Ahmedabad ક્રાઈમબ્રાન્ચે એક પિસ્તલ અને 3 કારતૂસ સાથે મોઈનખાન પઠાણની કરી ધરપકડ

અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે હથિયાર સાથે એક યુવકની ધરપકડ કરી છે,વાસણા-સરખેજ રોડ પરથી યુવકની ધરપકડ કરવામાં આવી છે.યુવક મધ્યપ્રદેશના વસીમ ઉર્ફે લાલા પાસેથી હથિયાર લાવ્યો હોવાની વાત સામે આવી છે,આરોપી કોને હથિયાર કયાં આપવાનો હતો તેને લઈ વધુ તપાસ હાથધરી છે.ક્રાઈમબ્રાન્ચે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે. નવરાત્રિના સમયે ઝડપાયું હથિયાર તહેવાર સમયે સૌથી વધુ હથિયાર અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ ઝડપતી હોય છે,આરોપીઓ દ્રારા મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશથી હથિયાર લાવીને તેનું ગુજરાતમાં વેચાણ કરતા હોવાની વાત સામે આવી છે.આરોપી મોઈનખાન પઠાણ કે જે હથિયાર કોઈને આપે તે પહેલા જ તેને ઝડપી લેવામાં આવ્યો છે.ક્રાઈમ બ્રાન્ચે આર્મસ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. હથિયાર ઝડપાતા રહે છે અમદાવાદમાં અમદાવાદ ગ્રામ્ય અને સુરેન્દ્રનગરમાં ઠગલા બંધ હથિયારો 80 હજારથી 1 લાખમાં વેચ્યા હોવાનું સામે આવ્યું છે.ત્યારે આરોપી મધ્યપ્રદેશથી ખાનગી વાહનમાં હથિયાર છુપાવીને ગુજરાતના અલગ અલગ ખુણે પહોંચાડતા હોવાનું સામે આવ્યું છે.અત્યાર સુધી કોને કોને હથિયાર આપ્યા છે જેને લઇ તપાસ કરી રહ્યા છે.આરોપીઓએ ભૂતકાળમાં લૂંટ જેવા ગંભીર ગુનાઓ આચર્યા છે. તો બીજી તરફ આરોપી પાસેથી હથિયાર જથ્થા મળી આવતા આરોપી કોઈ અન્ય ગુનાને અંજામ આપવાના હતા કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.ત્યારે હથિયાર નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે કે કેમ તેને લઈ તપાસ તેજ કરી છે. 25-09-2024ના રોજ પણ હથિયાર ઝડપાયા ક્રાઇમ બ્રાન્ચે તહેવાર પહેલા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 8 હથિયાર અને 39 કારતૂસ સાથે ચાર આરોપીની ધરપકડ કરી હતી.મહત્વનું છે કે બે આરોપીઓ લૂંટના ગંભીર ગુનામાં ફરાર હતા.આરોપી મધ્યપ્રદેશથી હથિયાર લાવવી વેચતા હોવાનો ખુલાસો થયો છે.રાજ્યમાં ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલાં હથિયારોનાં જથ્થા સાથે ચાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.  

Ahmedabad ક્રાઈમબ્રાન્ચે એક પિસ્તલ અને 3 કારતૂસ સાથે મોઈનખાન પઠાણની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે હથિયાર સાથે એક યુવકની ધરપકડ કરી છે,વાસણા-સરખેજ રોડ પરથી યુવકની ધરપકડ કરવામાં આવી છે.યુવક મધ્યપ્રદેશના વસીમ ઉર્ફે લાલા પાસેથી હથિયાર લાવ્યો હોવાની વાત સામે આવી છે,આરોપી કોને હથિયાર કયાં આપવાનો હતો તેને લઈ વધુ તપાસ હાથધરી છે.ક્રાઈમબ્રાન્ચે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

નવરાત્રિના સમયે ઝડપાયું હથિયાર

તહેવાર સમયે સૌથી વધુ હથિયાર અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ ઝડપતી હોય છે,આરોપીઓ દ્રારા મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશથી હથિયાર લાવીને તેનું ગુજરાતમાં વેચાણ કરતા હોવાની વાત સામે આવી છે.આરોપી મોઈનખાન પઠાણ કે જે હથિયાર કોઈને આપે તે પહેલા જ તેને ઝડપી લેવામાં આવ્યો છે.ક્રાઈમ બ્રાન્ચે આર્મસ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

હથિયાર ઝડપાતા રહે છે અમદાવાદમાં

અમદાવાદ ગ્રામ્ય અને સુરેન્દ્રનગરમાં ઠગલા બંધ હથિયારો 80 હજારથી 1 લાખમાં વેચ્યા હોવાનું સામે આવ્યું છે.ત્યારે આરોપી મધ્યપ્રદેશથી ખાનગી વાહનમાં હથિયાર છુપાવીને ગુજરાતના અલગ અલગ ખુણે પહોંચાડતા હોવાનું સામે આવ્યું છે.અત્યાર સુધી કોને કોને હથિયાર આપ્યા છે જેને લઇ તપાસ કરી રહ્યા છે.આરોપીઓએ ભૂતકાળમાં લૂંટ જેવા ગંભીર ગુનાઓ આચર્યા છે. તો બીજી તરફ આરોપી પાસેથી હથિયાર જથ્થા મળી આવતા આરોપી કોઈ અન્ય ગુનાને અંજામ આપવાના હતા કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.ત્યારે હથિયાર નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે કે કેમ તેને લઈ તપાસ તેજ કરી છે.

25-09-2024ના રોજ પણ હથિયાર ઝડપાયા

ક્રાઇમ બ્રાન્ચે તહેવાર પહેલા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 8 હથિયાર અને 39 કારતૂસ સાથે ચાર આરોપીની ધરપકડ કરી હતી.મહત્વનું છે કે બે આરોપીઓ લૂંટના ગંભીર ગુનામાં ફરાર હતા.આરોપી મધ્યપ્રદેશથી હથિયાર લાવવી વેચતા હોવાનો ખુલાસો થયો છે.રાજ્યમાં ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલાં હથિયારોનાં જથ્થા સાથે ચાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.