Ahmedabad ક્રાઈમબ્રાન્ચે GST ચોરી કરતા 12 પેઢીના સંચાલકો વિરુદ્ધ નોંધ્યો ગુનો
GST ચોરીની ફરિયાદ બાદ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની તપાસનો ધમધમાટ.રાજ્યભરમાં 14 જેટલા સ્થળે રેડ કરી 4 આરોપીની કરી ધરપકડ. નકલી બીલિંગ, બનાવટી દસ્તાવેજો અને ખોટી માહિતી રજૂ કરીને GST ચોરી કરતા હોવાનો થયો ખુલાસો.આ GST કૌભાંડમાં ધારાસભ્યના પુત્ર અને ભત્રીજાની સંડોવણી ખુલી. ક્રાઇમબ્રાન્ચે 4 આરોપીની ધરપકડ કરી સેન્ટ્રલ GST દ્વારા ક્રાઇમબ્રાન્ચમાં GSTની ચોરી મામલે થયેલી ફરિયાદ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ચાર આરોપી મહેશ લાગાં, અબ્દુલ કાદરી, એઝાઝ માલદાર અને જ્યોતિષ ગોંડલિયાની ધરપકડ કરી છે.DGGIના ઝોનલ ડાયરેક્ટર હિમાંશુ જોષીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં GST ચોરીની ફરિયાદ નોંધાવી હતી.જેમાં આરોપીઓ અમદાવાદની ધ્રુવી એન્ટરપ્રાઇઝના નામે બોગસ કંપની રજિસ્ટર્ડ કરાવી આ કંપની દ્વારા ટેક્સ ક્રેડિટ મેળવીને GST ચોરી કરીને સરકાર સાથે છેતરપિંડી કરી હતી. પકડાયું જીએસટી કૌંભાંડ આરોપીએ બોગસ કંપનીઓ બનાવવા બનાવટી ઓળખ અને દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો.અને નકલી બીલિંગ, બનાવટી દસ્તાવેજો અને ખોટી માહિતી રજૂ કરીને GST ચોરી કરતા હતા.આ ફરિયાદને લઈને ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા, ભાવનગર સહિત રાજ્યમાં 14 સ્થળોએ રેડ કરી હતી.જેમાં ક્રાઇમ બ્રાન્ચ, EOW અને SOGની જુદી જુદી ટીમોએ સર્ચ ઓપરેશન કર્યું હતું.જેમાં આ કંપની દ્વારા બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. બોગસ રજિસ્ટર્ડ કંપનીઓ બનાવી આ પ્રકારે દેશભરમાં 200થી વધુ બોગસ કંપનીઓ રજિસ્ટર્ડ કરાવીને કરોડો રૂપિયાની બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હતી અને જેના માટે આરોપીએ હજારો કરોડોના બોગસ બિલો પણ જનરેટ કર્યા હોવાનું સામે આવ્યું છે.ક્રાઇમબ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે GST ચોરી કેસમાં પકડાયેલા આરોપી મહેશ લાંગા એ 2021માં DA એન્ટરપ્રાઇઝ નામની પેઢી બનાવી હતી.જે કન્સ્ટ્રકશન સાથે જોડાયેલી છે.જ્યારે અબ્દુલ કાદરી અને એઝાઝ માલદાર ભાવનગરના રહેવાસી છે.જ્યારે જ્યોતિષ ગોંડલીયા સુરતના રહેવાસી છે અને કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરે છે.. માસ્ટર માઈન્ડ તરીકે ધ્રુવી એન્ટરપ્રાઇઝ આ કૌભાંડના માસ્ટર માઈન્ડ તરીકે ધ્રુવી એન્ટરપ્રાઇઝ કંપનીના સંચાલકોની સંડોવણી ખુલી છે.2022માં ખોટા દસ્તાવેજના આધારે આ કંપની બનાવી હતી.આ ધ્રુવી એન્ટરપ્રાઇઝમાં અન્ય કંપનીઓ એ 8 કરોડના બિલ બનાવ્યાનું સામે આવ્યું છે. આ બોગસ બિલિંગ અને બોગસ કંપની ના મામલે ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર અજય ભગવનાભાઇ બારડ, ભત્રીજા વિજયકુમાર કાળાભાઇ, બારડ અને રમેશ કાળાભાઈ બારડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.