Ahmedabad: કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટનું કામ શરૂ, 2027 સુધીમાં થઈ જશે તૈયાર
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટનું કામ શરૂ થઈ ચૂક્યું છે અને નાગરિકોને વર્ષ 2027 સુધીમાં નવું કાલુપુર રેલવે સ્ટેશન તૈયાર થઈને મળી જશે. કાલુપુરમાં પાર્સલ બિલ્ડીંગમાં ઉપર સુધી કામ આવી ગયું છે અને સ્ટેશન બિલ્ડિંગમાં મોટાભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે આ જગ્યા પર બે બેઝમેન્ટ પાર્કિગ પણ લોકોના વ્હીકલ પાર્ક કરવા માટે બનાવવામાં આવશે.પાર્કિંગમાં 3300 કાર પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા બેઝમેન્ટ પાર્કિંગમાં 3300 કાર પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. હાલમાં એલિવેટેડ રોડનું કામ ચાલુ છે, કૂલ ત્રણ સ્તર પર કામ ચાલી રહ્યું છે. રોડ મોટા બનશે અને નીચેથી કોઈએ આવવું ન પડે તે માટે એલિવેટડ રોડ બનશે, આ સાથે જ બ્રિજને જોડતો એલિવેટેડ રોડ પણ બનશે. આ સિવાય તમને જણાવી દઈએ કે ટ્રેન, મેટ્રો, Amts, બુલેટ ટ્રેન, brts અને રીક્ષા બધાને એક સાથે લાવવાના છે. જેથી મુસાફરોને સ્ટેશનમાંથી બહાર નીકળ્યા વગર રેલવે, મેટ્રો ટ્રેન, બસ અને રીક્ષા પકડી શકાય. રૂપિયા 2,350 કરોડના ખર્ચે આ ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરાઈ રાજ્યના સૌથી મોટા રેલવે સ્ટેશન ગણાતા અમદાવાદ રેલવે સ્ટેશનની રિડેવલપમેન્ટની કામગીરી હાલમાં પુરજોશમાં ચાલી રહી છે. રૂપિયા 2,350 કરોડના ખર્ચે આ ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી 3 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે 161 વર્ષ જૂના અમદાવાદના રેલવે સ્ટેશન પર 40 વર્ષથી પણ વધારે સમય પહેલાં તૈયાર થયેલા બિલ્ડીંગને તોડવાનું કામ હાલમાં થઈ રહ્યું છે. દેશના ત્રણ રેલવે સ્ટેશનનોને 'આઇકોનિક' તરીકે વિકસિત કરાશે રેલવે સ્ટેશન પર આવેલી હેરિટેજ ઈમારતોને પણ કોઈ નુકસાન ન પહોંચે તેની તકેદારી રાખીને કામગીરી કરવામાં આવી રહી છે. ડેવલપમેન્ટની કામગીરીને પગલે ઘણી ટ્રેનોનું સંચાલન પણ સાબરમતી અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી કરવામાં આવી રહ્યું છે. નવા સ્ટેશનની ડિઝાઈન કોણાર્ક અને અડાલજ વાવ થીમ પર તૈયાર કરવામાં આવી છે. સારંગપુર બ્રિજથી કાલુપુર બ્રિજ સુધીનો 10 મીટર ઉંચો એલિવેટેડ રોડ બનાવાશે. તેમજ 16 માળનું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પણ બનશે, જેમાં પાર્કિંગની સાથે રેલવેની ઓફિસ અને મુસાફરો માટે ફૂડકોર્ટ અને રેસ્ટ રૂમ પણ બનાવાશે. દેશમાં ત્રણ રેલવે સ્ટેશનનોને 'આઇકોનિક' તરીકે વિકસીત કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી, જેમાં દિલ્હી, મુંબઇની સાથે અમદાવાદ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટનું કામ શરૂ થઈ ચૂક્યું છે અને નાગરિકોને વર્ષ 2027 સુધીમાં નવું કાલુપુર રેલવે સ્ટેશન તૈયાર થઈને મળી જશે. કાલુપુરમાં પાર્સલ બિલ્ડીંગમાં ઉપર સુધી કામ આવી ગયું છે અને સ્ટેશન બિલ્ડિંગમાં મોટાભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે આ જગ્યા પર બે બેઝમેન્ટ પાર્કિગ પણ લોકોના વ્હીકલ પાર્ક કરવા માટે બનાવવામાં આવશે.
પાર્કિંગમાં 3300 કાર પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા
બેઝમેન્ટ પાર્કિંગમાં 3300 કાર પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. હાલમાં એલિવેટેડ રોડનું કામ ચાલુ છે, કૂલ ત્રણ સ્તર પર કામ ચાલી રહ્યું છે. રોડ મોટા બનશે અને નીચેથી કોઈએ આવવું ન પડે તે માટે એલિવેટડ રોડ બનશે, આ સાથે જ બ્રિજને જોડતો એલિવેટેડ રોડ પણ બનશે. આ સિવાય તમને જણાવી દઈએ કે ટ્રેન, મેટ્રો, Amts, બુલેટ ટ્રેન, brts અને રીક્ષા બધાને એક સાથે લાવવાના છે. જેથી મુસાફરોને સ્ટેશનમાંથી બહાર નીકળ્યા વગર રેલવે, મેટ્રો ટ્રેન, બસ અને રીક્ષા પકડી શકાય.
રૂપિયા 2,350 કરોડના ખર્ચે આ ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરાઈ
રાજ્યના સૌથી મોટા રેલવે સ્ટેશન ગણાતા અમદાવાદ રેલવે સ્ટેશનની રિડેવલપમેન્ટની કામગીરી હાલમાં પુરજોશમાં ચાલી રહી છે. રૂપિયા 2,350 કરોડના ખર્ચે આ ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી 3 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે 161 વર્ષ જૂના અમદાવાદના રેલવે સ્ટેશન પર 40 વર્ષથી પણ વધારે સમય પહેલાં તૈયાર થયેલા બિલ્ડીંગને તોડવાનું કામ હાલમાં થઈ રહ્યું છે.
દેશના ત્રણ રેલવે સ્ટેશનનોને 'આઇકોનિક' તરીકે વિકસિત કરાશે
રેલવે સ્ટેશન પર આવેલી હેરિટેજ ઈમારતોને પણ કોઈ નુકસાન ન પહોંચે તેની તકેદારી રાખીને કામગીરી કરવામાં આવી રહી છે. ડેવલપમેન્ટની કામગીરીને પગલે ઘણી ટ્રેનોનું સંચાલન પણ સાબરમતી અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી કરવામાં આવી રહ્યું છે. નવા સ્ટેશનની ડિઝાઈન કોણાર્ક અને અડાલજ વાવ થીમ પર તૈયાર કરવામાં આવી છે. સારંગપુર બ્રિજથી કાલુપુર બ્રિજ સુધીનો 10 મીટર ઉંચો એલિવેટેડ રોડ બનાવાશે. તેમજ 16 માળનું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પણ બનશે, જેમાં પાર્કિંગની સાથે રેલવેની ઓફિસ અને મુસાફરો માટે ફૂડકોર્ટ અને રેસ્ટ રૂમ પણ બનાવાશે. દેશમાં ત્રણ રેલવે સ્ટેશનનોને 'આઇકોનિક' તરીકે વિકસીત કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી, જેમાં દિલ્હી, મુંબઇની સાથે અમદાવાદ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થયો છે.