે છે જેલમાં નાંખી દઈશ તેવી ધમકી આપવા લાગ્યા હતા. એકટીવાની ડેકીમાં રોકડા રૂપિયા જોઇને બનાવટી પોલીસ બનીને આવેલા બંને આરોપી આ રૂપિયા કોના છે અને તારી પાસે ક્યાંથી આવ્યા કહીને વધુ દમ મારવાનું શરૂ કરી દીધું હતું. હવે તો પોલીસ સ્ટેશન આવવું જ પડશે કહીને ઊંચા અવાજે યુવકને ધમકાવવા લાગ્યા હતા. આ દરમ્યાન યુવક સંપૂર્ણ ગભરાઈ ગયેલો હોવાનું માલુમ પડતા આરોપીએ યુવકની ડેકીમાં રહેલા રોકડા 12 હજાર રૂપિયા બળજબરી પૂર્વક કાઢીને બંને આરોપીઓ ટુ-વ્હીલર લઈને નાસી છૂટયા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0