તેમણે આર્યન એસોસીએટ્સ પ્રા કંપની હેઠળ GSTની ચોરી કરી હોવાનું ખુલ્યું હતું. એટલું જ નહીં ધ્રુવી એન્ટરપ્રાઇઝ સાથે અન્ય 200 કંપનીઓ સાથે ના આર્થિક વ્યવહાર પણ તપાસમાં મળી આવ્યા છે.. ગુજરાતમાં બોગસ બીલિંગ કૌભાંડનો આંકડો 50 કરોડથી વધારે હોવાનું તપાસમાં સામે આવ્યું છે.. તપાસમાં સામે આવેલી બોગસ કંપની અને તેના સંચાલકોની વિગતો 1) ધૃવી એન્ટરપ્રાઈઝ, અમદાવાદ 2) અર્હમ સ્ટીલના પ્રા કંપનીના સંચાલક નિમેષ મહેન્દ્રકુમાર વોરા, હેતલબેન વોરા 3) ઓમ કંસ્ટ્રક્શન કંપનીના પ્ર સંચાલક સરવૈયા રાજેન્દ્રસિંહ, વનરાજસિંહ, બ્રિજરાજસિંહ અને હિત્વરાજસિંહ 4) શ્રી કનકેશ્વરી એન્ટરપ્રાઈઝના પ્ર સંચાલકો કાળુભાઇ વાઘ, વિજય વાઘ, પ્રફુલભાઈ વાજા, મનન વાજા, જયેશભાઈ વાજા 5) રાજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્ર સંચાલકો રત્નદીપસિંહ ડોડીયા, જયેશકુમાર સુતરીયા, અરવિંદભાઈ સુતરીયા 6) હરેશ કંસ્ટ્રક્શન કંપનીના પ્રો સંચાલકો નિલેશ ગોંડલીયા, નસીત ગોંડલીયા, જ્યોતિષભાઈ ગોંડલીયા, પ્રભાબેન ગોંડલીયા 7) ડી.એ. એન્ટરપ્રાઈઝના પ્ર સંચાલકો. મનોજ લાંગા , રામભાઈ, વિનુભાઈ, નટુભાઈ પટેલ 8) ઇથિરાજ કંસ્ટ્રક્શન પ્રા.લી.ના પ્રો.- નિલેશ ગોંડલીયા, નસીત ગોંડલીયા, જ્યોતિષભાઈ ગોંડલીયા, પ્રભાબેન ગોંડલીયા 9) બી.જે.ઓડેદરાના પ્રો.-ભગીરથ ભોજાભાઇ ઓડેદરા, કેશુભાઇ જેસાભાઇ ઓડેદરા, ભોજાભાઈ જેસાભાઈ ઓડેદરા, અભાભાઈ જેસાભાઇ ઓડેદરા 10) આર.એમ.દાસા ઇન્ફાસ્ટ્રકચર પ્રા.લી.ના પ્રો.-નાથાભાઇ મેરુભાઇ દાસા, રણમલભાઇ મેરુભાઇ દાસા 11) આર્યન એસોસીએટ્સના પ્રો.-અજય ભગવનાભાઇ બારડ, વિજયકુમાર કાળાભાઇ, બારડ રમેશ કાળાભાઈ બારડ 12) પૃથ્વી બિલ્ડર્સના પ્રો.- પરેશ પ્રદિપભાઇ દોઢીયા, પરેશ પ્રદિપભાઇ દોઢીયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
GST ચોરીની ફરિયાદ બાદ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની તપાસનો ધમધમાટ.રાજ્યભરમાં 14 જેટલા સ્થળે રેડ કરી 4 આરોપીની કરી ધરપકડ. નકલી બીલિંગ, બનાવટી દસ્તાવેજો અને ખોટી માહિતી રજૂ કરીને GST ચોરી કરતા હોવાનો થયો ખુલાસો.આ GST કૌભાંડમાં ધારાસભ્યના પુત્ર અને ભત્રીજાની સંડોવણી ખુલી.
ક્રાઇમબ્રાન્ચે 4 આરોપીની ધરપકડ કરી
સેન્ટ્રલ GST દ્વારા ક્રાઇમબ્રાન્ચમાં GSTની ચોરી મામલે થયેલી ફરિયાદ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ચાર આરોપી મહેશ લાગાં, અબ્દુલ કાદરી, એઝાઝ માલદાર અને જ્યોતિષ ગોંડલિયાની ધરપકડ કરી છે.DGGIના ઝોનલ ડાયરેક્ટર હિમાંશુ જોષીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં GST ચોરીની ફરિયાદ નોંધાવી હતી.જેમાં આરોપીઓ અમદાવાદની ધ્રુવી એન્ટરપ્રાઇઝના નામે બોગસ કંપની રજિસ્ટર્ડ કરાવી આ કંપની દ્વારા ટેક્સ ક્રેડિટ મેળવીને GST ચોરી કરીને સરકાર સાથે છેતરપિંડી કરી હતી.
પકડાયું જીએસટી કૌંભાંડ
આરોપીએ બોગસ કંપનીઓ બનાવવા બનાવટી ઓળખ અને દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો.અને નકલી બીલિંગ, બનાવટી દસ્તાવેજો અને ખોટી માહિતી રજૂ કરીને GST ચોરી કરતા હતા.આ ફરિયાદને લઈને ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા, ભાવનગર સહિત રાજ્યમાં 14 સ્થળોએ રેડ કરી હતી.જેમાં ક્રાઇમ બ્રાન્ચ, EOW અને SOGની જુદી જુદી ટીમોએ સર્ચ ઓપરેશન કર્યું હતું.જેમાં આ કંપની દ્વારા બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો.
બોગસ રજિસ્ટર્ડ કંપનીઓ બનાવી
આ પ્રકારે દેશભરમાં 200થી વધુ બોગસ કંપનીઓ રજિસ્ટર્ડ કરાવીને કરોડો રૂપિયાની બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હતી અને જેના માટે આરોપીએ હજારો કરોડોના બોગસ બિલો પણ જનરેટ કર્યા હોવાનું સામે આવ્યું છે.ક્રાઇમબ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે GST ચોરી કેસમાં પકડાયેલા આરોપી મહેશ લાંગા એ 2021માં DA એન્ટરપ્રાઇઝ નામની પેઢી બનાવી હતી.જે કન્સ્ટ્રકશન સાથે જોડાયેલી છે.જ્યારે અબ્દુલ કાદરી અને એઝાઝ માલદાર ભાવનગરના રહેવાસી છે.જ્યારે જ્યોતિષ ગોંડલીયા સુરતના રહેવાસી છે અને કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરે છે..
માસ્ટર માઈન્ડ તરીકે ધ્રુવી એન્ટરપ્રાઇઝ
આ કૌભાંડના માસ્ટર માઈન્ડ તરીકે ધ્રુવી એન્ટરપ્રાઇઝ કંપનીના સંચાલકોની સંડોવણી ખુલી છે.2022માં ખોટા દસ્તાવેજના આધારે આ કંપની બનાવી હતી.આ ધ્રુવી એન્ટરપ્રાઇઝમાં અન્ય કંપનીઓ એ 8 કરોડના બિલ બનાવ્યાનું સામે આવ્યું છે. આ બોગસ બિલિંગ અને બોગસ કંપની ના મામલે ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર અજય ભગવનાભાઇ બારડ, ભત્રીજા વિજયકુમાર કાળાભાઇ, બારડ અને રમેશ કાળાભાઈ બારડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.તેમણે આર્યન એસોસીએટ્સ પ્રા કંપની હેઠળ GSTની ચોરી કરી હોવાનું ખુલ્યું હતું. એટલું જ નહીં ધ્રુવી એન્ટરપ્રાઇઝ સાથે અન્ય 200 કંપનીઓ સાથે ના આર્થિક વ્યવહાર પણ તપાસમાં મળી આવ્યા છે.. ગુજરાતમાં બોગસ બીલિંગ કૌભાંડનો આંકડો 50 કરોડથી વધારે હોવાનું તપાસમાં સામે આવ્યું છે..
તપાસમાં સામે આવેલી બોગસ કંપની અને તેના સંચાલકોની વિગતો
1) ધૃવી એન્ટરપ્રાઈઝ, અમદાવાદ
2) અર્હમ સ્ટીલના પ્રા કંપનીના સંચાલક નિમેષ મહેન્દ્રકુમાર વોરા, હેતલબેન વોરા
3) ઓમ કંસ્ટ્રક્શન કંપનીના પ્ર સંચાલક સરવૈયા રાજેન્દ્રસિંહ, વનરાજસિંહ, બ્રિજરાજસિંહ અને હિત્વરાજસિંહ
4) શ્રી કનકેશ્વરી એન્ટરપ્રાઈઝના પ્ર સંચાલકો કાળુભાઇ વાઘ, વિજય વાઘ, પ્રફુલભાઈ વાજા, મનન વાજા, જયેશભાઈ વાજા
5) રાજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્ર સંચાલકો રત્નદીપસિંહ ડોડીયા, જયેશકુમાર સુતરીયા, અરવિંદભાઈ સુતરીયા
6) હરેશ કંસ્ટ્રક્શન કંપનીના પ્રો સંચાલકો નિલેશ ગોંડલીયા, નસીત ગોંડલીયા, જ્યોતિષભાઈ ગોંડલીયા, પ્રભાબેન ગોંડલીયા
7) ડી.એ. એન્ટરપ્રાઈઝના પ્ર સંચાલકો. મનોજ લાંગા , રામભાઈ, વિનુભાઈ, નટુભાઈ પટેલ
8) ઇથિરાજ કંસ્ટ્રક્શન પ્રા.લી.ના પ્રો.- નિલેશ ગોંડલીયા, નસીત ગોંડલીયા, જ્યોતિષભાઈ ગોંડલીયા, પ્રભાબેન ગોંડલીયા
9) બી.જે.ઓડેદરાના પ્રો.-ભગીરથ ભોજાભાઇ ઓડેદરા, કેશુભાઇ જેસાભાઇ ઓડેદરા, ભોજાભાઈ જેસાભાઈ ઓડેદરા, અભાભાઈ જેસાભાઇ ઓડેદરા
10) આર.એમ.દાસા ઇન્ફાસ્ટ્રકચર પ્રા.લી.ના પ્રો.-નાથાભાઇ મેરુભાઇ દાસા, રણમલભાઇ મેરુભાઇ દાસા
11) આર્યન એસોસીએટ્સના પ્રો.-અજય ભગવનાભાઇ બારડ, વિજયકુમાર કાળાભાઇ, બારડ રમેશ કાળાભાઈ બારડ
12) પૃથ્વી બિલ્ડર્સના પ્રો.- પરેશ પ્રદિપભાઇ દોઢીયા, પરેશ પ્રદિપભાઇ દોઢીયા